Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત યુવાન ની હૈદરાબાદમાં કરપીણ હત્યા, વિડીયો...

  મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત યુવાન ની હૈદરાબાદમાં કરપીણ હત્યા, વિડીયો થયો વાયરલ,

  દલિત યુવાનને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ કરવાની સજા મળી મૌત.

  - Advertisement -

  તેલંગાણાના હૈદરાબાદ 5 હુમલાખોરો દ્વારા નાગારાજુ નામના દલિત યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દીધાની ખબર મળી રહી છે. નાગારાજુ નામના દલિત યુવકે મુસ્લિમ યુવતી સૈયદ અશરીન સાથે લગ્ન કરતા તેની ક્રૂર રીતે હત્યા થઇ હોવાનું કારણ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ સરુર નગર પોલીસ સ્ટેશનની હદમાં,તલાટી કચેરીની સામેજ અશરીનના ભાઈ અને બનેવીએ ધારદાર તીક્ષ્ણ હથિયારથી નાગારાજુની હત્યા કરી હતી,જે અંતર્ગત પોલીસે અશરીનના ભાઈ અને બનેવીની ધરપકડ કરી હતી.જયારે બીજા અરોપીઓની શોધખોળ ચાલુ છે, આ ઘટના બુધવાર (4 મે 2022) ના રોજ ઘટી હતી.

  મીડિયા અહેવાલ મુજબ મૃતક નાગારાજુ ની ઉમર 25 વર્ષ હતી. ઘટનાના વાયરલ વિડીયોમાં હુમલાખોરોના હાથમાં ધારદાર હથિયાર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મૃતકની પત્ની પોતાના પતિના જીવની ભીખ માંગતી જોવા મળી રહી છે,બીજી તરફ નાગારાજુ ઘાયલ અવસ્થામાં રોડ ઉપર બાઈક પાસે તડફડતો જોવા મળી રહ્યોછે, થોડીજ વારમાં હત્યારાઓ ઘટનાને અંજામ આપીને નાસી છુટે છે.

  - Advertisement -

  VHP ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ મુજબ 25 વર્ષીય દલિત યુવક 23 વર્ષીય અશરીનને પ્રેમ કરતો હતો અને તેની સાથે તેણે લગ્ન કાર્યા, જેના કારણે મોબીન અને મસુદ દ્વારા તેની હત્યા થઇ, દલિત યુવક ની હત્યા બાદ વિનોદ બંસલે મિમ-ભીમ એકતાના દાવાઓ કરતા લોકો ઉપર પણ સવાલ કર્યા છે.

  રીપોર્ટ પ્રમાણે મૃતક નાગારાજુ સિકંદરાબાદના એક પ્રખ્યાત ગાડીઓના શોરૂમમાં નોકરી કરતો હતો, તેણે 23 વર્ષીય અશરીન સાથે ચાલુ વર્ષમાંજ 31 જન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અશરિનનું નામ પલ્લવી રાખવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે નાગારાજુ અને અશરીન કોલેજના સમયથીજ એકબીજાને પ્રેમ કરતા હતા,આ લગ્નથી બંને પરિવાર નાખુશ હતા, જેના કારણે અશરીન અને નાગારાજુ ને હૈદરાબાદના આર્ય સમાજ મંદિરમાં 2 મહિના પહેલા લગ્ન કરવા પડ્યા હતા.

  ઘટનાની રાત્રે પતિ-પત્ની મોટરસાઈકલ પર સરુરનગર તરફ જી રહ્યા હતા,જેવા તેઓ તલાટી કચેરી પાસે પહોંચ્યા કે તરતજ એક અજાણ્યા વ્યક્તિએ તેમનો રસ્તો રોકી નાગારાજુ પર લોખંડના સળીયાથી હુમલો કર્યો.ત્યારબાદ ધારદાર હથિયારોથી નાગારાજુ પર ઉપરા છાપરી ઘા ઝીકતા ઘટના સ્થળેજ તેનું મોત નીપજ્યું હતું. પોતાના પતિને બચાવવાની કોશિશમાં પલ્લવી (અશરીન)પણ ઘાયલ થઇ હતી. નાગારાજુના પરિવારે આશરીનના પરિવાર પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

  આ મામલે તપાસ કરી રહેલી સરુરનગર પોલીસે પણ ઘટનાને ‘ઓનર કિલિંગ’ નો મામલો જણાવ્યો છે.તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા અને આકરામાં આકરી સજા આપવા માંગ કરી છે. રાજા સિંહે કહ્યું કે “આ હુમલો અશરીનના પરીવારેજ કરાવ્યો છે, કેપછી કોઈ વિધર્મી સંસ્થાનો અમ હાથ હોઈ શકે,કોઈ સંગઠન દ્વારા હુમલાખોરોને આર્થીક મદદ કરવાની પહેલ કરીછે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ”

  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પુનાવાલાએ આ ઘટનાને દિલ્હીની અંકિત સક્સેનાની ઘટના સાથે સરખાવી હતી,અંકિત સક્સેનાની પણ મુસ્લિમ યુવતી સાથે પ્રેમ અને લગ્ન કાર્ય બાદ દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી, શહજાદે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે “શું ક્યારેય મુસ્લિમ યુવકની હિંદુ યુવતી સાથે લગ્ન બાદ હત્યા કરાઈ છે? હવે આ મામલે શું થવું જોઈએ? કોંગ્રેસ,આપ પાર્ટી,TMC,સમાજવાદી પાર્ટી ઇસ્લામોફોબીયા ના નામે સંયુક્ત રાષ્ટ્ર સુધી પોંચી ગયા હતા, પરંતુ હૈદરાબાદમાં થયેલી હિંદુ યુવકની હત્યા સેક્યુલર અપરાધ છે? ધર્મનિરપેક્ષ લોકો મૌન શામાટે છે?

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં