Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતઅમરેલી: બગસરા તાલુકાના સુડાવડ ગામે યુસુફે ઘરમાં ઘૂસીને માનસિક વિકલાંગ હિંદુ યુવતીનું...

    અમરેલી: બગસરા તાલુકાના સુડાવડ ગામે યુસુફે ઘરમાં ઘૂસીને માનસિક વિકલાંગ હિંદુ યુવતીનું શરીર ચૂંથ્યું, હિંદુ સંગઠનો આકરા પાણીએ; બળાત્કારની ફરિયાદ બાદ ધરપકડ

    યુસુફ જાણતો હતો કે યુવતી માનસિક રીતે અસ્વસ્થ છે અને તેનો પ્રતિકાર કરવામાં અસમર્થ છે, જેનો લાભ લઇ તે બંધ મકાનની વંડી ઠેકીને ઘરમાં ઘુસી ગયો હતો અને માનસિક વિકલાંગ હિંદુ યુવતીને ઢસડીને પશુ બાંધવાની ગમાણમાં લઇ જઈ તેનું શરીર ચૂંથ્યું અને પોતાની હવસ સંતોષી હતી.

    - Advertisement -

    અમરેલીના બગસરા ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના સુડાવડ ગામે યુસુફે એકલતાનો લાભ લઇ માનસિક વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કાર આચરતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પીડિતાના પરિવારજનો કામથી બહાર ગયા હતા અને ગામના જ યુસુફ સિપાઈ નામના મુસ્લિમ યુવકે વંડી કુદીને ઘરમાં ઘૂસીને પ્રતિકાર કરવામાં અક્ષમ માનસિક વિકલાંગ યુવતીનું શરીર ચૂંથી નાંખ્યું હતું. પરિવારના પરત આવ્યા બાદ તેમને ઘટનાની જાણ થતા જ તેમના માથે આભ ફાટી પડ્યું હતું. તો બીજી તરફ હિંદુ સંગઠનો પણ ઘટના બાદ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.

    મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરુવાર (17 ઓગસ્ટ 2023) ના રોજ સવારથી સાંજના સમયગાળા વચ્ચે બની હતી. પીડિત પરિવાર પોતાની 36 વર્ષીય માનસિક વિકલાંગ દીકરીને ઘરે એકલી મુકીને કામથી બહાર ગયો હતો. જેની જાણ ગામમાં જ રહેતા યુસુફ સિપાઈને થતા તેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને તે બંધ મકાનની વંડી ઠેકીને ઘરમાં ઘુસી ગયો હતો. ત્યાર બાદ એકલી અને લાચાર માનસિક રીતે વિકલાંગ પીડિતા પર યુસુફે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. યુસુફ જાણતો હતો કે યુવતી માનસિક રીતે અસ્વસ્થ છે અને તેનો પ્રતિકાર કરવામાં અસમર્થ છે જેનો લાભ લઇ તેણે યુવતીને ઢસડીને પશુ બાંધવાની ગમાણમાં લઇ જઈ પોતાની હવસ સંતોષી હતી.

    અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે યુસુફે માનસિક વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કાર આચર્યો હોવાની ઘટનાની જાણ થતા જ આખા પંથકમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ એકઠા થઇ ગયા હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ સહિતના સંગઠનોએ ઘટનાસ્થળે જઈ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની ઉગ્ર માંગ પણ કરી હતી. સ્થાનિક હિંદુ સમુદાય અને સંગઠનોની માંગ ઉપરાંત પરિવારની ફરિયાદ પર બગસરા પોલીસે યુસુફ ઉર્ફે ઈશુ સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનના PI આઈ.જે. ગીડા તપાસ કરી રહ્યા છે. તપાસના અંતે પોલીસ આરોપી યુસુફને કોર્ટમાં રજુ કરવાની છે.

    - Advertisement -

    2 દિવસ પહેલા બગસરામાં જ મુસ્લિમ યુવકે દલિત સગીરાને પ્રતાડિત કરી હતી

    ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ બગસરા ખાતે મુસ્લિમ યુવક દ્વારા હિંદુ દલિત સગીરાને પ્રતાડિત કરવાની ઘટના સામે આવી હતી. શહેરના મહાવીર કૉમ્પ્લેક્ષમાં એક મુસ્લિમ યુવક દલિત સગીરાને લઇ જઈ તેને પ્રતાડિત કરી રહ્યો હતો. આ દરમિયાન બંધ શટરમાંથી છોકરીના રડવાનો આવાજ સાંભળી લોકો એકઠા થઈ ગયા હતા અને શટર ખોલી પીડિતાને યુવકથી છોડાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું, પરંતુ કેટલાક જાગૃત નાગરિકોએ મુસ્લિમ યુવકને ટોળાથી બચાવીને પોલીસને હવાલે કર્યો હતો.

    છેલ્લા 2 દિવસમાં બનેલી આ ઘટનાઓ બાદ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને માનસિક રીતે વિકલાંગ હિંદુ યુવતી પર બળાત્કારની ઘટના બાદ લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં