Sunday, May 19, 2024
More
    Home Blog Page 953

    રાજ્ય સભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત: 15 રાજ્યોની 57 બેઠકો માટે 10 જૂને યોજાશે ચૂંટણી, 11 તારીખે પરિણામ આવશે

    ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂનના રોજ ચૂંટણી યોજાશે. 15 રાજ્યોમાંથી ચૂંટાયેલા રાજ્યોની પરિષદના 57 સભ્યોનો કાર્યકાળ જૂન-ઓગસ્ટ 2022 વચ્ચે તેમની નિવૃત્તિ પર સમાપ્ત થવાનો છે. એ જ દિવસે મતગણતરી થશે. આ રાજ્ય સભા ચૂંટણી રસપ્રદ થવાની પૂરી સંભાવના છે.

    15 રાજ્યોમાં આવેલ રાજ્યસભાની 52 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો છે. તે પછી મહારાષ્ટ્ર અને તમિલનાડુ આવે છે – બંને રાજ્યમાં છ-છ સીટો. અન્ય રાજ્યો જ્યાં ચૂંટણી થવાની છે તેમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

    રાજ્ય સભા ચૂંટણી અંતર્ગતની આ બેઠકોમાં આંધ્રપ્રદેશની 4 બેઠકો, તેલંગાણાની 2 બેઠકો, છત્તીસગઢની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, તમિલનાડુની 6 બેઠકો, કર્ણાટકની 4, ઓડિશાની 3, મહારાષ્ટ્રની 6, પંજાબની 2, રાજસ્થાનની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 બેઠકો પર પણ મતદાન થશે.

    રાજ્યસભાની ચૂંટણી માટે 24 મેના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોંધણી પ્રક્રિયા 24મી મેથી શરૂ થશે. રાજ્યસભા માટે 31 મે સુધી નામાંકન દાખલ કરી શકાશે. તે જ સમયે, 1 જૂનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કર્યા પછી, તેમને 3 જૂને ઉમેદવારનું નામાંકન પાછું ખેંચવાની તક આપવામાં આવશે. રાજ્યસભા માટે 10 જૂને મતદાન થશે. સવારે 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી મતદાન થશે. જે બાદ 11 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

    નોંધનીય છે કે ઘણા સભ્યોનો કાર્યકાળ જૂન 2022 થી 1 ઓગસ્ટ 2022ની વચ્ચે સમાપ્ત થઈ રહ્યો છે, જે બાદ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બિહારના કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ, આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીશા ભારતી ઉપરાંત ગોપાલ નારાયણ સિંહ, સતીશ ચંદ્ર દુબે અને શરદ ચંદ્ર યાદવનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે છત્તીસગઢમાં ભાજપના રામવિચાર નેતામ સહિત કોંગ્રેસના છાયા વર્માના નિવૃત્તિને કારણે બે બેઠકો ખાલી થઈ રહી છે. આ બંને સાંસદો 29 જૂને રાજ્યસભામાંથી નિવૃત્ત થશે. નિર્મલા સીતારમણ (ભાજપ) અને પી ચિદમ્બરમ (કોંગ્રેસ) દ્વારા ખાલી કરાયેલી કર્ણાટક અને મહારાષ્ટ્રની બેઠકો પર પણ ચૂંટણી થવાની છે.

    ચૂંટણી પંચે સંબંધિત મુખ્ય સચિવોને રાજ્યમાંથી એક વરિષ્ઠ અધિકારીની નિયુક્તિ કરવા માટે નિર્દેશ આપ્યો છે કે ચૂંટણીના સંચાલન માટે વ્યવસ્થા કરતી વખતે જરૂરી કોવિડ -19 નિયંત્રણ પગલાંનું પાલન કરવામાં આવે.

    નોંધનીય છે કે ગયા મહિને ભાજપ દ્વિવાર્ષિક ચૂંટણીઓ પછી સંસદના ઉપલા ગૃહમાં 100નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો, 1990 પછી આવું કરનાર તે પ્રથમ પક્ષ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વધુ ત્રણ બેઠકો જીતી – આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાંથી એક-એક – ઉપલા ગૃહમાં 101 સાંસદોની સંખ્યા મેળવી છે.

    મોહન પર અસલમે લોખંડના સળિયાથી કર્યો હુમલો.. બે સમુદાય વચ્ચે ભડકી હિંસા, રાજગઢમાં પથ્થરમારો, રમખઆગ ચાંપવાની ઘટનાઓ નોંધાઈ

    મધ્યપ્રદેશના રાજગઢમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, મળતી માહિતી મુજબ એક જમીન વિવાદે હિંસાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રમખાણ થયું હતું. ત્યારબાદ વિસ્તારમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટનાઓ ઘટી, આ ઉપરાંત પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો, રાજગઢમાં ઘટનાસ્થળ પર ભારે માત્રામાં પોલીસ દળ ઉતારી દેવામાં આવ્યું છે. આ સાથેજ બે લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે, આ ઘટના બુધવાર 11 મે 2022 ની છે જ્યારે રાજગઢ મુસ્લિમો દ્વારા રમખાણ કરાયું હતું.

    રાજગઢ માં હિંસા પર પોલીસ ઉચ્ચાધિકારી IPS પ્રદીપ શર્માના નિવેદન પ્રમાણે, “કરેણી ગામ માં બે સમૂહો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, આ દરમિયાન એક દુકાન અને લગભગ ત્રણ જેટલી મોટરસાયકલ માં આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સુધારા ઉપર છે. હુમલાખોરોને કાબુમાં કરવા પોલીસને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો, હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.”

    મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાની સાંજે મોહન ઘરેથી ક્યાંક જવા નીકળ્યા હતા, તે દરમિયાન રસ્તા પર અલ્લા વેલીના બે દીકરા ગોલુ અને અસલમે મોહન પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. મધ્યપ્રદેશના રાજગઢના મોહનના ભાઈ હુકુમચંદે તેને બચાવવાની કોશિશ કરતા તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, ત્યારબાદ મોહન વર્માના પરિવારે પ્રતિરોધ કરતા થોડી જ વારમાં બંને પક્ષેથી લોકોનો ટોળું એકઠું થઈ ગયું હતું, આ દરમિયાન આગ ચાંપવાની ઘટના પણ ઘટી હતી. ઘટનાસ્થળ પર પરિસ્થિતિને સંભાળવા પહોંચેલા પોલીસ દળ તેમજ અન્ય પ્રશાસનિક અધિકારીઓના વાહન ઉપર પણ પથ્થરો વરસાવવામાં આવ્યા હતા.

    આ દરમિયાન ઘર પાસે મુકેલા વાહનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, પોલીસે ઘણી જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્થિતિ ફરી ન વણસે તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઉતારવામાં આવ્યું છે, SP રાજગઢ પ્રમાણે બન્ને પક્ષોના નિવેદનો લેવામાં આવ્યા છે, પોલીસ તપાસમાં દોષિત સાબિત થનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઉડતા વિમાનમાં બેભાન થયો પાયલોટ, પછી એક યાત્રીએ ઉડાવ્યું પ્લેન; લેન્ડ પણ કરાવ્યું, કહ્યું મને વિમાન ઉડાડતા નથી આવડતું

    વીમાન ઉડાડવાના અનુભવ વગરના એક યાત્રી દ્વારા વિમાન જમીન ઉપર ઉતારવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ફ્લોરિડાની છે, જ્યાં બહામાસ થી ફ્લોરીડા માટે સેસના 208 કારવાં નામના હળવા વિમાનની ઉડાન બાદ તબિયત લથડતા પાયલોટ બેભાન થયો હતો, અપાતકાલીન સ્થિતિમાં એક યાત્રીએ ટ્રાફિક કંટ્રોલ વિભાગની મદદથી સુરક્ષિત રીતે વિમાન લેન્ડ કરાવ્યું હતું, આ ઘટના મંગળવાર (10 મે 2022)ના રોજ ઘટી હતી, બીનાનુભવી યાત્રીએ ઉડાવ્યું પ્લેન

    મેલ ઓનલાઈનના રીપોર્ટ પ્રમાણે યાત્રીને એર કંટ્રોલ વિભાગને કહેતા સાંભળી શકાય છે કે “અહી મારી સ્થિતિ ગંભીર છે, મારો પાયલોટ બેભાન થઇ ગયો છે, મને નથી ખબર વિમાન કેવીરીતે ઉડાડવામાં આવે છે.”

    તેના જવાબમાં એયર ટ્રાફિક કંટ્રોલરે ઉત્તર આપ્યો
    “રોજર, આપની સ્થિતિ શું છે?”

    બેનામ યાત્રીએ કહ્યું કે ” મને નથી ખબર, હું મારી સામે ફ્લોરીડાનો તટ જોઈ શકું છું, મને કોઈ અંદાજ નથી આવી રહ્યો.”

    ફોર્ટ પિયર્સ ના અધિકારીએ અચંભિત અધિકારીએ કહ્યું કે તે તેના લોકેશનને જાણવાની કોશિશ કરી રહ્યો છે.

    આગળ તેમણે કહ્યું કે “પાંખડાની ગતિને નિર્ધારિત રાખો, અને ઉત્તર કે દક્ષિણમાં તટની દિશા તરફ આગળ વધતા રહો. અમે તમારી સ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.”

    લગભગ ચાર મીનીટના આ ઓડિયોમાં તે બંને વચ્ચે થયેલી વાતચીતને ટવીટમાં સાંભળી શકાય છે.

    આગળ આ બેનામ યાત્રી પૂછે છે, ” શું હજું તમે મને લોકેટ કરી શક્યાં છો? મારાથી મારી એનએવી સ્ક્રીન ચાલું નથી થઇ રહી, શું તમારી પાસે આની કોઈ જાણકારી છે?”

    અને મજાની વાત તો એ છે કે પાયલોટ બનેલા આ બેનામ યાત્રીને અંતે બોકા રેટનના તટ નજીક ઉડતો લોકેટ કરી લેવામાં આવ્યો, અને પામ બીચ એરપોર્ટ એયર ટ્રાફિક કંટ્રોલર સાથે તેનો સંપર્ક કરવામાં સફળતા મળી. જેના થકી આગળ વિમાનને કેવીરીતે ઉતારવું તે સમજાવવામાં આવ્યું.

    બીજીતરફ મીડિયા રીપોર્ટ અનુસાર એસીબી ન્યુઝના માધ્યમથી એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ ઘટનામાં શામેલ નિયંત્રક એક પ્રમાણિત ફ્લાઈટ ઈસ્ટ્રકટર હતા, જેમને સેસના એયરક્રાફ્ટ સાથે કામ કરવાનો અનુભવ હતો, તેમણે કોકપીટના લેઆઉટની એક પ્રિન્ટ કાઢી અને તેનો ઉપયોગ યાત્રીને વિમાન ઉડાડવા અને લેન્ડ કરાવવાની આખી પ્રણાલી સમજાવવા કર્યો.

    એકંદરે કહી શકાય કે થોડીક કોઠાસુજ અને સમજદારીના કારણે થોડી અનિયંત્રિત પણ સુરક્ષિત લેન્ડીંગ શક્ય બન્યુ.

    ત્યાંજ વિમાનનાં જમીન પર ઉતરતાજ પાયલોટને તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવ્યો,જોકે તેની સ્થિતિ અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ તાજેતરમાં આ કિસ્સો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,

    રાજકોટમાં સાકીર રફિક કાદિવાર અને અબ્દુલ અસલમ અજમેરી દ્વારા પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવાથી મિથુન ઠાકુર નામના હિન્દુ યુવાનની હત્યા

    રાજકોટમાં એક હિન્દુ યુવાને એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવી છે. રાજ્યના રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ યુવતીના ભાઈઓએ યુવકને માર મારીને હત્યા કરી નાખી હતી.

    મળતી માહિતી મુજબ બિહારથી રાજકોટ નોકરી માટે આવેલ મિથુન ઠાકુર નામના યુવકને નજીકમાં રહેતી મુસ્લિમ યુવતી સુમૈયા કાદિવાર સાથે પ્રેમ થયો હતો અને બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ જ્યારે છોકરીના ભાઈ સાકીરને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો અને પોતાના મિત્ર અબ્દુલ અને અન્ય 3 સાથે મળીને છોકરાને એવો ઢોર માર માર્યો કે તેનું મોત થઈ ગયું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર યુવકનો પરિવાર બિહારનો છે અને તે રાજકોટમાં નોકરી કરતો હતો. તેના પિતા બિપિન અને યુવક મિથુન બંને ખાનગી ફેક્ટરીમાં કામ કરતા હતા.

    ગત સોમવારે મિથુન ઠાકુરે સવારે લગભગ 10 વાગે સુમૈયાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ તેના ભાઈ સાકિરે કોલનો જવાબ આપ્યો હતો. તેણે મિથુન ઠાકુરને ભયંકર પરિણામોની ધમકી આપી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાકીર તેને સુમૈયાથી દૂર રહેવાની ધમકી આપતો હતો. ત્યારબાદ ઘર્ષણ વધી જતા સાકીર અને ત્રણ અજાણ્યા લોકો મિથુનના ઘરે પહોંચી ગયા અને તેને ઢોર માર માર્યો. એક પાડોશીએ તેને ઘરમાં બેભાન પડેલો જોઇ અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ સાથે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. ઠાકુરે બુધવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો.

    બુધવારે જ્યારે સુમૈયાને મિથુનના મૃત્યુની ખબર પડી તો તેણે પોતાનું કાંડું કાપીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. બુધવારે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સુમિયાના માતા-પિતા છૂટાછેડા પામેલા છે અને તેની માતા પણ એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાએ જણાવ્યું હતું કે, “અમે પીડિતાના પિતાની ફરિયાદ લીધી છે અને સાકીર અને તેના એક સહયોગીની ધરપકડ કરી છે.” ઠાકુર અને તેના પિતા બિપિન રાજકોટમાં રહેતા હતા અને એક ફેક્ટરીમાં કામ કરતા હતા. યુવતીના ભાઈ સાકીર રફિક કાદિવાર તથા એક મિત્ર અબ્દુલ અસલમ અજમેરીની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પહેલા હૈદરાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. તેલંગાણાના હૈદરાબાદ 5 હુમલાખોરો દ્વારા નાગારાજુ નામના દલિત યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. નાગારાજુ નામના દલિત યુવકે મુસ્લિમ યુવતી સૈયદ અશરીન સાથે લગ્ન કરતા તેની ક્રૂર રીતે હત્યા થઇ હોવાનું કારણ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ સરુર નગર પોલીસ સ્ટેશનની હદમાં, તલાટી કચેરીની સામે જ મુસ્લિમ યુવતીને પ્રેમ અને તેની સાથે લગ્ન કરવા બદલ અશરીનના ભાઈ અને બનેવીએ ધારદાર તીક્ષ્ણ હથિયારથી નાગારાજુની હત્યા કરી હતી, જે અંતર્ગત પોલીસે અશરીનના ભાઈ અને બનેવીની ધરપકડ કરી હતી.

    ઉત્કર્ષ સમારોહ દરમિયાન ભાવુક થયા પીએમ મોદી, લાભાર્થી અયુબ પટેલને કહ્યું- “દીકરીઓના અભ્યાસ માટે જરૂર પડે તો મને કહેજો”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (12 મે 2022) ભરૂચ ખાતે આયોજિત ‘ઉત્કર્ષ સમારોહ’માં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને સંબોધન કર્યું હતું ઉપરાંત કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ દરમિયાન એક લાભાર્થી અયુબ પટેલ અને તેમની પુત્રી સાથે ચર્ચા કરતી વખતે પીએમ ભાવુક થઇ ગયા હતા.

    સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરતી વખતે પીએમ ભાવુક થઇ ગયા હતા. એક દિવ્યાંગ લાભાર્થી સાથે વાત કરતી વખતે તેમણે તે વ્યક્તિની પુત્રીને ડોક્ટર બનાવવા માટેનું સપનું સાકાર કરવામાં મદદ કરવાનું વચન પણ આપ્યું હતું.

    કાર્યક્રમ દરમિયાન લાભાર્થી અયુબ પટેલ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ તેમને તેમની પુત્રીઓના અભ્યાસ અંગે પૂછ્યું હતું. જે બાદ જાણકારી આપતા અયુબ પટેલે જણાવ્યું હતું કે, તેમની એક પુત્રીને RTE હેઠળ એડમિશન મળ્યું હોવાથી તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. જ્યારે બાકીની બંને પુત્રીઓના અભ્યાસ અંગે વડાપ્રધાને પૂછતાં તેમણે કહ્યું કે, “જ્યારથી તમે સરકારમાં આવ્યા છો ત્યારથી એ બંનેને પણ શિષ્યવૃત્તિ મળી રહી છે.”

    જે બાદ વડાપ્રધાને તેમની પુત્રીઓ આગળ શું અભ્યાસ કરવા માંગે છે તેમ પૂછતા અયુબ પટેલે કહ્યું હતું કે, તેમની મોટી પુત્રીનું આજે જ પરિણામ આવ્યું છે અને તે ડોક્ટર બનવા માંગે છે. જે બાદ બાજુમાં ઉભેલી તેમની પુત્રી સાથે પણ પીએમએ સંવાદ કર્યો હતો. પરંતુ આ દરમિયાન અયુબ પટેલની પુત્રીએ ભાવુક થઈને કહ્યું હતું કે, તે તેના પિતાની તકલીફના કારણે ડોક્ટર બનવા માંગે છે.

    આ સાંભળીને વડાપ્રધાન પણ ભાવુક થઇ ગયા હતા અને થોડી ક્ષણો મૌન રહ્યા હતા. વડાપ્રધાને અયુબ પટેલને કહ્યું હતું કે, “પુત્રીઓના સપનાં પૂરાં કરવાના પ્રયત્નો કરજો અને કંઇક તકલીફ પડે તો મને પણ જણાવજો.” જે બાદ વડાપ્રધાને અયુબ પટેલ સાથે રસીકરણ અને ઇદના તહેવારને લઈને પણ ચર્ચા કરી હતી.

    ઉપરાંત, કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આજનો આ ઉત્કર્ષ સમારોહ એ વાતની સાબિતી છે કે જ્યારે સરકાર ઈમાનદારીથી એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચાડે ત્યારે કેટલા સાર્થક પરિણામો મળે છે. હું ભરૂચ જિલ્લા તંત્રને અને ગુજરાત સરકારને સામાજિક સુરક્ષા સાથે સબંધિત ચાર યોજનાઓના સો ટકા અમલ માટે અભિનંદન પાઠવું છું.

    વડાપ્રધાને બુધવારે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્કર્ષ સમારોહને સંબોધિત કરશે. વધુમાં જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, વિધવાઓ, વૃદ્ધો અને નિરાશ્રિત નાગરિકોને મદદ પૂરી પાડવા માટેની યોજનાઓનું સંપૂર્ણ કવરેજ કરવા માટે ભરૂચ જિલ્લા તંત્રે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ‘ઉત્કર્ષ પહેલ’ અભિયાન ચલાવ્યું હતું.

    ગુજરાત કોંગ્રેસમાં ભડકા યથાવત: સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત 100થી વધુ યુવા કાર્યકરોના રાજીનામા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા આવતા ગુજરાતનાં ખૂણે ખૂણેથી કોંગ્રેસ સંગઠનમાં ગાબડાં જોવા મળી રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં એક સાથે 100થી પણ વધુ યુવા નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપવાનો કિસ્સો સામે આવ્યો છે.

    મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના એનએસયુઆઇ પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ જિલ્લાના 100થી વધુ યુવા નેતાઓ સાથે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. NSUI જિલ્લા પ્રમુખ તથા કોંગ્રેસનાં પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપતા ચુડાસમાએ એ જણાવ્યુ કે પાર્ટી હાઈક્માંડ તરફથી યુવા નેતાઓ તથા કાર્યકર્તાઓને યોગ્ય સન્માન અને નોંધ ના મળતા એમણે આ પગલું ઉઠાવ્યું છે.

    જિલ્લા NSUI પ્રમુખ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ પણ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જેની પાછળનું કારણ પણ કોંગ્રેસ સંગઠન દ્વારા યુવા નેતાઓ તરફ સેવાતો દુર્લક્ષ જ માનવમાં આવી રહ્યો છે.`

    આ પહેલી વાર નથી કે કોઈ ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપ્યા હોય. આ પહેલા 2020ની પેટા ચૂંટણી પહેલા પણ સુરેન્દ્રનગર કોંગ્રેસના પંચાયતના સભ્યો સમેત 150થી વધુ નેતાઓએ કોંગ્રેસમાથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતા જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા ચાલુ

    ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ ગુજરાતનાં જીલ્લે જીલ્લેથી, ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં કહલની ઘટનાઓ સામે આવ્યા જ કરે છે. હાર્દિક પટેલ અને ઇંદ્રનીલ રાજગુરુ જેવા મોટા નેતાઓ હોય કે સામાન્ય કાર્યકર્તા હોય, સૌ કોઈ કોંગ્રેસથી દૂર જવા માટેના જ પ્રયત્નમાં જોવા મળી રહ્યા છે.

    આ પહેલા ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રવકતા અને દિગ્ગજ કોંગ્રેસનેતા કૈલાશ ગઢવીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારે કોંગ્રેસની નેતાગીરી પર પ્રશ્ન ઉઠાવતા ટ્વિટ દ્વારા કહ્યું હતું કે, ‘સત્તા મેળવવા કે સરકાર બનાવવાના મક્કમ નિર્ધારના અભાવે કોંગ્રેસની નેતાગીરી લાંબા સમયથી ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે.- ચાલો કંઈક નવું કરીએ’

    થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના દીકરા ફૈઝલે પણ પક્ષ તરફ પોતાની નારાજગી દર્શાવી હતી. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને પોતાની વ્યથા દર્શાવતા જણાવ્યુ છે કે, ‘હું રાહ જોઇને થાકી ગયો છું. કોઇ પ્રોત્સાહન મળી નથી રહ્યુ. મારા પાસે વિકલ્પો ખુલ્લાં છે.’ 

    આ પહેલા કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય તથા સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ કોંગ્રેસનાં પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને આપમાં જોડાયા હતા.

    કોંગ્રેસ નેતાઓના રાજીનામાં આટલે અટકતા નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલતા જયરાજસિંહે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી.

    ગુજરાત કોંગ્રેસનાં સ્થાનિક જિલ્લા સંગઠનોમાંથી પણ હમણાં હમણાં ઘણા કોંગ્રેસ નેતાઓના રાજીનામાં પડ્યા છે. ગત મહિને જ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી કે પી બથવારે રાજીનામું આપી દીધું હતું જે બાદ જામનગર જિલ્લા કોંગ્રેસનાં મંત્રી ગોવિંદ પટેલે પીએન રાજીનામું આપી દીધું હતું.

    આ પહેલા ગત મહિને અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, ‘હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.’

    અમદાવાદની નજીક આવેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસ છોડવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું હતું. તો રેકોર્ડ 11 વખત ધારાસભ્ય રહી ચુકેલા મોહનસિંહ રાઠવાએ અગામી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આમ ગુજરાત કોંગ્રેસને અસંતુષ્ટ નેતાઓની અલગ અલગ તકલીફો અને ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

    કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક દિવસથી પાર્ટી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે આ મહિનાની શરૂઆતમાં જ કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અને ખેડબ્રહ્માથી ત્રણ વાર ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ વિધિવત રીતે વિજય મુહુર્ત એટલેકે 12:39 એ ભાજપામાં જોડાયા હતા.

    આમ ગુજરાત ચૂંટણી નજીક આવતા આવતા ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતાઓ કાર્યકર્તાઓ પોતાના પક્ષનો સાથ છોડીને જઇ રહ્યા છે.

    જ્ઞાનવાપી ચુકાદો: કોર્ટે મસ્જિદના વિવાદિત માળખાના વિડિયોગ્રાફિક સરવેને મંજૂરી આપી, કમિશનરને પણ યથાવત રખાયા

    આજે વારાણસીની અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતા વિવાદિત માળખાના વિડિયોગ્રાફિક સર્વેક્ષણ પ્રક્રિયાને વિરોધ કરી વચ્ચેથી અટકાવ્યાના દિવસો પછી ફરી મંજૂરી આપી છે. વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરે તેના માટે માર્ગદર્શિકા જારી કરી છે અને ઉમેર્યું છે કે હવે સર્વે હાથ ધરવામાં આવશે અને 17 મે સુધીમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

    જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વિરોધ છતાં કોર્ટે કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો પણ ઇનકાર કર્યો હતો.

    અહેવાલ મુજબ, એવું પણ જાણવા મળે છે કે વિવાદિત માળખાના ભોંયરાને પણ ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આ અઠવાડિયાની શરૂઆતમાં, કોર્ટે વિવાદિત માળખાના વિડિયોગ્રાફિક સર્વેક્ષણ પ્રક્રિયાનો આદેશ આપ્યો હતો, જે મુઘલો દ્વારા નાશ પામેલ મૂળ કાશી વિશ્વનાથ મંદિર હોવાનું માનવામાં આવે છે. સર્વેની કામગીરી મુસ્લિમ ટોળાએ દરવાજાને અવરોધિત કર્યા પછી અને ટીમને પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા પછી અટકાવવામાં આવી હતી.

    વારાણસીમાં કોર્ટ દ્વારા નિર્દેશિત દસ્તાવેજીકરણ અટકાવ્યા પછી, પ્રક્રિયામાં સામેલ સર્વેક્ષણ ટીમની સાથે આવેલા એક વિડીયોગ્રાફરે મસ્જિદની દિવાલોની બહારની બાજુએ સ્વસ્તિક, નંદી (શિવ સાથે સંકળાયેલ બળદ) અને કમળની રચનાઓ સહિત હિન્દુ મૂર્તિઓની હાજરી હોવાનું જાહેર કર્યું હતું.

    વિડીયોગ્રાફરે કહ્યું હતું, “આજે અમે મંદિરની દિવાલો પર બે જગ્યાએ સ્વસ્તિક પ્રતીકો જોયા. ચારે બાજુ કમળના સંખ્યાબંધ પ્રતીકો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે મંદિરની પશ્ચિમી દિવાલ પર દેવી ગણેશની છબીઓ જોઈ છે (દાવા પ્રમાણે), તેણે કહ્યું, “હા, પરિક્રમા કરતી વખતે અમે નંદી અને અન્ય હિંદુ ધાર્મિક પ્રતીકો જોયા.”

    ટીમના સભ્યોએ કહ્યું કે ટોળાએ તેમને દરવાજો બંધ કરીને અંદર જતા અટકાવ્યા હતા અને તેથી સ્થાનિક વહીવટી અધિકારીઓએ તેમને પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી.

    અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને રાજ્યના સર્વેક્ષણને લગતા તમામ દસ્તાવેજી પુરાવાઓ રેકોર્ડ પર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો જેમાં કથિત રીતે મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. ભગવાન વિશ્વેશ્વરના આગામી મિત્ર, એડવોકેટ રસ્તોગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મિલકત હંમેશા હિંદુ સંપત્તિ છે કારણ કે જમીન ‘સ્વયંભુ’ (સ્વયં પ્રગટ) ભગવાન વિશ્વેશ્વરની છે અને ઔરંગઝેબને જમીન હસ્તગત કરવાનો કોઈ અધિકાર નથી. જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં સ્થિત છે જ્યાં હિન્દુઓ માને છે કે વિશ્વેશ્વર હજુ પણ વિવાદિત સંકુલમાં બિરાજમાન છે.’

    ‘જયપુર રાજ પરિવારની જમીન પર બન્યો છે તાજમહેલ’ : રાજકુમારીનો દાવો, કહ્યું- તમામ પુરાવા ઉપલબ્ધ, કોર્ટને આપવા તૈયાર

    ઘણા સમયથી તાજમહેલ અંગે કહેવામાં આવે છે કે ત્યાં અગાઉ મંદિર હતું. બીજી તરફ તેના દરવાજા ખોલવા માટે પણ અરજી કરવામાં આવી છે. દરમ્યાન આગ્રાના તાજમહેલને લઈને જયપુરના રાજવી પરિવારનાં સભ્ય અને ભાજપના સાંસદ દિયાકુમારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલ જ્યાં તાજમહેલ સ્થિત છે તે જમીન તેમની હતી. બીજેપી સાંસદનું કહેવું છે કે જે જગ્યાએ તાજમહેલ છે ત્યાં પહેલાં તેમનો મહેલ હતો.

    તાજમહેલના બંધ દરવાજા ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની પ્રશંસા કરતા દિયાકુમારીએ કહ્યું કે તેનાથી સત્ય બહાર આવશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો છે, જેનાથી સાબિત થાય છે કે તાજમહેલ જયપુરના જુંના શાહી પરિવારનો મહેલ હતો. જેની ઉપર મુઘલ આક્રમણકારોએ કબજો જમાવી લીધો હતો પરંતુ તે દરમિયાન મુઘલોનું શાસન હોવાથી રાજ પરિવાર વિરોધ કરી શક્યો ન હતો.

    બીજેપી સાંસદ દિયાકુમારી કહે છે કે તેઓ એમ નહીં કહે કે તાજમહેલ તોડી નાંખવો જોઈએ. પરંતુ તાજમહેલના બંધ ઓરડાઓ ખોલાવા જોઈએ. તેના કેટલાક ભાગો લાંબા સમયથી બંધ રહ્યા છે ત્યારે તેની તપાસ થવી જોઈએ અને ખોલવામાં આવવા જોઈએ. જેથી ત્યાં શું હતું અને શું નહીં તેની તપાસ થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય રીતે તપાસ થશે તો તમામ હકીકતો બહાર આવશે.

    ‘તમામ દસ્તાવેજો ઉપલબ્ધ’

    દિયા કુમારીએ કહ્યું કે, તેમના ડોકયુમેન્ટ ટ્રસ્ટના પોથી ખાનામાં તાજમહેલ સબંધિત તમામ દસ્તાવેજો હજુ પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે એ જમીન જયપુર રાજ પરિવારની હતી. પરંતુ મુઘલ શાસન દરમિયાન મહેલ શાહજહાંને પસંદ પડી ગઈ હતી અને જે પછી તેણે કબજો મેળવી લીધો હતો.

    તાજમહેલની જગ્યાએ મંદિર હતું કે નહીં તે પ્રશ્ને તેમનું કહેવું છે કે હજુ સુધી તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોર્ટ આ દસ્તાવેજો માંગશે તો તેઓ પૂરા પાડવા માટે તૈયાર છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે 2017 માં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જયપુરના મહારાજાને શાહજહાંએ મજબુર કર્યા હતા.

    તાજમહેલના દરવાજા ખોલવા માટે થઇ છે અરજી

    અહીં નોંધવું જરૂરી છે કે અલાહાબાદની લખનઉ બેચમાં ડૉ. રજનીશે તાજમહેલના બંધ દરવાજા ખોલવા માટે અરજી દાખલ કરી છે. રજનીશ અયોધ્યા જિલ્લામાં ભાજપના મીડિયા ઇન્ચાર્જ છે. તેમણે દાખલ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલમાં સ્થિત 20 તાલબંધ ઓરડાઓ ખોલવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને નિર્દેશ આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઓરડાઓમાં હિંદુ દેવી-દેવતાઓ અને પ્રાચીન સનાતન સાહિત્ય પુરાલેખો સંગ્રહવામાં આવ્યા છે.

    રજનીશ સિંહે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયમાં RTI દાખલ કરી હતી. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઓરડાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંદર્ભે કોઈ વિવરણ અપાયું ન હતું. ઉલ્લેખનીય છે કે તાજમહેલ શિવ મંદિર ‘તેજો મહાલય’ હોવાની વાતો પણ ઘણા સમયથી ચાલી રહી છે.

    લાઉડસ્પીકર વિવાદ કર્ણાટક પહોંચ્યો : લાઉડસ્પીકરના ઉપયોગ પર કર્ણાટક સરકારનો આંશિક પ્રતિબંધ

    મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરને લઈને શરૂ થયેલો વિવાદ હવે અન્ય રાજ્યોમાં પણ પ્રસરી રહ્યો છે. હવે કર્ણાટક સરકારે લાઉડસ્પીકરના ઉપયોગ પર આંશિક પ્રતિબંધ લાગુ કરી દીધો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ણાટક રાજ્યમાં પણ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હશે.

    મંગળવારે (10 મે, 2022) કર્ણાટક સરકારે ધ્વનિ પ્રદુષણ નિયંત્રણ સબંધિત નિયમો હેઠળના 2002 ના આદેશનો હવાલો આપીને એક પરિપત્ર જારી કર્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીમાં ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, કોમ્યુનિટી હોલ અને બેન્કવેટ હોલને છોડીને ક્યાંય લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, જેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે 15 દિવસની અંદર સબંધિત અધિકારીઓ પાસેથી અનુમતિ લેવી પડશે.

    તદુપરાંત, જણાવવામાં આવ્યું છે કે જેમને જ્યાં પરવાનગી આપવામાં ન આવી હોય ત્યાં લાઉડસ્પીકર કે અન્ય ધ્વનિ ઉત્પાદક સાધનો સ્વૈચ્છિક રીતે હટાવી લે અથવા સમય પૂર્ણ થયા બાદ સબંધિત અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. તદુપરાંત, ધ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમોની જોગવાઈઓ અનુસાર, લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમની પરવાનગી માંગતી અરજી પર નિર્ણય લેવા માટે વિવિધ સ્તરે વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.

    લાઉડસ્પીકર મામલે વિવાદ વધતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, મુખ્ય સચિવ, એડિશનલ એડવોકેટ જનરલ, ગૃહ વિભાગના અધિકારીઓ તેમજ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ આ મામલે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.

    બેઠક બાદ કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગાઈડલાઈન અનુસાર, રાત્રે દસથી સવારે 6 સુધીમાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. નિયત ડેસીબલ હેઠળ લાઉડસ્પીકરના ઉપયોગ માટે સબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવી પડશે. 15 દિવસની અંદર લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા સંસ્થાન દ્વારા પરવાનગી લેવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. લાઉડસ્પીકરો હટાવવામાં આવશે અને આવા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.

    શ્રીરામ સેનાએ ઉચ્ચારી હતી ચીમકી

    મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવ્યા બાદ કર્ણાટકમાં પણ શ્રીરામ સેના દ્વારા લાઉડસ્પીકર અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે 15 દિવસ પહેલાં ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકરને લઈને કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો 9 મેથી કર્ણાટકના મંદિરોમાંથી પણ લાઉડસ્પીકરથી ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવશે.

    શ્રીરામ સેનાના પ્રમુખે નિવેદન આપતા કહ્યું હતું કે, “હું ચેતવણી આપી રહ્યો છું. મુસ્લિમ સંગઠનોની જીદથી વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. તમારી પ્રાર્થનાઓ અને નમાઝ હોસ્પિટલના દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને પરેશાન કરી રહી છે. તેથી કાં તો તમે ડેસિબલ લેવલ ઘટાડો અથવા અમે અમારી રીતે કાર્યવાહી કરીશું.”

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા નોંધ્યું હતું કે, અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ મૌલિક અધિકાર નથી. કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે, કોઈ પણ ધર્મ પૂજા કે ઈબાદત માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી આપતો નથી.

    છ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કરવા વાળા મદ્રેસાના મૌલવી અબ્દુલ રહીમને ઉંમરકેદની સજા,ન્યાયાધીશે લખી કવિતા- તને રડાવવા વાળા દુષ્ટ રાક્ષસને….

    રાજસ્થાનના કૉટા જિલ્લામાં છ વર્ષની માસુમ બાળકી સાથે મદ્રેસામાં બળાત્કાર કરવાના મામલામાં દોષી સાબિત થયેલા મદ્રેસાના મોલવી અને ઉર્દૂ ભણાવતા મૌલવી અબ્દુલ રહીમને અદાલતે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે, અપરાધી મૌલવી ઉપર એક લાખનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પીડિત બાળકી સાથે બળાત્કારની ઘટના 2021માં ઘટી હતી, સજા સંભળાવતી વખતે સ્પેશિયલ જજ દિપક દુબે ભાવુક થયા હતા, તેમણે પીડિત બાળકી માટે પોતે લખેલી કવિતા કોર્ટ રુમમાં સંભળાવી હતી. છ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કરવા વાળા મૌલવીને ઉમરકેદની સજા કરી હતી.

    તસ્વીર સાભાર opindia hindi

    આ પંક્તિઓ કોટાનાં પોક્સો કોર્ટનાં આદેશમા નોંધવામાં આવી છે

    પાંચ મહિના જુના આ મામલાનો પોક્સો કોર્ટે મંગળવારે મદ્રેસા મૌલવી અબ્દુલ રહીમને તેના અંતિમ સ્વાસ સુધી જેલની સજા ફટકારી છે, સાથેજ 1 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો હતો. અબ્દુલ રહીમની ઉમર 43 વર્ષ છે, તે કોટાના રામપુરાનો રહેવાસી છે, અબ્દુલ રહીમ વ્યવસાયે મૌલવી છે, અને મદ્રેસાનાં બાળકોને ઉર્દુ ભણાવતો હતો. તેણે ટ્યુશનમાં ભણવા આવેલી 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારી અબ્દુલ રહીમ પોતે 4 બાળકોનો પિતા છે, તેને એક દિકરી અને ચાર દિકરા છે. અબ્દુલ 4 મહિના પહેલા પિડીત બાળકીનાં ગામમાં આવ્યો હતો, અહીં તે મદ્રેસામાં રહેતો હતો, ગયા વર્ષે 14 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

    પ્રાપ્ત વિગતો અનુસાર દીગોન પોલીસ ચોકીએ 13 નવેમ્બરે 2021ના રોજ એક વ્યક્તિએ આવીને ફરિયાદ દાખલ કરાવી હતી કે તેની 6 વર્ષની બાળકી બપોરે 3 વાગ્યે મદ્રેસામાં ભણવા જાય છે, ત્યાં કોટાથી આવેલા મૌલવી બાળકોને ભણાવે છે. તે વ્યક્તિએ કહ્યું હતું કે તેમાં તેની 6 વર્ષની બાળકી પણ શામેલ છે, બાળકી મદ્રેસાથી પરત ફરીને ખુબજ રડી રહી હતી. બાળકીની માંએ અને કાકીએ બાળકીને રડવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે મદ્રેસાના મૌલવીએ તેને રૂમમાં બોલાવીને દુષ્કૃત્ય કર્યું હતું. પિતાના નિવેદન ઉપર પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બાળકીનું 164 હેઠળ નિવેદન લેવાયુ હતું , સાથે જ મૌલવીનો પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેનો DNA પણ મેચ થયો હતો.

    ખાસ સરકારી વકીલ લલિત શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના નવેમ્બર મહિનાની છે. આ કેસમાં સાડા 4 મહિના ટ્રાયલ ચાલી હતી. પોલીસે જાન્યુઆરીમાજ ચાર્જશીટ દાખલ કરી હતી. અદાલતમાં 13 સાક્ષીઓ અને 23 દસ્તાવેજ હાજર કરવામાં આવ્યા હતા, આ તમામ પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને દોષી માનીને સજા સંભળાવી છે.