12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલું પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર ખાતે ક્રેશ (Ahmedabad Plane Crash) થઈ ગયું હતું. આ પ્લેનમાં 242 યાત્રીઓ સવાર હતા. હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરીમાં NDRFથી લઈને સેનાના દળો કામે લાગેલા છે. ત્યારે આ જ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો હતો. જે અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ પહેલાંનો હોવાનું કહેવાઈ રહ્યું હતું.
આ વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશનો છે. લોકો આ વિડીયોને શેર કરી રહ્યા છે અને તેને અમદાવાદ પ્લેન ક્રેશ સાથે જોડી રહ્યા છે. પરંતુ, PIB ફેક્ટચેક દ્વારા આ વિડીયોની તપાસ કરવામાં આવી છે અને તેની પાછળની હકીકતો સામે આવી છે. PIBએ આ વિડીયો નેપાળમાં થયેલ પ્લેન ક્રેશનો હોવાની પુષ્ટિ કરી છે.
अहमदाबाद में क्रैश हुये एयर इंडिया
— Deepak Sharma (@SonOfBharat7) June 12, 2025
क़े प्लेन में आख़री वक्त कोई वीडियो बना रहा रहा था
लेकिन एक ही पल में #planecrash हुआ
और सबकुछ खत्म हो गया ✍️#AirIndia pic.twitter.com/G6pSSgU3I5
PIBએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “આ વીડિયો જાન્યુઆરી 2023માં નેપાળમાં થયેલા વિમાન દુર્ઘટનાનો છે. ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી મળેલી માહિતી પર જ વિશ્વાસ કરો. અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત અધિકૃત માહિતી માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો 1. 011-24610843 2. 9650391859 3. 9974111327.”
सोशल मीडिया पर एक पुरानी वीडियो को अहमदाबाद विमान हादसे से जोड़कर साझा किया जा रहा है। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 12, 2025
▶️ वीडियो नेपाल में जनवरी 2023 में हुए विमान हादसे की है।
▶️ आधिकारिक स्त्रोतों से प्राप्त सूचनाओं पर ही भरोसा करें।
▶️ अहमदाबाद विमान हादसे से जुड़ी प्रामाणिक जानकारी के… pic.twitter.com/5YUtbGbsa7
નોંધનીય છે કે જે, વિડીયો અમદાવાદ પ્લેન ક્રેશના નામે વાયરલ થઈ રહ્યો હતો, તે નેપાળનો છે. જાન્યુઆરી, 2023માં યેતી એરલાઇન્સની ફ્લાઇટ 691 પોકહરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાની દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બધા 72 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મૃત્યુ થયા હતા. આ ઘટના નેપાળના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાંની એક હતી.
આવા વાયરલ વિડીયો અને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર ફેલાવવાથી લોકોમાં ભય અને અફવાઓ ફેલાય છે. ખાસ કરીને એવા સમયે જ્યારે એક સખત અકસ્માત થયો હોય, ત્યારે સાચી માહિતી પ્રાપ્ત કરવી અત્યંત જરૂરી છે. આ ઘટનાના પગલે અમદાવાદ પોલીસ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તથા એર ઇન્ડિયાએ પણ હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે.