Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતબાળકોના માથા વાઢનાર, મૃતદેહોના બળાત્કાર કરનારા આતંકીઓના સમર્થકો છે આપણી આસપાસ જ:...

    બાળકોના માથા વાઢનાર, મૃતદેહોના બળાત્કાર કરનારા આતંકીઓના સમર્થકો છે આપણી આસપાસ જ: રાજકોટમાંથી સમીર બલોચ, સુલતાન, શાહનવાઝ અને સમીર અંસારીની ધરપકડ બાદ જામીન

    જંગલેશ્વર વિસ્તારની દીવાલો અને રસ્તા પર આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં એવી બ્રાન્ડસનો પણ બોયકોટ કરવાનું કહેવાયું હતું જેમને ઇઝરાયેલનું સ્મર્થન કર્યુ હોય.

    - Advertisement -

    ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 18 દિવસ થયા છે. હમાસે આતંકી હુમલો કરી બર્બરતાથી ઇઝરાયેલી નાગરિકોને માર્યા બાદ હવે ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી કરી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશો અને નાગરિકો ઈસ્લામિક આતંકવાદ સામે લડી રહેલા ઇઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે ભારતના અમુક મુસ્લિમો આતંકીઓનું સમર્થન કરી રહ્યા છે. આવો એક કિસ્સો રાજકોટ શહેરમાં પણ બનવા પામ્યો છે. જેમાં સમીર, સુલતાન સહિત ચાર મુસ્લિમ શખ્સોએ બોયકોટ ઇઝરાયેલ લખેલા પોસ્ટર દીવાલ પર લગાવ્યા હતા. જે બાદ પોલીસે ચારેય મુસ્લિમોની ધરપકડ કરી હતી. હાલ તેને જામીન પણ મળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 18 દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા, આતંકીઓએ ત્યાં સુધીની હેવાનિયત દેખાડી હતી કે, ડાયપર પહેરેલા બાળકોને પણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. બાળકોના માથા કાપવામાં આવ્યા હતા અને આ નરસંહાર દરમિયાન હમાસના આતંકવાદીઓને તેમના આકાઓ તરફથી ઇઝરાયેલી મહિલાઓના મૃતદેહો સાથે બળાત્કાર કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

    આવા આતંકીઓના સમર્થકો ભારતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જંગલેશ્વર પાસે નીલકંઠ પાર્કમાં સમીર બલોચ, સુલતાન દલ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારી નામના મુસ્લિમ શખ્સોએ ઇઝરાયેલ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર લગાવ્યા હતા. આ અંગે કોઈ સાયકલ સવાર વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો જે શહેરના અલગ-અલગ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયો હતો.

    - Advertisement -

    પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન

    વાયરલ વિડીયો ફરતો-ફરતો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જે બાદ ભક્તિનગર પોલીસ નીલકંઠ પાર્કમાં પહોંચી હતી. તે વિસ્તારની દીવાલો અને રસ્તા પર આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં એવી બ્રાન્ડસનો પણ બોયકોટ કરવાનું કહેવાયું હતું જેમને ઇઝરાયેલનું સ્મર્થન કર્યુ હોય.

    પોલીસે તમામ પોસ્ટરો હટાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બલોચ, સુલતાન દલ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારીએ આ કૃત્ય કર્યું છે. જે બાદ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. જે બાદ એ પણ જાણવા મળી રહ્યું છે કે ચારેય આરોપીઓને જામીન પણ મળી ચૂક્યા છે.

    આ ઘટનાને પગલે સમગ્ર રાજકોટ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઇઝરાયેલમાં ઈસ્લામિક આતંકીઓએ જે પ્રકારની બર્બરતા આચરી છે, તેની અસર વિશ્વભરમાં થઈ રહી છે. દુનિયાના મોટા ભાગના દેશો આતંકવાદ સામે લડવા માટે એકજુટ થઈ રહ્યા છે, ત્યારે ભારતના અમુક આતંકી માનસિકતા ધરાવતા લોકો પીડિત દેશનું સમર્થન કરવાને બદલે આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં