Thursday, April 10, 2025
More
    હોમપેજરાજકારણના, કોર્ટે કપિલ મિશ્રા સામે FIR નોંધવા નહતું કહ્યું, મીડિયા અને પ્રોપગેન્ડાબાજોએ...

    ના, કોર્ટે કપિલ મિશ્રા સામે FIR નોંધવા નહતું કહ્યું, મીડિયા અને પ્રોપગેન્ડાબાજોએ ચલાવ્યા હતા ભ્રામક સમાચાર: માત્ર વધુ તપાસ માટેનો હતો આદેશ, જેની ઉપર પણ લાગી ગઈ રોક

    સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે આવા અહેવાલોને ફરતા કરીને ભાજપ નેતા સામે FIR દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યો હોવાનું ચલાવ્યું હતું. 

    - Advertisement -

    તાજેતરમાં મીડિયામાં એક સમાચાર વહેતા થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો કે દિલ્હીની એક કોર્ટે ભાજપ નેતા અને સરકારમાં મંત્રી કપિલ મિશ્રા પર 2020નાં દિલ્હી રમખાણોના કેસમાં FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે યમુના વિહારની એક વ્યક્તિ મોહમ્મદ ઇલ્યાસની અરજી સ્વીકારી લીધી છે, જેમાં તેમણે કપિલ મિશ્રા અને દયાલપુર પોલીસ મથકના SHO સહિત સાત જણા સામે FIR દાખલ કરવાની માંગ કરી હતી. 

    અહેવાલોમાં જજને ટાંકીને લખવામાં આવ્યું કે, મિશ્રા સામે સંજ્ઞાનાત્મક ગુનો બને છે. ત્યારબાદ સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે આવા અહેવાલોને ફરતા કરીને ભાજપ નેતા સામે FIR દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યો હોવાનું ચલાવ્યું હતું. 

    હકીકત આમાં એવી છે કે કોર્ટે ક્યારેય પણ મિશ્રા સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે માત્ર આરોપોની વધુ તપાસ કરવા માટે કહ્યું હતું. મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાનો આદેશ કહે છે કે, “આરોપી 2 અને તેમના સાથીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવે.”

    - Advertisement -

    1 એપ્રિલ 2025ના આદેશમાં ક્યાંય FIRનો ઉલ્લેખ નથી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, અરજદારે જે અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે તે મામલે પહેલેથી જ FIR નોંધવામાં આવી ચૂકી છે. દિલ્હી પોલીસે અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે કપિલ મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નથી અને તેમને માત્ર ફસાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

    બીજી તરફ, કપિલ મિશ્રાએ વધુ તપાસનો આદેશ આપતા મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી. આ મામલે પછીથી સેશન્સ જજ કાવેરી બાવેજાએ અરજી સ્વીકારી લઈને આદેશ પર સ્ટે મૂકી દીધો છે. તેમણે નોંદ્યું કે, દિલ્હી રમખાણોના કેસમાં અગાઉથી FIR નોંધવામાં આવી ચૂકી હોવા છતાં અને જે-તે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હોવા છતાં મેજિસ્ટ્રેટે કપિલ મિશ્રા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો હતો. 

    કોર્ટે કહ્યું કે, પ્રતિવાદીઓને નોટિસ આપવામાં આવે, જેનો જવાબ 21 એપ્રિલ સુધીમાં આપવાનો રહેશે. આ સિવાય ACJM કોર્ટનો રેકર્ડ પણ રજૂ કરવાનો રહેશે. આ સમયગાળા દરમિયાન આગલી સુનાવણી સુધી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર રોક લાગુ રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં