Wednesday, February 12, 2025
More
    હોમપેજરાજકારણરામ મંદિર પછી પણ સીટ હારેલું ભાજપ, સામે પંચાયતની ચૂંટણી હારેલો સપા...

    રામ મંદિર પછી પણ સીટ હારેલું ભાજપ, સામે પંચાયતની ચૂંટણી હારેલો સપા સાંસદનો પુત્ર: જ્યાં છે 1.3 લાખ દલિત-મુસ્લિમ મતદાર ; જાણો શું છે અયોધ્યાની મિલ્કીપુર પેટાચૂંટણીમાં BJPની રણનીતિ

    ફૈઝાબાદ લોકસભા બેઠક મળેલ પોતાની હારનો હિસાબ ભાજપ આ બેઠક જીતીને લેવા માંગે છે. આ હિસાબ  મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તેની સામે એ જ અવધેશ પ્રસાદનો પુત્ર છે જેમની સામે તેઓ હારી ગયા હતા.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણીના (Loksabha Polls) પરિણામોએ સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી દીધો. મોટાભાગના એક્ઝિટ પોલમાં 300 બેઠકોનો આંકડો પાર કરતી જોવા મળેલ ભાજપને (BJP) ફક્ત 240 બેઠકો જ મળી હતી. ત્યારપછી ભાજપે, ટીડીપી અને જેડીયુ સહિત અન્ય એનડીએ પક્ષોના સમર્થનથી સરકાર બનાવી. પરંતુ આ લોકસભા ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ ફૈઝાબાદ લોકસભા બેઠકનું હતું. ત્યારે હવે ભાજપ મિલ્કીપુર સીટ (Milkipur Seat) જીતવાની તૈયારીઓ કરી રહ્યું છે.

    લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રામ મંદિર બનાવવાની હિંદુઓની સદીઓ જૂની ઇચ્છા પૂર્ણ થયા પછી પણ ભાજપને આવું પરિણામ કેમ મળ્યું. આ હાર અંગે અનેક પ્રકારના વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યા હતા. હવે અયોધ્યા તરીકે ઓળખાતી આ ફૈઝાબાદ સીટ પર ભાજપ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે હારી ગઈ. આ પહેલાં દિલ્હીના રાજકારણમાં અવધેશ પ્રસાદને કોઈ જાણતું પણ નહોતું. પરંતુ આ જીતથી અવધેશનું કદ અનેક ગણું વધી ગયું.

    જોકે, અવધેશ પ્રસાદ એ કોઈ નવા નેતા નથી, સાંસદ બનતા પહેલાં, તેઓ અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર અનામત વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય હતા. જ્યારે અવધેશ પ્રસાદ સંસદ પહોંચ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમને એક ટ્રોફીની જેમ પ્રસ્તુત કર્યા. ત્યારે હવે ભાજપ પાસે આ હારનો હિસાબ પૂરો કરવાનો અવસર આવી ગયો છે.

    - Advertisement -

    કાયદાકીય મુશ્કેલીઓને કારણે અટકી હતી ચૂંટણી

    અવધેશ પ્રસાદની જીતને કારણે ખાલી પડેલી મિલ્કીપુર વિધાનસભા સીટ માટે ફેબ્રુઆરી 2025માં પેટાચૂંટણી યોજાશે. અત્યાર સુધી આ પેટાચૂંટણી કાયદાકીય વિવાદને કારણે લટકી રહી હતી. આ સીટ પર, વિધાનસભામાં અવધેશ પ્રસાદની જીત સામે ભાજપના ઉમેદવારે અરજી દાખલ કરી હતી; જે અરજી તેમણે પાછી ખેંચી લીધી હતી. ત્યારે હવે પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.

    હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાયેલી ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીઓમાં, ભાજપ ગઠબંધને તાજેતરમાં 9 માંથી 7 બેઠકો જીતી હતી. ત્યારપછી ભાજપનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે અને હવે ભાજપ મિલ્કીપુર સીટ પણ જીતવાના દાવા કરી રહી છે. પરિણામે મિલ્કીપુર પેટાચૂંટણી હાઈ પ્રોફાઇલ બની ગઈ છે.

    અહીં 5 ફેબ્રુઆરી, 2025ના રોજ મતદાન થશે જ્યારે પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણીની તારીખો પહેલાં જ અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદને આ સીટ પરથી ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. ભાજપે હજુ સુધી આ સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. એવી અટકળો છે કે ભાજપ મકરસંક્રાંતિ પછી નામ જાહેર કરશે.

    ભાજપ ટૂંક સમયમાં કરશે ઉમેદવારની જાહેરાત

    ભાજપ તરફથી બાબા ગોરખનાથ, રામુ પ્રિયદર્શી, ચંદ્રભાન પાસવાન સહિત ઘણા લોકો આ સીટની ટિકિટ માટે લાઈનમાં છે. બાબા ગોરખનાથ 2017માં આ સીટ પરથી જ ધારાસભ્ય હતા અને 2022માં તેઓ અવધેશ પ્રસાદ સામે હારી ગયા હતા. ટિકિટ માટે તેમનો દાવો પણ મજબૂત છે. તેમના ઉપરાંત, ભાજપના અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંગઠનનો મોટો ચહેરો, રામુ પ્રિયદર્શી પણ ચૂંટણી મેદાનમાં છે.

    આ બે ઉપરાંત, ચંદ્રભાન પાસવાન, ચંદ્રકેશ પાસવાન સહિત ઘણા લોકો પણ કતારમાં છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય આવવાની અપેક્ષા છે. આ પછી જ નક્કી થશે કે ચૂંટણી કઈ દિશામાં જશે. મિલ્કીપુર દલિત બહુમતી ધરાવતી અનામત બેઠક છે. આવી સ્થિતિમાં, ભાજપ પણ જમીન પરની બધી બાબતોનો અભ્યાસ કર્યા પછી જ ઉમેદવાર અંગે નિર્ણય લેવા માંગે છે.

    સ્થાનિક પત્રકાર નિતેશ સિંઘના જણાવ્યા અનુસાર, “બાબા ગોરખનાથનો આધાર પહેલેથી જ બંધાઈ ગયો છે, પરંતુ આંતરિક રીતે તેમની સામે થોડો વિરોધ છે. જોકે, તેમના દાવાને નકારી શકાય નહીં. આ ઉપરાંત, રામુ પ્રિયદર્શી પણ દરેક માપદંડ પર ખરા ઉતર્યા છે. ત્યારે હાલમાં એ કહેવું ખૂબ મુશ્કેલ છે કે પાર્ટી કોની પર પસંદગીનો કળશ ઢોળશે.

    સીટ દલિત બહુમતી વળી પણ નિર્ણાયક વોટ સવર્ણોના

    મિલ્કીપુર વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 1.2 લાખ દલિત મતદારો છે. આમાંથી, સૌથી વધુ મત પાસી સમુદાયના લોકોના છે. અવધેશ પ્રસાદ પાસી સમુદાયમાંથી આવે છે. દલિત મતદારો ઉપરાંત, બ્રાહ્મણ, ઠાકુર અને અન્ય સવર્ણ મતદારો પણ અહીં મોટી સંખ્યામાં હાજર છે. તેમના કુલ વોટ પણ 1 લાખની આસપાસ છે. ઉપરાંત 30,000 મુસ્લિમ વોટ છે.

    સમાજવાદી પાર્ટી મુસ્લિમ અને દલિત વોટની ગઠજોડ કરીને અહીં જીતવાની આશા રાખી રહી છે. આ પહેલા અવધેશ પ્રસાદ પણ આ ફોર્મ્યુલા હેઠળ જીતતા આવ્યા છે. કેટલાક સવર્ણો પણ તેમને થોડો ટેકો આપતા આવ્યા છે. જોકે આ વખતે મામલો ભિન્ન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જમીનસ્તર પર અવધેશ પ્રસાદનો જે પ્રભાવ છે તેવો તેમના પુત્ર અજિત પ્રસાદનો નથી.

    અજિત પ્રસાદ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ હારી ચૂક્યા છે. પત્રકાર નિતેશ સિંઘ કહે છે, “અજિત પ્રસાદમાં એવી વિનમ્રતા નથી જેવી અવધેશ પ્રસાદમાં હતી. તેઓ પ્રચારમાં તો લાગેલા છે પરંતુ સપામાં અંદરખાને ચાલી રહેલ લડાઈ તેમને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, તેમના માથે સીધો અખિલેશ યાદવનો હાથ છે.”

    બધા ઉમેદવારો દલિત સમુદાયના હોવાથી, સવર્ણો કોને ટેકો આપે છે તે જોવું રહ્યું. આ જોતા લાગી રહ્યું છે કે ચૂંટણીમાં એક્સ ફેક્ટર બની શકે છે. ચૂંટણી વિશ્લેષકો કહે છે કે 2017માં બાબા ગોરખનાથને સવર્ણોનું સમર્થન મળ્યું હતું પરંતુ 2022માં આ સમર્થન અવધેશ પ્રસાદને મળ્યું. આવી સ્થિતિમાં સવર્ણોના મત નિર્ણાયક મત બની શકે છે.

    વિશ્લેષકો અનુસાર ઉચ્ચ જાતિના મત ક્યાં જશે તે અંગે ભાજપના ઉમેદવારનું નામ જાહેર થયા પછી જ કંઇક કહી શકાશે. તેમણે એમ પણ કહ્યું કે અહીંના ઉચ્ચ જાતિના લોકો ઈચ્છે છે કે આ વખતે ભાજપ કોઈ અલગ ચહેરાને ટિકિટ આપે. ત્યારબાદ તેઓ તેમને સંપૂર્ણ સમર્થન આપવા તૈયાર છે.

    ભાજપ 2 વાર જીતી ચુક્યું છે મિલ્કીપુર

    મિલ્કીપુર એક એવી વિધાનસભા સીટ છે જ્યાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપ, બસપા, સપા અને કોમ્યુનિસ્ટ પાર્ટી બધા જ જીત મેળવી ચૂક્યા છે. જોકે, છેલ્લી 10 વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓમાં, સપાએ આ બેઠક 6 વખત જીતી છે. ભાજપે અહીં 2017, 1991માં ચૂંટણી જીતી હતી જ્યારે બસપાએ 2007માં જીત મેળવી હતી.

    જોકે, હવે અહીં સીધી લડાઈ ફક્ત ભાજપ અને સપા વચ્ચે છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં, બાબા ગોરખનાથે અવધેશ પ્રસાદને 28000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં બાબા ગોરખનાથ લગભગ 13,000 મતોથી અવધેશ સામે હારી ગયા હતા. આ વખતે તેઓ ફરી ટિકિટ મેળવવાના મેદાનમાં છે.

    ભાજપે મંત્રીઓથી લઈને સંગઠન સુધી લગાવી તાકાત

    ફૈઝાબાદ લોકસભા બેઠક મળેલ પોતાની હારનો હિસાબ ભાજપ આ બેઠક જીતીને લેવા માંગે છે. આ હિસાબ  મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તેની સામે એ જ અવધેશ પ્રસાદનો પુત્ર છે જેમની સામે તેઓ હારી ગયા હતા. ભાજપ આ ચૂંટણી માટે કોઈ કસર છોડવા માંગતી નથી. તેથી જ ભાજપે આ સીટ પર તેના 6 મંત્રીઓને કામે લગાવ્યા છે.

    આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષથી લઈને ક્ષેત્રીય અધ્યક્ષ અને સંગઠનના અન્ય લોકો પણ કામે લાગી ગયેલા છે. તેઓ અહીં દરેક ગામના વડા, વીડીસી, નગર પંચાયતના પ્રતિનિધિઓ અને પ્રભાવશાળી લોકોને મળીને માહોલ સેટ કરી રહ્યા રહ્યા છે. ત્યાં સુધી તો લોકોની સમસ્યાઓ સાંભળીને ત્યાં જ તેમનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે.

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ છે. તેમણે અહીં ભાજપના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. છેલ્લા કેટલાક મહિનામાં તેઓ અહીંની મુલાકાત પણ લઇ ચૂક્યા છે. એવી અટકળો પણ છે કે ઉમેદવારના નામની જાહેરાત થઇ ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અહીં રેલી પણ યોજાશે.

    ચૂંટણીમાં દરેક ગામમાંથી મત મેળવવા માટે ભાજપ સતત પોતાનું સંગઠન મજબૂત કરી રહ્યું છે. તેમના કાર્યકર્તાઓ ગામડાઓમાં જઈ રહ્યા છે. ઉમેદવાર જાહેર થતાંની સાથે જ જનસંપર્ક પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. આ બેઠક જીતીને, ભાજપ અયોધ્યામાં પોતાની હાર છુપાવવા માંગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં