પહલગામ આતંકી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઑપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ફેક ન્યૂઝ (Fake News) અને પ્રોપગેન્ડાનો મારો ચાલ્યો હતો. દેશવિરોધી તત્વો સતત પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા આપીને દેશમાં ભ્રામક વાતો ફેલાવવા પર ઉતરી આવ્યા હતા. હાલ પણ તેવી ઘટનાઓ જોવા મળી રહી છે. હવે સામે આવ્યું છે કે, દૈનિક ભાસ્કરે (Bhaskar) છાપેલા એક ખોટા સમાચારને લઈને વિરોધી તત્વો ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. ખાસ કરીને મમતા બેનર્જીએ (Mamata Banerjee) તો આધિકારિક મંચ પરથી ભાજપ પર હુમલો કરી દીધો છે.
28 મેના રોજ દૈનિક ભાસ્કરના રાંચી જિલ્લાની આવૃત્તિમાં એક સમાચાર છાપવામાં આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોદી 3.0ની વર્ષગાંઠ પર ભાજપ ઘર-ઘર સુધી લોકોને સિંદૂર પહોંચાડશે અને 9 જૂનથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. દાવો એવો કરવામાં આવ્યો હતો કે, દેશના ખૂણે-ખૂણે મહિલાઓને સિંદૂર આપવામાં આવશે. ભાસ્કરે આ સમાચારમાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાનો હવાલો આપ્યો હતો, પણ નામ છાપ્યું ન હતું. જોકે, ભાજપે આ સમાચારને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.
તેમ છતાં, આ સમાચારનું કટિંગ વાયરલ થયું હતું અને વિરોધી ટોળકી ભાજપ પર ચડી બેઠી હતી. સોશિયલ મીડિયા પર પણ ઇકોસિસ્ટમના ‘યોદ્ધા’નોને રોજગારી મળી ગઈ હતી અને ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરવાની શરૂ કરી દીધી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ ઘણા નેતાઓએ તો આ સમાચારને સાચા સમજીને પોતાના આધિકારિક નિવેદનોમાં પણ ટીકા કરી નાખી હતી.
તેમાં એક નામ મમતા બેનર્જીનું પણ હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એક અધિકૃત સરકારી મંચ પરથી વિવાદિત ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ ખોટા સમાચારને લઈને કહ્યું હતું કે, “વડાપ્રધાન એવી રીતે વાત કરી રહ્યા છે કે જાણે તેઓ દરેક મહિલાના પતિ હોય. તેઓ પોતાના પત્નીને સિંદૂર કેમ નથી આપતા?” આ નિવેદન તેમણે ખોટા સમાચારના આધાર પર આપ્યા હતા. જોકે, ભાજપે કોઈને પણ સિંદૂર આપવાની વાતને નકારી કાઢી હતી.
શું છે હકીકત?
નોંધવા જેવું છે કે, ભાસ્કરમાં છપાયેલા સમાચારને લઈને ભાજપે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેમણે આવી કોઈ યોજના બનાવી નથી. આ ઉપરાંત ભાજપ નેતા અમિલ માલવિયાએ પણ પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી હતી અને મમતા બેનર્જીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાસ્કરમાં છપાયેલા આ સમાચાર ખોટા છે. તેમણે આગળ લખ્યું હતું કે, ઘણા લોકો આ ખોટા સમાચારના આધારે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
बहुत सारे लोग भास्कर में प्रकाशित इस #FakeNews के आधार पर सोशल मीडिया पर अपनी प्रतिक्रिया दे रहे हैं। लेकिन हद तो तब हो गई जब पश्चिम बंगाल की मुख्यमंत्री, एक अधिकृत सरकारी मंच से, एक ट्रोल की तरह इस आधारहीन खबर को लेकर राजनीति करने लगीं।
— Amit Malviya (@amitmalviya) May 30, 2025
ममता बनर्जी को अपने प्रदेश की बदहाली की… pic.twitter.com/GgfEZZFII6
તેમણે લખ્યું કે, “પરંતુ, હદ તો ત્યારે થઈ ગઈ. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક અધિકૃત સરકારી મંચ પરથી એક ટ્રોલરની જેમ પાયાવિહોણાં સમાચાર ફેલાવીને રાજકારણ કરી રહ્યા છે.” વધુમાં તેમણે મમતા બેનર્જીને સલાહ આપતા કહ્યું કે, તેમણે પોતાના પ્રદેશની અરાજકતાની ચિંતા કરવી જોઈએ અને દેશની સુરક્ષાની આવી સંવેદનશીલ વાતો પર પાયાવિહોણાં નિવેદનો ન આપવાં જોઈએ.
તેમણે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી ઘટનાઓને લઈને કહ્યું કે, આખું રાજ્ય સાંપ્રદાયિક્તાની આગમાં સળગી રહ્યું છે, મહિલાઓ પણ સુરક્ષિત નથી, બેરોજગારો પાસે કોઈ રોજગારી નથી. આ બધાનું સમાધાન કરવું એ મમતા બેનર્જીની પ્રાથમિકતા હોવી જોઈએ.” આ સાથે તેમણે કોંગ્રેસને પર પણ પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, “કોંગ્રેસના પ્રવક્તાઓ હલકા માણસો છે, તેમની પાસેથી ઉત્તમની અપેક્ષા કરવી પણ યોગ્ય નથી.”
दैनिक भास्कर में छपी यह खबर पूर्णतः असत्य है और छलपूर्वक प्रेरित है। भारतीय जनता पार्टी ने घर-घर सिंदूर बांटने का कोई कार्यक्रम निर्धारित नहीं किया है।#FakeNews pic.twitter.com/BSGjojnH15
— BJP (@BJP4India) May 30, 2025
ભાજપના આધિકારિક એક્સ અકાઉન્ટ પરથી પણ ભાસ્કરના સમાચારને રદિયો આપવામાં આવ્યો છે અને ફેક ન્યૂઝ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. પાર્ટીએ જણાવ્યું છે કે સમાચાર સંપૂર્ણ ખોટા છે અને ભાજપે ઘરે-ઘરે સિંદૂર પહોંચાડવા માટે કોઈ કાર્યક્રમ નિર્ધારિત કર્યો નથી.