Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટમાં સાકીર રફિક કાદિવાર અને અબ્દુલ અસલમ અજમેરી દ્વારા પોતાની બહેન સાથે...

  રાજકોટમાં સાકીર રફિક કાદિવાર અને અબ્દુલ અસલમ અજમેરી દ્વારા પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવાથી મિથુન ઠાકુર નામના હિન્દુ યુવાનની હત્યા

  રાજકોટમાં એક મુસ્લિમ યુવતી જેને હિંદુ યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો તે યુવાનની આ યુવતીના ભાઈએ હત્યા કરી દીધી હતી. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશને આગલી કાર્યવાહી હાથ ધરી છે.

  - Advertisement -

  રાજકોટમાં એક હિન્દુ યુવાને એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવી છે. રાજ્યના રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ યુવતીના ભાઈઓએ યુવકને માર મારીને હત્યા કરી નાખી હતી.

  મળતી માહિતી મુજબ બિહારથી રાજકોટ નોકરી માટે આવેલ મિથુન ઠાકુર નામના યુવકને નજીકમાં રહેતી મુસ્લિમ યુવતી સુમૈયા કાદિવાર સાથે પ્રેમ થયો હતો અને બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ જ્યારે છોકરીના ભાઈ સાકીરને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો અને પોતાના મિત્ર અબ્દુલ અને અન્ય 3 સાથે મળીને છોકરાને એવો ઢોર માર માર્યો કે તેનું મોત થઈ ગયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર યુવકનો પરિવાર બિહારનો છે અને તે રાજકોટમાં નોકરી કરતો હતો. તેના પિતા બિપિન અને યુવક મિથુન બંને ખાનગી ફેક્ટરીમાં કામ કરતા હતા.

  - Advertisement -

  ગત સોમવારે મિથુન ઠાકુરે સવારે લગભગ 10 વાગે સુમૈયાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ તેના ભાઈ સાકિરે કોલનો જવાબ આપ્યો હતો. તેણે મિથુન ઠાકુરને ભયંકર પરિણામોની ધમકી આપી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાકીર તેને સુમૈયાથી દૂર રહેવાની ધમકી આપતો હતો. ત્યારબાદ ઘર્ષણ વધી જતા સાકીર અને ત્રણ અજાણ્યા લોકો મિથુનના ઘરે પહોંચી ગયા અને તેને ઢોર માર માર્યો. એક પાડોશીએ તેને ઘરમાં બેભાન પડેલો જોઇ અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ સાથે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. ઠાકુરે બુધવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો.

  બુધવારે જ્યારે સુમૈયાને મિથુનના મૃત્યુની ખબર પડી તો તેણે પોતાનું કાંડું કાપીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. બુધવારે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સુમિયાના માતા-પિતા છૂટાછેડા પામેલા છે અને તેની માતા પણ એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાએ જણાવ્યું હતું કે, “અમે પીડિતાના પિતાની ફરિયાદ લીધી છે અને સાકીર અને તેના એક સહયોગીની ધરપકડ કરી છે.” ઠાકુર અને તેના પિતા બિપિન રાજકોટમાં રહેતા હતા અને એક ફેક્ટરીમાં કામ કરતા હતા. યુવતીના ભાઈ સાકીર રફિક કાદિવાર તથા એક મિત્ર અબ્દુલ અસલમ અજમેરીની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પહેલા હૈદરાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. તેલંગાણાના હૈદરાબાદ 5 હુમલાખોરો દ્વારા નાગારાજુ નામના દલિત યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. નાગારાજુ નામના દલિત યુવકે મુસ્લિમ યુવતી સૈયદ અશરીન સાથે લગ્ન કરતા તેની ક્રૂર રીતે હત્યા થઇ હોવાનું કારણ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ સરુર નગર પોલીસ સ્ટેશનની હદમાં, તલાટી કચેરીની સામે જ મુસ્લિમ યુવતીને પ્રેમ અને તેની સાથે લગ્ન કરવા બદલ અશરીનના ભાઈ અને બનેવીએ ધારદાર તીક્ષ્ણ હથિયારથી નાગારાજુની હત્યા કરી હતી, જે અંતર્ગત પોલીસે અશરીનના ભાઈ અને બનેવીની ધરપકડ કરી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં