Sunday, April 21, 2024
More
  હોમપેજક્રાઈમઅમરેલી: બગસરામાં ઇકબાલે પાડોશમાં રહેતી 13 વર્ષની હિંદુ બાળકીનું અપહરણ કરી બળાત્કાર...

  અમરેલી: બગસરામાં ઇકબાલે પાડોશમાં રહેતી 13 વર્ષની હિંદુ બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો, પોક્સો સહિતના ગુના દાખલ

  બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતી હિંદુ બાળકીને પરિચિત અમીન ઇકબાલ નામના મુસ્લિમ યુવકે ફોન પર વાત કરીને ફોસલાવી હતી. ત્યારબાદ ઇકબાલ તેનું અપહરણ કરીને અજ્ઞાત અને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. અપહરણ બાદ ઇકબાલે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

  - Advertisement -

  અમરેલીના બગસરામાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટનામાં ઇકબાલ નામના યુવક દ્વારા સગીર વયની હિંદુ બાળકીનું ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું, અપહરણ બાદ આરોપીએ બાળકી પર બળાત્કાર કર્યો હોવાનો પણ આરોપ છે. પીડિત સગીરાએ આ મામલે પરિવારને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતના ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

  મળતી માહિતી અનુસાર, બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતી હિંદુ બાળકીને પરિચિત અમીન ઇકબાલ નામના મુસ્લિમ યુવકે ફોન પર વાત કરીને ફોસલાવી હતી. બાળકીએ તેની સાથે વાત કરતાં તેણે તેને 10 નવેમ્બર, 2023ના રોજ ઝાંઝરીયા રોડ પાસે બોલાવી હતી. ફરિયાદ છે કે, બાળકી ત્યાં પહોંચતાંની સાથે જ ઇકબાલ તેનું અપહરણ કરીને અજ્ઞાત અને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. કહેવાય છે કે તેણે ત્યારબાદ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

  બળાત્કારનો ભોગ બનેલી બાળકીએ આ વિશે પરિવારને જણાવતા પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે આરોપી અમીન ઇકબાલ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  - Advertisement -

  આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ બગસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આરોપી ઇકબાલ પરણિત છે અને પીડિતાના ઘરની નજીકમાં જ રહે છે. આરોપી ઘરે આવતો-જતો હોવાથી પીડિત તેને ઓળખતી હતી. બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદથી તે ભાગી છૂટ્યો છે, હાલ પોલીસ તેને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. બાળકીની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.”

  બગસરામાં આ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે આ પ્રકારના કિસ્સા

  ઉલ્લેખનીય છે કે બગસરામાં મુસ્લિમ આરોપી દ્વારા હિંદુ બાળકીનું અપહરણ કે બળાત્કાર થવાની આ કોઈ પ્રથમ ઘટના નથી, આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા મહિના અગાઉ બગસરામાં જ એક દલિત સગીરાને મુસ્લિમ યુવક દ્વારા દુકાનમાં પૂરીને પ્રતાડિત કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ, 2023ના રોજ બનેલી આ ઘટનામાં એક કોમ્પલેકસની બંધ દુકાનમાંથી દલિત સગીરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ દુકાનમાં યુવતીને કોઈ પ્રતાડિત કરી રહ્યું હોય તેમ આસપાસના લોકોને જાણ થતાં ટોળું એકત્ર થયું હતું. ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમમાંથી પરત ફરતાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરે દુકાનનું શટર ખોલતા દલિત સગીરાને મુસ્લિમ યુવકથી બચાવવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

  બગસરાના સુડાવડ ગામે યુસુફે માનસિક વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો

  તે પહેલાં પણ બગસરાના સુડાવડ ગામે યુસુફ સિપાઈએ એકલતાનો લાભ લઇ માનસિક વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. 36 વર્ષીય પીડિતાના પરિવારજનો કામથી બહાર ગયા હતા. યુવતી ઘરમાં એકલી હોવાની જાણ થતા જ તેના જ ગામના યુસુફે બંધ મકાનની વંડી ઠેકી લાચાર માનસિક વિકલાંગ યુવતીને તેની હવસનો શિકાર બનાવી હતી. એકલી અને લાચાર હિંદુ યુવતી પ્રતિકાર કરવામાં અસમર્થ હોવાનું યુસુફ જાણતો હોવાથી તેણે યુવતીને પશુ બાંધવાની જગ્યાએ લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

  સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો સહિત હિંદુ સંગઠનોને થતાં લોકો રોષે ભરાયા હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ સહિતના સંગઠનોએ ઘટના સ્થળે જઈ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની ઉગ્ર માંગ પણ કરી હતી. બગસરા પોલીસે આરોપી યુસુફ ઉર્ફે ઈશુ સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં