Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતસુરત: પાકિસ્તાન સામે ભારતના વિજય પર ફટાકડા ફોડવા દલિત યુવાનને પડ્યા ભારે,...

    સુરત: પાકિસ્તાન સામે ભારતના વિજય પર ફટાકડા ફોડવા દલિત યુવાનને પડ્યા ભારે, સૈયદપુરામાં મુસ્લિમ ટોળાએ જાતિ વિષયક ગાળો આપી માર માર્યો

    કેટલાક મુસ્લિમ યુવકો ત્યાં દોડી આવ્યા અને 'ફટકડા કેમ ફોડે?' કહી જાતિ વિષયક ગાળો આપવાનું શરૂ કર્યું. મુસ્લિમ ટોળાએ આ મામલે ગાળો આપીને આખો વિસ્તાર માથે લીધો હતો. ત્યારબાદ દલિત યુવાનને સ્ટંપ અને બેટ વડે નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું.

    - Advertisement -

    સોમવાર (11 સપ્ટેમ્બર, 2023) ના રોજ શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો વિજય થતાં દેશભરમાં ઉજવણીનો માહોલ બની ગયો હતો. ઘણા લોકોએ ફટાકડા ફોડીને પોતાનો ઉત્સાહ દેખાડ્યો હતો. તેવામાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ભારતના વિજય પર ફટાકડા ફોડનાર દલિત સમાજના હિંદુ યુવાન પર મુસ્લિમનાં ટોળાં દ્વારા બેટ અને સ્ટેમ્પ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહિ પણ મુસ્લિમોનું ટોળું યુવાનના ઘર સુધી પણ પહોંચી ગયું હતું. આ ઘટના સુરત શહેરના સૈયદપુરા માર્કેટ વિસ્તારની છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર સુરત શહેરના સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં 11 સપ્ટેમ્બર રાત્રે 11 વાગ્યાના અરસામાં દલિત સમાજનો હિંદુ યુવાન ક્રિકેટમાં ભારતના વિજયને લઈને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી રહ્યો હતો. શેરીમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે કેટલાક મુસ્લિમ યુવકો ત્યાં દોડી આવ્યા અને ‘ફટકડા કેમ ફોડે?’ કહી જાતિ વિષયક ગાળો આપવાનું શરૂ કર્યું. મુસ્લિમ ટોળાએ આ મામલે ગાળો આપીને આખો વિસ્તાર માથે લીધો હતો. ત્યારબાદ દલિત યુવાનને સ્ટંપ અને બેટ વડે નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું. ઘણો માર મરાયા બાદ યુવાન ત્યાંથી ભાગી પોતાના ઘરે જતો રહ્યો હતો. પરંતુ મુસ્લિમોનું ટોળું દલિત યુવાનના ઘર પર હુમલો કરવા દોડી આવ્યું હતુ.

    સૈયદપુરા લાલગેટ પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે માર મારીને જાતિ વિષયક ગાળો આપનાર તમામ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે સરકારી CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જોકે, હુમલો કરનાર મુસ્લિમ યુવાનો ફરાર થઈ ગયા છે. પોલીસ જલ્દીથી તમામને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

    - Advertisement -

    આ પહેલા પણ 2 વાર મુસ્લિમોએ કર્યો હતો હુમલો

    પીડિત યુવાને જણાવ્યું હતું કે તે ડ્રાઇવિંગ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. પિતા સાથે સામાજિક કાર્ય કરતો હોવાથી આ મુસ્લિમો અદાવત રાખી વારંવાર હુમલો કરે છે. છેલ્લા 15 વર્ષમાં આ ત્રીજો હુમલો છે. 2021ના હુમલામાં સુરત પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટના ધક્કા ખવડાવ્યા હતા.

    સામે પક્ષે મુસ્લિમોએ હિંદુ યુવક પર ફરિયાદ નોંધાવી છે. સૈયદપુરા મિર્ઝા મંજિલમાં રહેતા શાહરુખ આફતાબ મિર્ઝાએ ફરિયાદ નોંધાવતા એવું કહ્યું કે શેરીમાં બાળકો ક્રિકેટ રમતા હોવાથી તેમણે હિંદુ યુવાનને ફટાકડા ન ફોડવા કહ્યું હતું. એટલામાં હિંદુ યુવાન અને તેના બે મિત્રોએ તેમને માર માર્યો હતો. પછી હિંદુ યુવાને કમરના ભાગેથી ચપ્પુ કાઢી ધમકી આપી હતી. ઘટનાને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તેને ઊલટી થવા લાગી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં