Saturday, May 4, 2024
More
    હોમપેજદુનિયાનેપાળમાં સરસ્વતી વિસર્જન પર હુમલો, ભગવાન રામનો ધ્વજ ફાડીને ગટરમાં ફેંકાયોઃ  મસ્જિદની...

    નેપાળમાં સરસ્વતી વિસર્જન પર હુમલો, ભગવાન રામનો ધ્વજ ફાડીને ગટરમાં ફેંકાયોઃ  મસ્જિદની સામેથી નીકળી હિંદુઓની યાત્રા તો કટ્ટરપંથી મુસ્લિમો ઉશ્કેરાયા -મંદિરમાં કરી તોડફોડ

    હાલમાં બીરગંજના હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે સુરક્ષા દળો ખડકી દેવામાં આવ્યા છે. નેપાળ પોલીસની સાથે ત્યાંના અર્ધલશ્કરી દળો પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

    - Advertisement -

    નેપાળમાં રૌતહાટ જિલ્લામાં ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024) હિંદુ સમુદાયની મૂર્તિ વિસર્જન યાત્રા પર કટ્ટરપંથી મુસ્લિમ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સરસ્વતી માતાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલી હિંદુઓની યાત્રા ઈશાનાથ પાસે આવેલી મસ્જિદની સામે પહોંચતાં સમગ્ર વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સાથે રહેલા વહીવટીતંત્ર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) હિંદુ સંગઠનો દ્વારા બીરગંજ બંધની જાહેરાત કરવામાં આવી હતી.

    આ બંધ દરમિયાન પણ મુસ્લિમ ભીડ સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર ઉતરી આવી હતી. આ દરમિયાન ભગવાન રામના ચિત્રવાળો ભગવો ધ્વજ ફાડીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પ્રશાસને હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.

    નેપાળના સંગઠન ‘હિંદુ સમ્રાટ સેના’ના પદાધિકારી કૃષ્ણ કુમાર શાહે ઑપઇન્ડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024), રૌતહાટ જિલ્લામાં હિંદુ સમુદાય શાંતિપૂર્ણ રીતે માતા સરસ્વતીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવા જઈ રહ્યો હતો. યાત્રાની શરૂઆત પહેલા શાંતિ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં હિંદુ અને મસ્લિમ સમુદાયના 5-5 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોએ વહીવટીતંત્રને ખાતરી આપી હતી કે તેઓ પોત-પોતાના સમુદાયના લોકોને સમજાવશે અને શાંતિ જાળવી રાખશે.

    - Advertisement -

    પરંતુ જ્યારે યાત્રા બીરગંજ નગરપાલિકાના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે તેને રસ્તાના બાજુમાં બનેલી મસ્જિદ પાસે રોકી દેવામાં આવી હતી. આરોપ છે કે મુસ્લિમ સમુદાયના લોકોને મસ્જિદની આગળ યાત્રા કાઢવા સામેં વાંધો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. કૃષ્ણ કુમારના કહેવા પ્રમાણે, થોડી જ વારમાં મસ્જિદની આસપાસ રહેલા મુસ્લિમ ઘરોમાંથી પથ્થરોથી હુમલો થવા લાગ્યો હતો. પથ્થરમારામાં પુરુષો સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. આ પથ્થરમારાના કારણે વિસર્જન યાત્રામાં સામેલ નરેશ કુમાર પાસવાન અને બે સગીર હિંદુ બાળકો ઘાયલ થયા હતા. યાત્રામાં સાથે રહેલા પોલીસ કર્મચારીઓ પણ આ હુમલાની ઝપેટમાં આવ્યા હતા.

    ‘હિદુ સમ્રાટ સેના’ના પદાધિકારીએ અમને જણાવ્યું કે, પથ્થરમારાના કારણે માતા સરસ્વતીની મૂર્તિ પણ તૂટી ગઈ હતી. જે પછી નારાજ ભક્તોએ ખંડિત મૂર્તિ સાથે વિરોધ શરૂ કર્યો. થોડા સમય પછી, પ્રશાસનની ટીમ સુરક્ષાકર્મીઓ સાથે સ્થળ પર પહોંચી હતી અને હિંદુ સમુદાયના લોકોને મૂર્તિનું વિસર્જન કરવા વિનંતી કરી. આ દરમિયાન અધિકારીઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કૃષ્ણ કુમાર આગળ જણાવે છે કે, જ્યારે ભક્તો પ્રશાસન સાથે સંમત થયા અને ફરીથી મૂર્તિનું વિસર્જન કરવા ગયા તો ફરી મુસ્લિમોના ઘરો પરથી પથ્થરમારો શરૂ થયો હતો.

    ફરીથી થયેલા પથ્થરમારાના હુમલાના કારણે માત્ર શ્રદ્ધાળુઓમાં જ નહીં પરંતુ વહીવટી અધિકારીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો. આખરે વહીવટીતંત્રે ભક્તોની હાજરી વિના જ પોતાની રીતે મૂર્તિનું વિસર્જન કર્યું હતું. તેમની વિસર્જન યાત્રા પર થયેલા આ હુમલાથી રોષે ભરાયેલા હિંદુ સમુદાયે પ્રશાસન પાસેથી વહેલી તકે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે પછી પણ  જ્યારે લગભગ 4 દિવસ વીતી જવા છતાં કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી, ત્યારે હિંદુ સંગઠનોએ 19 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ બીરગંજ બંધનું એલાન આપ્યું હતું.

    ઑપઇન્ડિયાએ હિંદુ સમ્રાટ સેનાના પ્રમુખ રાજેશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું કે, 19 ફેબ્રુઆરીએ જ્યારે હિંદુ સમુદાય શાંતિપૂર્ણ રીતે બંધ પાળી રહ્યો હતો, ત્યારે ઈસ્લામિક ટોળું ફરી એકવાર રસ્તા પર આવ્યું હતું. ટોળા પાસે લાકડીઓ અને અન્ય હથિયારો હતા. હુમલામાં તમામ ઉંમરના લોકો સામેલ હતા. કટ્ટરપંથી ઇસ્લામિક ટોળાએ ‘નારાએ તકબીર’ અને ‘અલ્લાહ હુ અકબર’ જેવા નારા લગાવીને શેરીઓમાં હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તે જ હિંસક ટોળાએ બીરગંજના સ્તંભો પર ભગવાન રામની તસવીર સાથેના ભગવા ઝંડાને પણ ફાડી નાખ્યા હતા અને તેમને નાળાઓમાં ફેંકી દીધા.

    ઑપઇન્ડિયાએ આ હિંસક ટોળાની કરતૂતોનો વિડીયો શેર કર્યો છે. આ દરમિયાન બીરગંજના એક મંદિરમાં તોડફોડના સમાચાર પણ સામે આવ્યા છે.

    આ અંગે નેપાળની એક મહિલા પત્રકાર કિરણ જોશીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ x પર વિડીયો શેર કર્યો હતો. તેમનો દાવો છે કે આ વિડીયો આજે બીરગંજમાં થયેલી હિંસાનો છે. પોસ્ટમાં તેમણે 11 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાનો પણ ઉલ્લેખ કર્યો છે. કિરણ જોષીએ શેર કરેલા વિડીયોમાં હિંસક ટોળાને કાબૂમાં લેવા પોલીસને બળપ્રયોગ કરતી જોઈ શકાય છે. આ ઉપરાંત કાળા પઠાણી સૂટ પહેરેલા કેટલાક યુવકો પણ પોલીસને જોઈને ભાગતા જોવા મળે છે.

    ઉપદ્રવી ટોળાની આ કરતુત બાદ સુરક્ષાને ધ્યાને રાખતા પ્રશાસને બીરગંજમાં કર્ફ્યુ લગાવી દીધો છે. જે અનુસાર અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈને પણ રેલી, ભાષણ અને બિનજરૂરી અવર-જવર કરવાની મનાઈ ફરમાવામાં આવી છે.

    નેપાળના પ્રધાનમંત્રીને આ વિશે પત્ર મોકલીને હિંદુ સમ્રાટ સેનાએ સમગ્ર ઘટનાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે, અને 81% હિંદુઓના દેશમાં બહુમતી સમાજની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

    હાલમાં બીરગંજના હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે સુરક્ષા દળો ખડકી દેવામાં આવ્યા છે. નેપાળ પોલીસની સાથે ત્યાંના અર્ધલશ્કરી દળો પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. હિંદુ સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે હિંસક ગતિવિધિઓમાં સંડોવાયેલા લોકો જલ્દી પકડાઈ જશે. હિંદુ સમ્રાટ સેનાના પદાધિકારી કૃષ્ણ કુમારે અમને જણાવ્યું કે, આવી ઘટના પહેલીવાર નથી બની. તેમણે ઉગ્રવાદીઓ પર દુર્ગા પૂજા સહિત 7 થી વધુ ધાર્મિક કાર્યક્રમોમાં વિક્ષેપ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં