
NEET (UG) પેપર લીક મુદ્દે દેશભરમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે (28 જુલાઈ) મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે એક તરફ વિદ્યાર્થીઓએ પોલીસ અતિરેકના ગંભીર આરોપો લગાવ્યા છે તો બીજી તરફ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલાના આરોપો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે નોંધ્યું કે અરજદારોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, પેલેટ ગન, ટીયર ગેસ, રબર પેલેટ્સ અને ઇલેક્ટ્રિક બેટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનો અને એક મીડિયા કર્મચારી પર પણ હુમલો થયો હોવાનો આરોપ છે. સાથે જ સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસકર્મીઓ દ્વારા હિંસા કરવામાં આવી હોવાના આરોપોની પણ કોર્ટે નોંધ લીધી.
#BreakingNews
— Bar and Bench (@barandbench) July 28, 2026
CJP protests: Supreme Court stays action against protestors in all States, orders immediate release of minors
Read here: https://t.co/SN64Dti24f@CJP_for_India @abhijeet_dipke pic.twitter.com/MbOIlhEoOT
બીજી તરફ સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે પ્રદર્શનમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કેટલાક લોકો પણ ઘૂસી ગયા હતા અને તેમના હુમલામાં 200થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસકર્મીઓના પરિવારજનોએ પણ આ મામલે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે સ્વતંત્ર તપાસમાં બંને પક્ષોના આરોપોની તપાસ થવી જરૂરી છે.
CJI: SG says he is not objecting to independent probe. He submits that hardened criminals had entered the site causing injuries to more than 200 police personnel. Allegations of petitioner make out a case for fair and independent probe which shall also cover concern of family of…
— Bar and Bench (@barandbench) July 28, 2026
તપાસ સમિતિ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકારોને પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ પાઠવી છે.
CJI (order): It has been alleged that even though students gathered to protest against NEET paper leak, there is material to show use of lathicarge, pellet guns and tear gas. The allegations indicate that pellet guns led to injury such as a boy losing eye sight, rubber pellets…
— Bar and Bench (@barandbench) July 28, 2026
ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કેટલાક વચગાળાના નિર્દેશો પણ આપ્યા છે. કોર્ટે તમામ CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી-વોર્ન કેમેરા ફૂટેજ, વાયરલેસ સંદેશાવ્યવહાર અને PCR કોલ્સ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ પ્રદર્શનકારીઓનો એકત્ર કરાયેલો ડિજિટલ ડેટા જાહેર ન કરવા અને તેમની વ્યક્તિગત માહિતી પ્રકાશિત ન કરવા પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે હાલ કોઈ બળજબરીભરી કાર્યવાહી કરવામાં નહીં આવે. જોકે આ રાહત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને લાગુ પડશે નહીં. ઉપરાંત, 18 વર્ષથી ઓછી ઉંમરના પ્રદર્શનકારીઓ જો કોઈ પણ રાજ્યમાં અટકાયતમાં હોય તો તેમને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

