Friday, November 8, 2024
More
    હોમપેજગુજરાતબગસરામાં દલિત સગીરાને મુસ્લિમ યુવક બંધ દુકાનમાં આપી રહ્યો હતો ત્રાસ, સ્થાનિકોએ...

    બગસરામાં દલિત સગીરાને મુસ્લિમ યુવક બંધ દુકાનમાં આપી રહ્યો હતો ત્રાસ, સ્થાનિકોએ શટર ખોલીને છોડાવી: આરોપીને ઉશ્કેરાયેલા ટોળાથી બચાવીને પોલીસને સોંપાયો

    પી.આઈ. ગીડાએ દલિત સગીરા અને મુસ્લિમ યુવકના પરિવારજનોને પોલીસ મથકે તેડાવી તેમના પરિવારને સોંપ્યા હતા. સમગ્ર ઘટના બાબતે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઉપરાંત RSS દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત તરુણા અવસ્થાની વિદ્યાર્થીનીઓને યોગ્ય સમાજ આપવા માટેના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    અમરેલીના બગસરામાં સ્ટેશન રોડ પર મહાવીર કોમ્પ્લેક્સમાં એક મુસ્લિમ યુવકે દલિત સગીરાને બંધ દુકાનમાં પુરી હતી અને તેના પાર યાતનાઓ ગુજરી રહ્યો હતો. બંધ દુકાનમાંથી સગીરાના રડવાનો અવાજ આવતા ટોળું એકઠું થયું હતું. તેઓએ દુકાનનું શટર ખોલીને સગીરાને મુક્ત કરાવી હતી તથા યુવકને પકડી પાડ્યો હતો. રોષે ભરાયેલ ટોળું મુસ્લિમ યુવકને પાઠ ભણાવવાના મૂડમાં પણ હતું. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, બગસરામાં મંગળવારે (15 ઓગસ્ટ, 2023) બપોરે એક કોમ્પલેકસની બંધ દુકાનમાંથી દલિત સગીરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ દુકાનમાં યુવતીને કોઈ પ્રતાડિત કરી રહ્યું હોય તેમ આસપાસના લોકોને જાણ થતાં ટોળું એકત્ર થયું હતું. ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમમાંથી પરત ફરતાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરે દુકાનનું શટર ખોલતા દલિત સગીરાને મુસ્લિમ યુવકથી બચાવવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

    સમગ્ર ઘટના બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પ્રદીપભાઈએ બગસરા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. પી.આઈ. ગીડાએ દલિત સગીરા અને મુસ્લિમ યુવકના પરિવારજનોને પોલીસ મથકે તેડાવી તેમના પરિવારને સોંપ્યા હતા. સમગ્ર ઘટના બાબતે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઉપરાંત RSS દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત તરુણા અવસ્થાની વિદ્યાર્થીનીઓને યોગ્ય સમાજ આપવા માટેના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    બગસરાના સુડાવડ ગામે યુસુફે માનસિક વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો

    ગુરુવારે (17 ઓગષ્ટ, 2023) અમરેલીના બગસરામાં સુડાવડ ગામે યુસુફ સિપાઈએ એકલતાનો લાભ લઇ હિંદુ યુવતીનું શરીર ચૂંથી નાખ્યું હતું. 36 વર્ષીય પીડિત દીકરીના ઘરેથી પરિવારજનો કામથી બહાર ગયા હતા. આથી તે જ ગામના યુસુફે બંધ મકાનની વંડી ઠેકી લાચાર માનસિક વિકલાંગ યુવતીને તેની હવસનો શિકાર બનાવી હતી. એકલી અને લાચાર હિંદુ યુવતી પ્રતિકાર કરવામાં અસમર્થ હોવાનું યુસુફ જાણતો હોવાથી તેણે યુવતીને પશુ બાંધવાની જગ્યાએ લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

    સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો સહિત હિંદુ સંગઠનોને થતાં લોકો રોષે ભરાયાં હતાં. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ સહિતના સંગઠનોએ ઘટના સ્થળે જઈ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની ઉગ્ર માંગ પણ કરી હતી. બગસરા પોલીસે આરોપી યુસુફ ઉર્ફે ઈશુ સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનના PI આઈ.જે ગીડા તપાસ કરી રહ્યા છે. તપાસના અંતે પોલીસ આરોપી યુસુફને કોર્ટમાં રજુ કરવાની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં