Monday, July 14, 2025
More

    પ્લેન ક્રેશને લઈને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના: PM મોદી સતત મંત્રીઓના સંપર્કમાં, રાજ્ય સરકાર અને સિવિલ એવિએશન મંત્રાલયે સક્રિય કર્યા કંટ્રોલ રૂમ

    અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની (Ahmedabad Plan Crash) દુર્ઘટનાની ગંભીરતાને જોતા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. આ પહેલાં અહેવાલ આવ્યા હતા કે શાહ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) સંપર્કમાં છે.

    અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.”

    દુર્ઘટનાને લઈને PM મોદીએ પણ X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે. હું અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.”

    ગુજરાત સરકારે દુર્ઘટનાની ગંભીરતાને જોતા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ સક્રિય કર્યો છે. સરકારે લેન્ડલાઇન: 079-23251900 મોબાઇલ: 99784 05304 પોલીસ હેલ્પલાઇન: 079-25620359 આ નંબર જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જે આ 07925620359 છે.

    આ સિવાય ક્રેશને ધ્યાનમાં રાખીને સંકલન કરવા માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા એક ઓપરેશનલ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે. જેના નંબર 011-24610843 | 9650391859 આ અનુસાર છે.

    નોંધનીય છે કે સિવિલ એવિએશન મંત્રી રામમોહન નાયડુ પણ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. અહેવાલ અનુસાર યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન, ઇયર સ્ટારમરે પણ પોસ્ટ કરીને માહિતી આપી છે કે આ પ્લેન ક્રેશને લઈને ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે.