26 ફેબ્રુઆરી, મહાશિવરાત્રીના રોજ SAU ખાતે આ વિવાદ થયો હતો. અહેવાલ અનુસાર વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીઓ વચ્ચે કથિત રીતે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈ અધિકારીક ફરિયાદ મળી નથી. આ મામલે યુનિવર્સિટી પ્રશાસન આંતરિક તપાસ કરી રહ્યું છે.
અહેવાલ મુજબ SFIએ આરોપ લગાવ્યો છે કે ABVP કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો કારણ કે તેઓ મહાશિવરાત્રી પર મેસમાં માંસાહારી ભોજન ન પીરસવાની ABVPની માંગનું પાલન કરી રહ્યા ન હતા. SFIએ દાવો કર્યો હતો ABVPના કાર્યકર્તાઓએ મેસમાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો તથા વિદ્યાર્થીનીઓના વાળ પકડીને ખેંચવામાં આવ્યા હતા.
ABVPએ આ આરોપોને ફગાવી દીધા હતા તથા X પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, “આ આઘાતજનક છે! મહાશિવરાત્રી પર, SAUમાં SFI ગુંડાઓએ વિદ્યાર્થીઓને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવીને, દુર્વ્યવહાર કરીને અને મારપીટ કરીને તેમનો ઉપવાસ તોડવાનો પ્રયાસ કર્યો! ધાર્મિક સ્વતંત્રતા એ બંધારણીય અધિકાર છે! કેમ્પસમાં શા માટે હુમલા થઈ રહ્યા છે? શું કથિત ધર્મનિરપેક્ષ બ્રિગેડ હવે ચૂપ રહેશે?” આગળ લખ્યું હતું કે, “ABVP આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરે છે!”
Shocking! On Mahashivratri, SFI goons at SAU forcibly tried to break students’ fast by forcing non-veg on them, abusing, and assaulting them!
— ABVP (@ABVPVoice) February 26, 2025
Religious freedom is a constitutional right! Why is it under attack on campus? Will the so-called secular brigade stay silent now?
ABVP… pic.twitter.com/qZYDFx3sMi
ABVPએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ઘણા લોકો મહાશિવરાત્રીનું વ્રત રાખતા હોય છે. તેથી મેસમાં ઉપવાસી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં SFI કાર્યકર્તાઓએ બળજબરીથી માંસાહાર પીરસવાનો પ્રયાસ કર્યો હતો. ABVPએ તેને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે આ કૃત્ય ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. ABVPએ આ મામલાની નિષ્પક્ષ તપાસની અને વાતાવરણ બગાડવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ મામલે દિલ્હી પોલીસને બપોરે 3:45એ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીનીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેણે પોલીસને જાણ કરી હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.