Saturday, April 13, 2024
More
  હોમપેજદેશબળાત્કાર, લવ જેહાદ, ધર્માંતરણ... મુંબઈના મીરા રોડ પર હિંદુઓનું શક્તિ પ્રદર્શન શા...

  બળાત્કાર, લવ જેહાદ, ધર્માંતરણ… મુંબઈના મીરા રોડ પર હિંદુઓનું શક્તિ પ્રદર્શન શા માટે હતું જરૂરી: તાજેતરના 15 કિસ્સાઓ પરથી મેળવો પરિસ્થિતિનો તાગ

  ઑપઇન્ડિયા પર પ્રકાશિત સિદ્ધિ સોમાણીના એક્સક્લુઝિવ રિપોર્ટ પરથી સમજી શકો છો. આ રિપોર્ટ જણાવે છે કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ શું છે. હિંદુઓ માટે ત્યાં એકતામાં રહેવું શા માટે મહત્વનું છે.

  - Advertisement -

  મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના મીરા રોડ ખાતે સકલ હિંદુ સમાજ દ્વારા રવિવારે (25 ફેબ્રુઆરી, 2024) ભાજપના નેતા ટી રાજા સિંઘની રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સેંકડો હિંદુ યુવાનોએ ભાગ લીધો હતો. રેલીનો રૂટ એ જ મીરા ભાયંદર વિસ્તારમાંથી પસાર થયો હતો જ્યાં ગયા મહિને એક હિંદુ યુવક પર હુમલો થયો હતો.

  રેલી દરમિયાન ટી રાજા સિંઘે હિંદુ રાષ્ટ્ર વિશે વાત કરી અને તેમના ભાષણના અંતે તેમણે લોકોને શપથ લેવડાવ્યા હતા કે રેલીમાં ભાગ લેનાર લોકો હિંદુ રાષ્ટ્ર માટે લવ જેહાદ, ધર્માંતરણ અને ગૌહત્યા સામે લડશે. આ રેલીમાં ભાગ લેનાર હિંદુ યુવાનોએ જણાવ્યું હતું કે, આવા વિસ્તારમાં આ રેલી યોજવી ખૂબ જ જરૂરી છે. હિંદુઓએ શક્તિ પ્રદર્શન કરવું જરૂરી હતું.

  આ હિંદુ યુવાનોએ આવું કેમ કહ્યું, તે ઑપઇન્ડિયા પર પ્રકાશિત સિદ્ધિ સોમાણીના એક્સક્લુઝિવ રિપોર્ટ પરથી સમજી શકો છો. આ રિપોર્ટ જણાવે છે કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ શું છે. હિંદુઓ માટે ત્યાં એકતામાં રહેવું શા માટે મહત્વનું છે. આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં એવા 15 કેસ છે જે અમે તમને અહીં ટૂંકમાં જણાવવા જઈ રહ્યા છીએ.

  - Advertisement -

  કેસ-1: 22 વર્ષની છોકરી સાથે લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને હેરાનગતી

  16 જુલાઈ, 2023ના રોજ, 22 વર્ષની એક હિંદુ યુવતીએ તેના શોહર (પતિ) અમીન વિરુદ્ધ તેને હેરાન કરવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે વર્ષ 2022માં કોમ્પ્યુટર ક્લાસ દરમિયાન તેના મિત્ર શાહબાઝે તેનો પરિચય અમીન શેખ સાથે કરાવ્યો હતો. બાદમાં અમીને તેને પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે સંબંધનો ઇનકાર કરતાં અમીને તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું અને તેને આત્મહત્યાની ધમકી આપીને ઇમોશનલી બ્લેકમેલ કરી હતી. આ પછી તે યુવતીને તેના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે પછી ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે નિકાહ કર્યા હતા.

  મીરા રોડ હિંદુ

  ત્યારબાદ તેણે યુવતી પર ઇસ્લામ કબૂલ કરવા અને ઇસ્લામ પ્રમાણે જીવવાનું દબાણ કર્યું. યુવતીને ગાયનું માંસ ખાવાનું કહ્યું. આ દરમિયાન તેની માતા રેશ્માએ યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો અને બળજબરીથી નમાજ પઢવાનું કહ્યું હતું. બાદમાં મહિલાને ખબર પડી કે અમીન પહેલેથી પરિણીત છે અને તેને એક પુત્રી છે. તે માત્ર તેને દુબઈ લઈ જઈને વેચવા માંગતો હતો. આ માટે અમીને યુવતીને એક બિલ્ડિંગમાં બંધ કરી દીધી હતી. તે ત્યાં પડી પડી માત્ર ચીસો પાડતી રહેતી.

  એક દિવસ જ્યારે પડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી ત્યારે યુવતીનો બચાવ થયો હતો. આ કેસમાં અમીન, તેની માતા, કાઝી મુફ્તી અને અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના પિતાએ માંગણી કરી છે કે અમીન જેવા લોકો ઘણી છોકરીઓને ફસાવી છે. આ અંગે પગલાં લેવાં જરૂરી છે.

  કેસ-2: નસીર ખાને 24 વર્ષની યુવતીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી

  19 મે, 2023ના રોજ કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે નસીર ખાને તેને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, તે નસીરને તેની ઓફિસમાં મળી હતી. ધીમે-ધીમે તેમની મિત્રતા વધતી ગઈ અને થોડા દિવસો પછી નસીરે તેની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. નસીરે મહિલાને તેની નોકરી છોડાવી દીધી અને એવી લાલચ આપી કે તે પોતાની ઓફિસ ખોલશે અને તે ત્યાંનું તમામ કામ સંભાળશે. જે પછી વાત લગ્ન સુધી પહોંચી હતી. પરંતુ નસીરે કહ્યું કે જો તે નિકાહ કરવા માંગતી હોય તો તેણે ઈસ્લામ સ્વીકારવો પડશે.

  મહિલાના જણાવ્યા અનુસાર પહેલા તેનું ધર્માંતરણ થયું, પછી બંને એ બાંદ્રા કોર્ટમાં લગ્ન કરી લીધાં. જે પછી નસીરે મહિલાને પરેશાન કરવાનું ચાલુ કર્યું. તેણે મહિલાને તેના પરિવાર સાથે પણ વાતચીત બંધ કરાવી દીધી હતી. બાદમાં પીડિતા ઈન્સ્ટા દ્વારા તેની બહેનના સંપર્કમાં આવી અને ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી

  કેસ-3: મુનવ્વર અને અઝીમે 13 વર્ષની સગીરને ધર્મપરિવર્તન કરાવ્યું

  15 જૂને એક મહિલાએ મુનવ્વર મન્સૂરી અને અઝીમ મન્સૂરી વિરુદ્ધ ભાયંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે બંનેએ એક બાળકીને નકલી બંદૂક બતાવીને તેનું યૌન શોષણ કર્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તે બંને બાળકીના ઘરની નજીક રહેતા હતા અને જ્યારે તે ટ્યુશનમાં આવતી-જતી હતી ત્યારે તે તેનો પીછો કરતા હતા. એક દિવસ બંનેએ છોકરીને ટેરેસ પર જબરદસ્તી કિસ કરી હતી. બાદમાં તેને એક વીંટી અને બુરખો ભેટમાં આપ્યો.

  જયારે બાળકીએ ના પાડી તો તેણે બંદૂક બતાવી અને કહ્યું- ઇસ્લામ કબુલ કર નહીંતર અમે તને મારી નાખીશું. મામલો વધતાં છોકરીએ હિંમત ભેગી કરી અને ઘરે આ બધી વાત કરી હતી. જે પછી કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતીના પિતાએ કહ્યું કે ફરિયાદ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ હજુ સુધી છોકરીને હેરાન કરવામાં આવી નથી.

  કેસ-4: મુસ્લિમ સગીર દ્વારા 13 વર્ષની છોકરીનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું

  આવો જ એક કિસ્સો નયનનગર પોલીસ સ્ટેશનમાં પણ આવ્યો હતો. જ્યાં એક 13 વર્ષની છોકરીનું એક સગીર મુસ્લિમ છોકરાએ બ્રેઈનવૉશ કર્યું હતું. બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. બાદમાં બંનેએ વાતચીત કરી અને મિત્ર બની ગયાં હતાં. જ્યારે છોકરી લોકલ બગીચામાં તેને મળવા ગઈ ત્યારે તેણે છોકરીને બળજબરીથી કિસ કરી. ત્યારબાદ તેની જાતીય સતામણી કરવામાં આવી હતી અને તેની પાસેથી તેના નગ્ન ફોટા અને વિડીયો પણ માંગવામાં આવ્યા હતા. ધીમે-ધીમે છોકરાની વાતની છોકરી પર એટલી અસર થઈ કે તેણે હિજાબ અને લાંબા કુર્તા પહેરવાનું શરૂ કર્યું હતું. તેના અજીબ વર્તનથી માતાને શંકા જતા, તેમણે તેની ચેટ્સ વાંચી હતી, ત્યારબાદ સમગ્ર મામલાની જાણ થઇ હતી.

  મીરા રોડ હિંદુ

  પરિવારે છોકરીની પૂછપરછ કરતાં વધુ બાબતો સામે આવી. તેણે જણાવ્યું કે યુવક તેને પહેરવાથી લઈને ખાવાનું ખાવા સુધી તેના પર નિયંત્રણ રાખતો હતો. છોકરાના પરિવારજનો પણ તેના પર છોકરાને મળવા માટે દબાણ કરતા હતા.

  બધું જાણ્યા બાદ મહિલાએ IPCની કલમ 8 અને 12 હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ તેઓનું કહેવું હતું આ કેસમાં પોલીસે બેદરકારી દાખવી હતી અને તપાસ યોગ્ય રીતે થઈ ન હતી. તેમનું કહેવું છે કે પોલીસે તેનું નિવેદન અધૂરું લખ્યું હતું અને તેને સહી કરવાનું કહ્યું હતું.

  કેસ-5: મોહસિને રાજેશ જાનીને ઈસ્લામ કબૂલ કરાવ્યો

  ભાયંદર વિસ્તારમાં મહિલાઓની સાથે હિંદુ પુરુષો પણ સુરક્ષિત નથી. 12 જાન્યુઆરી, 2023ના રોજ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે 50 વર્ષીય રાજેશ જાનીને ઈસ્લામ કબૂલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના પર પરિવારને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. ઑપઇન્ડિયા પાસે કેસની FIR છે. જેમાં રાજેશના પુત્રએ જણાવ્યું કે પારિવારિક મતભેદને કારણે તે 2022માં વિરારમાં ઘરથી દૂર રહેવા લાગ્યો હતો. ત્યાં જ તેની મુલાકાત મોહસીન સાથે થઈ હતી. આ પછી જ મોહસિને તેની દુખતી નસ પકડી લીધી અને ઝાકિર ખાનના વિડીયોથી તેનું બ્રેઈનવૉશ કરવાનું શરૂ કર્યું. બાદમાં તેમનું ધર્મ પરિવર્તન થયું.

  27 મેના રોજ મોહસિને રાજેશની પત્નીને આ માહિતી આપી અને પછી 2 જૂને તેણે પરિવારને પણ ઈસ્લામ કબૂલ કરવા કહ્યું. તેણે ધર્માંતરણ કરાવવા માટે હિંદુ દેવી-દેવતાઓને ગાળો પણ આપી હતી. એમ કહ્યું કે રામ અને કૃષ્ણ જેઓ પોતે અંધકારમાં છે તેઓ તેમના જીવનમાંથી અંધકાર કેવી રીતે દૂર કરશે. આ બધા દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે તે 400થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવી ચૂક્યો છે.

  કેસ-6: ત્રણ ભાઈ-બહેનનું ઈસ્લામમાં ધર્માંતરણ

  મીરા રોડ વિસ્તારમાં જ એક 17 વર્ષની છોકરી, તેના ભાઈ અને તેના પિતરાઈ ભાઈનું ધર્મ પરિવર્તન થયું હતું. જેમણે આ કામ કરાવ્યું તેમાં શાહીન ખાન, ઉબેદ ખાન, નુઝહત ખાન અને નિખત ખાન હતા. ઑપઇન્ડિયાને મળેલી માહિતી અનુસાર, આ મામલે 10 ઓગસ્ટ 2023ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તેમના માતાપિતાના મૃત્યુ પછી બાળકોને સંબંધીઓ દ્વારા અનાથાશ્રમમાં છોડી દેવામાં આવ્યાં હતાં. આવી સ્થિતિમાં બાળકોએ વિચાર્યું કે કદાચ પડોશમાં રહેતી દાદી શાહીન ખાન તેમની મદદ કરે, પરંતુ તેઓ જાણતા ન હતાં કે તેમની સાથે શું થવાનું છે.

  શાહીન ખાન સાથે રહેતાં બાળકોને ઈસ્લામ વિશે જણાવવા આવ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામ એકમાત્ર ધર્મ છે અને તેઓએ ઇસ્લામ સ્વીકારવો પડશે નહીંતર તેઓ તેમને ઘરમાં રાખી શકશે નહીં. હિંદુઓ માટે મુસ્લિમોના ઘરમાં રહેવું એ પાપ છે, તેથી દરેક વ્યક્તિએ ઇસ્લામ સ્વીકારવો જોઈએ અને પુરુષ બાળકની સુન્નત કરવી જોઈએ.

  બાળકો લાચાર હતાં તેથી તેઓ સંમત થયાં. પરંતુ આ પછી બાળકોને ભણાવવાને બદલે તેમને ઘરના કામો કરાવવામાં આવ્યાં. આ બધું 23 જાન્યુઆરીથી 23 ઓગસ્ટ સુધી ચાલ્યું. ત્યારબાદ ઉબેદ ખાને એક હિંદુ છોકરીની છેડતી કરી જ્યારે તે સૂતી હતી. જે બાદ તે બીજા દિવસે સવારે તે ઘરેથી ભાગી ગઈ અને મીરા રોડ પર જઈને આ બાબતે ફરિયાદ કરી.

  કેસ-7: મોહમ્મદ શમી અને અખ્તરે હિંદુ કાર્યક્રમ પર કર્યો પથ્થરમારો

  રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મીરા રોડ ભાયંદર વિસ્તારમાં કટ્ટરવાદી ટોળાનો ભાગ બનેલા શમી અને અખ્તર મસ્જિદ પર ચઢી ગયા હતા અને હિંદુઓના સરઘસ પર પથ્થરમારો કર્યો હતો અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર ખાતરી કરી રહ્યા છે કે કોઈ મસ્જિદ પર આવું બધું ન કરે. આરોપીએ હિંદુ ધર્મ અને ભગવાન રામ બંનેનું અપમાન કર્યું હતું. આઈપીસીની કલમ 153A, 504, 506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

  કેસ-8: હિંદુ યુવતી શાકિરના પ્રેમ જાળમાં ફસાઈ, બાદમાં બળાત્કાર અને ધમકી આપી

  13 જુલાઈ, 2023ના રોજ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં શકિરે એક હિંદુ છોકરીને ફસાવીને તેના પરિવાર પાસેથી પૈસા માગ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. વિગતો અનુસાર, તેણે પીડિતાનું યૌન શોષણ કર્યું હતું અને યુવતીના ઘરે જઈને તેને કહ્યું હતું કે જો તેઓ પૈસા નહીં આપે તો તેમની પુત્રી નહીં મળે.

  મીરા રોડ હિંદુ

  ત્યારબાદ તે પીડિતાની ઓફિસે ગયો અને ₹1.5 લાખની કિંમતનો આઈફોન માંગ્યો. તેણે કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે તેમની પુત્રીના ટુકડા કરી દેશે. પરિવારના સભ્યોએ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે આઈપીસીની કલમ 363, 364A, 368, 387, 504 અને 506 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

  કેસ-9: સમીર ખાને સગીરા પર બળાત્કાર કર્યો

  30 ઓગસ્ટ, 2022ના રોજ ધોરણ 8માં અભ્યાસ કરતી એક છોકરીના માતાપિતાએ ફરિયાદ કરી કે સમીર ખાન નામનો વ્યક્તિ તેમની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમની પુત્રીને બાથરૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં તેણે કોઇને કહેવા પર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. છોકરી ડરી ગઈ હતી, જેથી ચૂપ રહી હતી.

  જોકે, બાદમાં પીડિતાની બહેન, જે ઘટના સમયે બાજુના રૂમમાં હતી, તેણે તેના પરિવારને સમગ્ર ઘટના વિશે જણાવ્યું અને ત્યારબાદ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે આઈપીસીની કલમ 363, 376 અને પોક્સોની કલમ 4,6 હેઠળ આ કેસ નોંધ્યો હતો.

  કેસ 10: હામિદ, શાહરૂખ અને જગ્ગુ ખાને 23 વર્ષની છોકરીને હેરાન કરી

  જાન્યુઆરી 2023માં, ભાયંદરમા એક હિંદુ છોકરી પર ચોરીનો આરોપ લગાવીને ચાર મુસ્લિમ છોકરાઓ (હામિદ ખાન, શાહરૂખ ખાન, જગ્ગુ ખાન અને મિસ્ટર ખાન) તેને તેના ઘરેથી ખેંચી ગયા હતા અને માર મારી, રસ્તાની વચ્ચે તેના કપડાં ફાડી નાખ્યાં હતાં.

  આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસના લોકો મૂકપ્રેક્ષક બની રહ્યા હતા પરંતુ તેમની મદદ માટે કોઈ આગળ આવ્યું ન હતું. ચારેય જણાએ બાળકીના પિતાને પણ માથા પર ઈંટ વડે માર માર્યો હતો, જેના કારણે તેમને ઘણી ઈજાઓ થઈ હતી. આ મામલે પછીથી આઈપીસી 1860ની કલમ 354, 354બી, 324, 452, 504 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

  કેસ-11: હસનૂરે એક હિંદુ સગીરાનું યૌનશોષણ કર્યું

  મુંબઈના ભાયંદર વિસ્તારમાં 15 વર્ષની છોકરીનું યૌન શોષણ થયું હતું. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ઑપઇન્ડિયાને મળેલી FIRમાં જણાવવામાં આવ્યું હતું કે હસનૂર નામનો વ્યક્તિ સ્કૂલ અને ક્લાસમાં જતી વખતે છોકરીની પીછો કરતો હતો. એક દિવસ તેણે નજીકના પાર્કમાં છોકરીને પ્રપોઝ કર્યું અને પછી તેને પોતાની નજીક ખેંચી અને તેની સાથે દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. છોકરીએ તરત જ ત્યાંથી દોડી ગઈ અને આ ઘટના તેની માતાને જણાવી હતી. બાદમાં આ કેસ આઈપીસીની કલમ 354 અને પોક્સોની કલમ 8 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

  કેસ-12: ઇમ્તિયાઝે યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો

  ફેબ્રુઆરી 2023માં બળાત્કારના આરોપમાં ઈમ્તિયાઝ ચૌધરી વિરુદ્ધ કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના 29 જાન્યુઆરીના રોજ બની હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીડિતા ઈમ્તિયાઝને 2021માં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી. બંને 2022 સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આ પછી યુવતીએ ઈમ્તિયાઝ ચૌધરીને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે સંબંધ તોડી નાખ્યો. થોડા મહિનાઓ પછી ઇમ્તિયાઝે ફરીથી યુવતીનો સંપર્ક કર્યો અને આ વખતે ધમકી આપી કે જો તે વાત નહીં કરે તો તે તેના પરિવારને નુકસાન પહોંચાડશે.

  તેણે જાન્યુઆરી 2023માં યુવતીને બોરીવલીમાં મળવા બોલાવી અને તેને ત્યાંની સ્થાનિક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતીને ચામડાના પટ્ટા વડે માર માર્યો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેના કપડાં ઉતારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ આ સમગ્ર કૃત્યનો વિડીયો પણ બનાવ્યો અને કહ્યું કે, જો યુવતી કોઈને કંઈ કહે તો તે વિડીયો ઈન્ટરનેટ પર પોસ્ટ કરી દેશે. યુવતી ડરથી થોડા દિવસ ચૂપ રહી. પરંતુ પછી તેણે હિંમત ભેગી કરી અને આ બર્બરતા સામે ફરિયાદ કરી. બાદમાં આરોપી ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો.

  કેસ 13: નશીલો પદાર્થ આપીને 14 વર્ષની સગીરાનું યૌન શોષણ

  6 ફેબ્રુઆરી, 2023ના રોજ એક પિતાએ નવઘર પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી પર થયેલા જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે, બે મુસ્લિમ છોકરાઓએ તેમની દીકરીને કંઈક ખવડાવીને તેની સાથે ખોટું કામ કર્યું હતું. તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો અને બાદમાં તેને પીડિતાની માતાને મોકલી આપ્યો હતો. જ્યારે માતાએ તે વિડીયો જોયો ત્યાર બાદ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 1860 અને POCSO 2012ની કલમ 354C હેઠળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

  કેસ 14: ઇમ્તિયાઝે એક સગીરાનું અપહરણ કર્યું

  3 એપ્રિલ, 2023ના રોજ, ભાયંદર પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીને અજાણ્યા લોકો ઉપાડી ગયા છે અને તે પોતે શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે એક દિવસ તે ફ્લોર સાફ કરવામાં વ્યસ્ત હતા, તેથી તેમણે તેની પુત્રીને ઘરે મોકલી, પરંતુ જ્યારે તે પોતે ઘરે ગયા ત્યારે તેમને ખબર પડી કે છોકરી ઘરે આવી નથી.

  જે પછી તેમણે પોલીસમાં કેસ નોંધાવ્યો અને તપાસ દરમિયાન પોલીસને ઈમ્તિયાઝ પાસેથી છોકરી મળી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે છોકરી શાળાએ જતી ત્યારે તે તેની પાછળ આવતો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો. બાદમાં તે છોકરીને પકડીને બિહારના મધુબની લઈ ગયો હતો. તેનો ઈરાદો યુવતીને નેપાળ લઈ જવાનો હતો. પરંતુ પોલીસની કાર્યવાહીના કારણે યુવતીનો બચાવ થયો હતો. જ્યારે ઑપઇન્ડિયાએ 21 ફેબ્રુઆરીએ છોકરીના પિતા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ઈમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી છે.

  કેસ 15: દાનિશ શેખે એક મહિલાનો બળાત્કાર કર્યો

  મુંબઈના ભાયંદરમાં રહેતી 28 વર્ષની મહિલા પર દાનિશ શેખ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને એક પુત્રી છે અને તે તેના માતા-પિતા સાથે ઘરમાં રહે છે. તેણે જણાવ્યું કે તે દાનિશને નવેમ્બર 2022થી ઓળખે છે. શરૂઆતમાં તેણે તેની સાથે સારો વ્યવહાર કર્યો પરંતુ બાદમાં તેણે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું અને એપ્રિલ 2023 સુધી તેનું યૌન શોષણ કર્યું.

  મહિલાના જણાવ્યા મુજબ દાનિશ તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. એકવાર તેણે મહિલાને તેના ઘરે બોલાવી તેને કોઈ નશો કરાવ્યો અને પછી તેના પર બળાત્કાર કર્યો. મહિલાએ હિંમત ભેગી કરીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ 16મી એપ્રિલે તેનું અપહરણ કરી ઘરે લઇ જવામાં આવી હતી તેને છેતરવામાં આવી કે તેઓએ તેની પુત્રીનું અપહરણ કર્યું છે અને હવે તેણે દાનિશ શેખ સાથે લગ્ન કરવાં પડશે. ત્યારબાદ તેઓ તેને મસ્જિદ ખેંચી લઇ ગયા.

  દાનીશ મહિલાને બાંદ્રાથી ભાયકલા લઈ જઈ રહ્યો હતો ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે પોલીસે તેને પૂછપરછ માટે રોક્યો ત્યારે ખબર પડી કે દાનિશ અન્ય ઘણા કેસમાં વૉન્ટેડ છે. તે પકડાઈ ગયો હતો પરંતુ મહિલા કાર્યવાહીથી સંતુષ્ટ ન હતી. તેણે આ અંગે પોલીસ અધિકારીને એક પત્ર લખ્યો અને કહ્યું કે તે આ બધાથી એટલી પરેશાન છે કે તેને આત્મહત્યાના વિચારો આવે છે. પોલીસે કાર્યવાહી ન કરતાં તેણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે તેને કંઈ થશે તો તેની જવાબદારી પોલીસની રહેશે.

  મીરા ભાયંદર અગાઉ હિંદુ પ્રભુત્વ ધરાવતું હતું

  ઉલ્લેખનીય છે કે મીરા રોડના આ જ ભાયંદર વિસ્તારમાં ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેનાથી વિવાદ સર્જાયા હતા. 2023 માં એક મુસ્લિમ પરિવાર સોસાયટીમાં બકરો લઈને આવ્યો હતો, તે આ જ સ્થળનો કિસ્સો હતો. આ સિવાય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે ટોળાએ જે હિંદુઓ પર હુમલો કર્યો હતો તે ઘટના પણ આ જ વિસ્તારમાં બની હતી.

  અમે આ અંગે સકલ હિંદુ સમાજના સભ્યો સાથે વાત કરી હતી. ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પહેલાં મીરા રોડ વિસ્તાર હિંદુ વર્ચસ્વ ધરાવતો હતો પરંતુ પોતાને લઘુમતી ગણાવતા લોકો અહીં આવ્યા અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. ત્યારબાદ હિંદુઓ પર ત્રાસ થવા લાગ્યો, છોકરીઓની છેડતી થવા લાગી, ધંધામાં સમસ્યાઓ સર્જાઈ, પરિણામે હિંદુઓ અહીંથી જવા લાગ્યા. નયાનગરમાં હિંદુઓને જવા પર મંજૂરી પણ નથી. હવે આ મુસ્લિમ વિસ્તાર બની ગયો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં