ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવમાં (Unnao) હોળીના (Holi) દિવસે એટલે કે, 15 માર્ચના રોજ એક શરીફ નામના મુસ્લિમ આધેડના મૃત્યુથી (Death) સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. શરૂઆતમાં આ ઘટનાને લઈને મૃતકના પરિજનોએ દાવો કર્યો હતો કે, કેટલાક સ્થાનિક હિંદુ યુવકોએ બળજબરીથી તેમના પર રંગ નાખ્યો હતો અને ત્યારબાદ માર મારીને તેમની હત્યા (Murder) કરી નાખી હતી. આ જ ઘટનામાં પૂરતી તપાસ કર્યા વગર મીડિયા પણ કૂદી પડ્યું હતું. મેઇનસ્ટ્રીમ મીડિયાએ પણ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને હવા આપવાનો પ્રયાસ કર્યો હતો.
‘ધ લલ્લનટોપ’, Zee News, ‘મકતૂબ મીડિયા’ અને ‘Abp News’ જેવા મીડિયા હાઉસે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો અને હિંદુ ટોળાંએ મુસ્લિમ આધેડનો જીવ લીધો હોવાના સમાચાર છાપીને રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. મકતૂબ મીડિયાએ હેડલાઇનમાં જ દાવો કર્યો હતો કે, “મસ્જિદ જતાં સમયે રંગ લગાવવાથી ઇનકાર કરવા પર હિંદુ ટોળાંએ મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ કરીને તેમની હત્યા કરી.”

વધુમાં તેના રિપોર્ટમાં પણ કોઈને ટાંક્યા વગર સીધો દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં શનિવારે મસ્જિદ જતાં સમયે એક 48 વર્ષીય મુસ્લિમ વ્યક્તિ પર હિંદુ ટોળાંએ ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો અને તેમની હત્યા કરી નાખી. કારણ કે, તેમણે હોળી દરમિયાન રંગ ફેંકવાનો વિરોધ કર્યો હતો.” વધુમાં લખવામાં આવ્યું હતું, કંજી મહોલ્લામાં આ ઘટના બની હતી અને મારપીટ બાદ ત્યાં ઉભેલા લોકોએ શરીફને બચાવ્યો હતો અને પાણી પીવડાવ્યું હતું. થોડી વાર બાદ શરીફનું મોત થયું હતું.
‘ધ લલ્લનટોપે’ પણ મૃતકના પરિજનોને ટાંકીને રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેની હેડલાઇન હતી, ‘રોજા હતા, રંગ ફેંકવાથી ઇનકાર કર્યો, તો દોડાવી-દોડાવીને માર્યા..: ઉન્નાવમાં મુસ્લિમ વ્યક્તિના મોત પર બોલ્યા પરિજન.” લલ્લનટોપે મૃતકની દીકરી, ભાઈ, પાડોશીઓ વગેરેનું સ્ટેટમેન્ટ પણ છાપ્યું છે.

આ સાથે જ Abp ન્યૂઝે પણ આ સમાચાર પ્રકાશિત કર્યા છે. તેની હેડલાઇન છે, “યુપીમાં રંગથી બચવા માટે ભાગી રહેલા આધેડનું મોત, તણાવ બાદ વિસ્તારમાં ભારે પોલીસદળ તહેનાત”. આ સાથે જ અહેવાલમાં પણ રંગ લગાવવાના વિરોધ બાદ હિંદુ સમુદાયના લોકોએ તેમની હત્યા કરી હોવાના સમાચાર આપવામાં આવ્યા છે.

તે સિવાય Zee Newsમાં પણ આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ઝી ન્યૂઝે લખ્યું કે, “‘હોળીનો રંગ નાખવા પર હોબાળો, સાઉદીથી પરત ફરેલા શરીફનું મોત, શહેરમાં તણાવ વચ્ચે ફોર્સ તહેનાત.”

તે સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના ‘Hate Detector’ નામના હેન્ડલે પણ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો અને હિંદુ ટોળાંએ મુસ્લિમ આધેડની હત્યા કરી હોવાનું પોતે જ નક્કી કરી લીધું. તેણે મકબૂલ ન્યૂઝના અહેવાલને બેઠો સોશિયલ મીડિયા પર છાપી માર્યો હતો.
A 48-year-old #Muslim man was brutally assaulted and killed by a #Hindu mob while on his way to a mosque in #UttarPradesh’s #Unnao on Saturday after he resisted having colours thrown on him during #Holi.
— Hate Detector 🔍 (@HateDetectors) March 15, 2025
The victim, identified as 45-year-old Sharif, was a resident near Qasim… pic.twitter.com/bHaKODBdC7
શું છે હકીકત?
વિવાદ વધતાં વિસ્તારમાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી હતી અને ઉન્નાવ પોલીસે મૃતદેહનો કબજો પણ લઈ લીધો હતો. જે બાદ ‘હેટ ડિટેક્ટર’ હેન્ડલ પરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ઉન્નાવ પોલીસે આ ઘટનાને લઈને સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. પોલીસે પોસ્ટ કરીને લખ્યું કે, “સંબંધિત પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને કબજામાં લઈને ડૉક્ટરોની પેનલ દ્વારા વિડિયોગ્રાફી કરતા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.”
कोतवाली सदर पुलिस द्वारा मृतक के शव को कब्जे में लेकर डॉक्टरों के पैनल से वीडियो ग्राफी करते हुए पीएम कराया गया। पीएम रिपोर्ट में मृत्यु का कारण Cardiac Arrest आया है, रिपोर्ट में मृतक के शरीर पर चोट का निशान नहीं पाया गया है। अन्य सभी तत्थों पर पुलिस गहनता से जाँच कर रही है।
— UNNAO POLICE (@unnaopolice) March 16, 2025
પોલીસે વધુમાં કહ્યું કે, “પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ Cardiac Arrest હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં મૃતકના શરીર પર ઈજાનાં નિશાનો નથી. અન્ય તમામ તથ્યો પર પોલીસ હાલ ગહનતાથી તપાસ કરી રહી છે.”
નિષ્કર્ષ – પોલીસની સ્પષ્ટતા બાદ એ સાબિત થાય છે કે, મૃતક મુસ્લિમ આધેડનું મોત હિંદુઓ દ્વારા માર મારવાથી નહીં, પરંતુ હ્રદય રોગના હુમલાથી થયું છે. તેથી ‘હોળીના રંગનો ઇનકાર કર્યા બાદ હિંદુઓએ હત્યા કરી હોવાના’ દાવા અને અહેવાલો પાયાવિહોણા પુરવાર થાય છે.