Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્ય સભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત: 15 રાજ્યોની 57 બેઠકો માટે 10...

  રાજ્ય સભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત: 15 રાજ્યોની 57 બેઠકો માટે 10 જૂને યોજાશે ચૂંટણી, 11 તારીખે પરિણામ આવશે

  રાજ્યસભામાં નિવૃત્ત થનારા સભ્યો બાદ ખાલી પડનારી બેઠકો માટે થનારી ચૂંટણીઓ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. આ ચૂંટણીઓ સરકાર અને વિપક્ષ બંને માટે ખૂબ મહત્ત્વની છે.

  - Advertisement -

  ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂનના રોજ ચૂંટણી યોજાશે. 15 રાજ્યોમાંથી ચૂંટાયેલા રાજ્યોની પરિષદના 57 સભ્યોનો કાર્યકાળ જૂન-ઓગસ્ટ 2022 વચ્ચે તેમની નિવૃત્તિ પર સમાપ્ત થવાનો છે. એ જ દિવસે મતગણતરી થશે. આ રાજ્ય સભા ચૂંટણી રસપ્રદ થવાની પૂરી સંભાવના છે.

  15 રાજ્યોમાં આવેલ રાજ્યસભાની 52 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો છે. તે પછી મહારાષ્ટ્ર અને તમિલનાડુ આવે છે – બંને રાજ્યમાં છ-છ સીટો. અન્ય રાજ્યો જ્યાં ચૂંટણી થવાની છે તેમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

  રાજ્ય સભા ચૂંટણી અંતર્ગતની આ બેઠકોમાં આંધ્રપ્રદેશની 4 બેઠકો, તેલંગાણાની 2 બેઠકો, છત્તીસગઢની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, તમિલનાડુની 6 બેઠકો, કર્ણાટકની 4, ઓડિશાની 3, મહારાષ્ટ્રની 6, પંજાબની 2, રાજસ્થાનની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 બેઠકો પર પણ મતદાન થશે.

  - Advertisement -

  રાજ્યસભાની ચૂંટણી માટે 24 મેના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોંધણી પ્રક્રિયા 24મી મેથી શરૂ થશે. રાજ્યસભા માટે 31 મે સુધી નામાંકન દાખલ કરી શકાશે. તે જ સમયે, 1 જૂનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કર્યા પછી, તેમને 3 જૂને ઉમેદવારનું નામાંકન પાછું ખેંચવાની તક આપવામાં આવશે. રાજ્યસભા માટે 10 જૂને મતદાન થશે. સવારે 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી મતદાન થશે. જે બાદ 11 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

  નોંધનીય છે કે ઘણા સભ્યોનો કાર્યકાળ જૂન 2022 થી 1 ઓગસ્ટ 2022ની વચ્ચે સમાપ્ત થઈ રહ્યો છે, જે બાદ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બિહારના કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ, આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીશા ભારતી ઉપરાંત ગોપાલ નારાયણ સિંહ, સતીશ ચંદ્ર દુબે અને શરદ ચંદ્ર યાદવનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે છત્તીસગઢમાં ભાજપના રામવિચાર નેતામ સહિત કોંગ્રેસના છાયા વર્માના નિવૃત્તિને કારણે બે બેઠકો ખાલી થઈ રહી છે. આ બંને સાંસદો 29 જૂને રાજ્યસભામાંથી નિવૃત્ત થશે. નિર્મલા સીતારમણ (ભાજપ) અને પી ચિદમ્બરમ (કોંગ્રેસ) દ્વારા ખાલી કરાયેલી કર્ણાટક અને મહારાષ્ટ્રની બેઠકો પર પણ ચૂંટણી થવાની છે.

  ચૂંટણી પંચે સંબંધિત મુખ્ય સચિવોને રાજ્યમાંથી એક વરિષ્ઠ અધિકારીની નિયુક્તિ કરવા માટે નિર્દેશ આપ્યો છે કે ચૂંટણીના સંચાલન માટે વ્યવસ્થા કરતી વખતે જરૂરી કોવિડ -19 નિયંત્રણ પગલાંનું પાલન કરવામાં આવે.

  નોંધનીય છે કે ગયા મહિને ભાજપ દ્વિવાર્ષિક ચૂંટણીઓ પછી સંસદના ઉપલા ગૃહમાં 100નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો, 1990 પછી આવું કરનાર તે પ્રથમ પક્ષ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વધુ ત્રણ બેઠકો જીતી – આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાંથી એક-એક – ઉપલા ગૃહમાં 101 સાંસદોની સંખ્યા મેળવી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં