Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાત'કોઈને કહીશ તો તારા પિતાને મારી નાખીશ': સુરતના જહાંગીરપુરામાં પાંચ સંતાનનો અબ્બુ...

  ‘કોઈને કહીશ તો તારા પિતાને મારી નાખીશ’: સુરતના જહાંગીરપુરામાં પાંચ સંતાનનો અબ્બુ આલમગીર પઠાણ 13 વર્ષની સગીરા પર સાત મહિનાથી ગુજારતો હતો દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

  ડોક્ટરે તરૂણી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની માતાએ તેને વિશ્વાસમાં લઈને આ અંગે પૂછપરછ કરી તો સગીરાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત મહિનાથી આવાસમાં રહેતો મિયાં આલમગીર અલીફખાન પઠાણ તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો.

  - Advertisement -

  ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં મુસ્લિમ વ્યક્તિ સગીર બાળકીને લલચાવી-ફોસલાવી અને ધામ-ધમકી આપી હવસનો શિકાર બનાવે છે. તેવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતના જહાંગીરપુરામાં રહેતા 39 વર્ષના પાંચ સંતાનોના અબ્બુ મિયાં આલમગીર પઠાણે પાડોશીની 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી છે. 7 મહિનાથી સુરતના જહાંગીરપુરાનો રહેવાસી આલમગીર પઠાણ સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. જ્યારે બાળકીને 2 માસનો ગર્ભ રહી જતાં આલમગીરનો ભાંડો ફૂટ્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે નરાધમ આલમગીરની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

  સુરતના જહાંગીરપુરામાં પાલિકા આવાસમાં રહેતો મિયાં આલમગીર પઠાણ શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો છે અને મૂળ બિહારનો વતની છે. તેને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી છે. આલમગીરે ઘરની નજીક રહેતી 13 વર્ષની સગીરા પર દાનત બગાડી હતી અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ધોરણ 8મા અભ્યાસ કરે છે. તે એકવાર તેની બહેનપણીઓ સાથે રમવા જઈ રહી હતી. તે સમયે આલમગીરે સગીરાની એક બહેનપણીના માધ્યમથી સગીરાને આંધળો પાટો રમવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી. ઘરમાં જઈને તેણે સગીરાની આંખ પર પટ્ટી બાંધીને શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારબાદ તેણે મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  ગુપ્તાંગમાં દુખાવો થવાથી સગીરા રડવા લાગી હતી જે બાદ આલમગીરે 100 રૂપિયા તેને આપ્યા હતા અને ધમકી આપી હતી કે, “જો કોઈને કહીશ તો તારા પથારીવશ પિતાને મારી નાખીશ.” ત્યારબાદ સગીરા ડરી ગઈ પરંતુ તે પછી આલમગીર સમયાંતરે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા લાગ્યો હતો. જ્યારે પણ સગીરા પાર્કિંગમાં રમવા માટે જતી ત્યારે આલમગીર તેની બહેનપણી હસ્તક તેને બોલાવતો અને 50-100 રૂપિયા આપી દુષ્કર્મ આચરતો. તે વારંવાર સાત મહિના સુધી બાળકી પર દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

  - Advertisement -

  ગર્ભ રહી જતાં ફૂટ્યો ભાંડો

  જ્યારે 29 જાન્યુઆરીની રાત્રે સગીરાને અચાનક ઉલ્ટી થવાની સાથે પેટમાં અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી પેરાલીસીસના કારણે પથારીવશ તેના પિતા અને માતા બંને ચોંકી ઉઠયા હતા અને તરત જ સગીરાને ડોકટરને ત્યાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તરૂણી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની માતાએ તેને વિશ્વાસમાં લઈને આ અંગે પૂછપરછ કરી તો સગીરાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત મહિનાથી આવાસમાં રહેતો મિયાં આલમગીર અલીફખાન પઠાણ તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. જેથી માતાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી આલમગીરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

  આલમગીરે કબૂલાત કરી છે કે, તે શાકભાજીનો ધંધો કરે છે અને ચાર પુત્ર તથા એક પુત્રીનો અબ્બુ છે. જયારે પણ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો ત્યારે કોઇકને કોઇક બહાના હેઠળ પત્ની સાથે શાકભાજી વેચવા જતો ન હતો અને પાંચેય સંતાનને પત્ની સાથે મોકલી આપી સગીરાને ઘરે બોલાવી કુકર્મ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, હવસનો શિકાર બનાવી 50-100 રૂપિયા આપી પિતાને મારી નાંખવાની ધમકી આપનાર આલમગીરના મોબાઈલમાં અશ્લીલ વિડીયો ક્લિપ મળી આવી છે. ઉપરાંત અન્ય સગીરાને પણ નિશાન બનાવ્યાની આશંકા સેવાઈ રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં