Thursday, May 2, 2024
More
    હોમપેજદેશરાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની જયપુરમાં હત્યા: હુમલાખોરોએ આડેધડ...

    રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની જયપુરમાં હત્યા: હુમલાખોરોએ આડેધડ ગોળીઓ મારી, વિડીયો વાઇરલ

    હુમલામાં ગોગમેડીના ગનમેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ સુખદેવ સિંઘને તાત્કાલિક માનસરોવર સ્થિત મેટ્રો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

    - Advertisement -

    રાજસ્થાનના જયપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની જયપુરમાં હત્યા કરી દેવામાં આવી છે. ઘટના સમયે તેઓ પોતાના ઘરમાં હતા આ દરમિયાન બે અજાણ્યા લોકો દ્વારા તેમના પર ફાયરીંગ કરવામાં આવ્યા હતા. ફાયરીંગ કરીને હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. હાલ જયપુર પોલીસ હાઈ એલર્ટ પર છે અને આખા શહેરમાં નાકાબંધી કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર આ હુમલામાં ગોગામેડીના ગનમેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ સુખદેવ સિંઘને તાત્કાલિક માનસરોવર સ્થિત મેટ્રો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. બીજી તરફ તેમના અંગરક્ષક પણ ગંભીર રીતે ઘાયલ થતા તેમને આઈસીયુમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના કેટલાક CCTV પણ સામે આવ્યા છે.

    સુખદેવ સિંઘ ગોગામેડીની જયપુરમાં હત્યા મામલે પોલીસે જણાવ્યું હતું કે, “હુમલો કરનારા ત્રણ લોકો તેમને મળવા આવ્યા હતા, તેમના સિક્યુરીટીએ અનુમતી મળ્યા બાદ તેમને અંદર લઈ જવામાં આવ્યા હતા. લગભગ દસ મિનીટની વાતચીત બાદ હત્યારાઓએ તેમના પર ફાયરીંગ કરી દીધું હતું. આ ફાયરીંગમાં તેમનું મોત થઈ ગયું હતું. તેમની સાથે જે તેમના અંગરક્ષક હતા તેમને પણ ગોળી વાગી છે જેમની સારવાર ચાલી રહી છે. આ સિવાય ત્રણ પૈકી એક હુમલાખોરને પણ ગોળી વાગતા તેનું પણ મૃત્યુ થયું છે.”

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર બાકીના બંને આરોપીઓ સ્કુટી લૂંટીને ભાગી છૂટ્યા હતા. આ આખી ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, પોલીસ વિડીયોના આધારે આરોપીઓની ધરપકડ કરવા પ્રયત્ન કરી રહી છે. હાલ આ આખી ઘટનાને લઈને આખા જયપુરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે સાથે જ પોલીસ હાઈ એલર્ટ પર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં