Wednesday, April 24, 2024
More
  હોમપેજદુનિયા'ઇઝરાયેલી મહિલાઓના શબ માત્ર 'જિસ્મ', કરો બળાત્કાર': વિડીયોમાં સામે આવી હમાસના આતંકવાદીઓની...

  ‘ઇઝરાયેલી મહિલાઓના શબ માત્ર ‘જિસ્મ’, કરો બળાત્કાર’: વિડીયોમાં સામે આવી હમાસના આતંકવાદીઓની ક્રુરતા, દરેક બંધક પર મળે છે ₹8 લાખનું ઇનામ

  ISAએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરની હત્યાઓની ચાલી રહેલી તપાસ દરમિયાન ઘણી બાબતો વારંવાર સામે આવી છે. વિડિયો ક્લીપમાં આતંકવાદીઓએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિતના નાગરિકોની હત્યા કરીને તેમનું અપહરણ કરવાની હમાસ તરફથી મળેલી ખુલ્લી અને સ્પષ્ટ સૂચનાઓ સ્વીકારીને આ હુમલો કર્યો હતો.

  - Advertisement -

  ગાઝાપટ્ટીથી ઇઝરાયેલ પર હુમલો કરનાર આતંકવાદી સંગઠન કેટલું અમાનુષી અને ખતરનાક છે, તેનો ખુલાસો તેના જ આતંકવાદીઓએ કરી નાંખ્યો છે. આ વિડીયોમાં હમાસના આતંકવાદીઓની ક્રુરતા વર્ણવતા હુમલાખોરોએ પોતે કબુલ્યું છે કે, તેમને ઇઝરાયેલી બાળકો, મહિલાઓ અને પુરુષો પર એવી ક્રુરતા અને શબ સાથે બળાત્કાર આચરવાના નિર્દેશ હતા કે માણસાઈની આત્મા પોકારી ઉઠે.

  ‘ઇઝરાયેલ સિક્યુરિટી ઓથોરીટી’ (ISA)એ સોમવારે (23 ઓકટોબર 2023) એક વિડીયો ક્લિપ જાહેર કરી હતી. આ વિડીયોમાં કથિત રીતે હમાસના આતંકવાદીઓને 7 ઓક્ટોબરના રોજ દક્ષિણી ઇઝરાયેલમાં કરેલા ઘાતક આતંકવાદી હુમલામાં પોતાની સક્રિય ભાગીદારી હોવાનું કબુલતા જોવા મળી રહ્યા છે.

  આ વિડીયોને લઈને ISAએ કહ્યું છે કે તેમના કમ્યુનિકેશન સેલને આપવામાં આવેલી એક વિડીયો ફાઈલ 7 ઓકટોબરના હમલામાં શામેલ હમાસ આતંકવાદીઓના નિવેદનો તેમની પૂછપરછના સમયના છે. વિડીયોમાં હમાસના આતંકવાદીને તેમ કહેતા સાંભળી શકાય છે કે તેમને ઇઝરાયેલી બંધકોને ગાઝા લઇ જવા પર વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

  - Advertisement -

  હમાસના આતંકવાદીઓની ક્રુરતા કઈ હદની હતી તે વિશે હમાસના જ એક આતંકવાદીને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, “જે પણ બંધકોનું અપહરણ કરીને ગાઝા લાવશે તેને 10,000 ડોલરનું વળતર અને એક એપાર્ટમેન્ટ આપવામાં આવશે.”

  નરસંહાર બાદ બને તેટલા વધુ નાગરિકો બંધક બનાવવાના નિર્દેશ

  તેને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેના હેન્ડલર્સે તેને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરવાની સૂચના આપી હતી. એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, “અમને ઘરોમાં લૂંટ ચલાવવા અને બંધક બનાવવા માટે શક્ય હોય તેટલા વધુ લોકોને બંધક બનાવીને અપહરણ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.”

  વીડિયોમાં આતંકવાદીને આગળ કહેતા સાંભળી શકાય છે કે, “તેનો (પીડિતાનો) કૂતરો અચાનક બહાર આવ્યો અને મેં તેને પણ ગોળી મારી દીધી.” વીડિયોમાં હમાસનો આતંકી આગળ કહે છે, “તેનો મૃતદેહ જમીન પર પડ્યો હતો, મેં તેને પણ ગોળી મારી દીધી.”

  આ આતંકવાદીએ આગળ કહ્યું કે, “કમાન્ડરે મારા પર અકળાઈને બૂમ પાડી અને કહ્યું, હું એક શબ પર ગોળીઓ વેડફી રહ્યો છું.” વિડીયોમાં હમાસના અન્ય એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, પોતાના આકાના આદેશનું પાલન કર્યા બાદ તેણે બે મકાનો સળગાવી દીધા હતા. તેણે કહ્યું, “અમે જે કરવા આવ્યા હતા તે પૂરું કર્યું અને પછી બે મકાનો સળગાવી નાંખ્યા.”

  વિડીયોમાં આગળ હમાસના એક આતંકવાદીએ કહ્યું, “અમે જીપમાં કિબુત્ઝ આવ્યા હતા. અમે મકાનોના ઓરડાઓ ખોલ્યા અને ત્યાં સુધી એક પછી એક હુમલાને અંજામ આપ્યો જ્યાં સુધી બધા ખતમ ન થઇ જાય. અમે ગ્રેનેડ ફેંક્યા, ગોળીઓ ચલાવી. અમારો ઉદ્દેશ એક જ હતો – દરેકને ખતમ કરી નાખવાનો. અમને સ્પષ્ટ સૂચના હતી કે ઘરમાં જે પણ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય કે પછી સ્ત્રી હોય, તમામને મોતને ઘાટ ઉતારવાના છે.”

  મહિલાઓના શબ માત્ર ‘જિસ્મ’, બળાત્કાર ગુજારવાના નિર્દેશ

  હમાસના આતંકવાદીઓની ક્રુરતા એ હદની હતી કે તેમને શબ સાથે બળાત્કાર કરવા કહેવામાં આવ્યું હતું, આ વિશે જણાવતા આતંકવાદીએ કહ્યું કે, “બટાલિયન કમાન્ડરે અમને કહ્યું કે તેમના માથાને કચડી નાખો, તેમને કાપી નાખો. તેમની સાથે તમારે જે કરવું હોય તે કરો, તેમના પગ કાપી નાખો. હમાસ ISIS બની ગયું છે. તેમને મગજ જેવું કશું છે જ નહીં, તેઓ જાનવર બની ગયા છે, કારણ કે કોઈ માણસ આવું ન કરી શકે. અમને હત્યા કરાયેલી ઇઝરાયેલી મહિલાઓના શબ સાથે બળાત્કાર કહેવામાં આવ્યું હતું કારણ કે તે એક ફક્ત જિસ્મ (શરીર) છે, માણસ નહીં.”

  આ દરમિયાન ISAએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરની હત્યાઓની ચાલી રહેલી તપાસ દરમિયાન ઘણી બાબતો (ગુનાઓની પ્રકૃતિ અને મોડસ ઓપરેન્ડી) વારંવાર સામે આવી છે. વિડિયો ક્લીપમાં આતંકવાદીઓએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિતના નાગરિકોની હત્યા કરીને તેમનું અપહરણ કરવાની હમાસ તરફથી મળેલી ખુલ્લી અને સ્પષ્ટ સૂચનાઓ સ્વીકારીને આ હુમલો કર્યો હતો.

  એક એક કાંડનો હિસાબ લેશે ઇઝરાયેલ

  હમાસના આતંકવાદીઓએ આ દરમિયાન દક્ષિણ ઇઝરાઇલમાં 7 ઓક્ટોબરના રોજ થયેલા નરસંહારની ઘણી ભયાનક અને દર્દનાક ઘટનાઓ વિશે પણ જણાવ્યું છે. આ મામલે ISAએ જણાવ્યું હતું કે હમાસની મીલીટરી વિંગ એક સિનીયર કમાન્ડરે તેના બંદૂકધારીઓને ઇઝરાઇલમાં લડવા, મરવા અથવા પકડાઈ જવા માટે મોકલતી વખતે સલામત રહેવા માટે ઘરોમાં છુપાવવાનો આદેશ આપ્યો હતો.

  ઇઝરાયેલી સુરક્ષા દળોએ હત્યાકાંડમાં સામેલ તમામ આતંકીઓનો ખાત્મો બોલાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાઇલના સુરક્ષા દળો 7/10 ના નરસંહારમાં સામેલ આતંકવાદીઓથી તમામ બાબતોનો હિસાબ લેશે.”

  ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસના આ ભીષણ અને સંગઠિત હુમલામાં અંદાજે 2500 હમાસના આતંકીઓ જમીન, આકાશ અને સમુદ્ર માર્ગે ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા. અહીં તેઓએ દક્ષિણ ઇઝરાયેલમાં નાગરિકો પર અમાનુષી આતંકી કૃત્યો આચર્યા હતા.

  અહેવાલો અનુસાર, આ હુમલામાં 1400 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો હતા. ‘ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ’ અનુસાર, આમાંથી કેટલાક આતંકવાદીઓએ ઓછામાં ઓછા 222 નાગરિકોને બંધક બનાવ્યા હતા અને તેમને ગાઝા લઈ આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં