Saturday, October 12, 2024
More
    હોમપેજદેશ‘મીડિયા આજે એ નથી, જે પહેલાં હતું... હું સંસદને જવાબદેહ...’: પ્રેસ કૉન્ફરન્સના...

    ‘મીડિયા આજે એ નથી, જે પહેલાં હતું… હું સંસદને જવાબદેહ…’: પ્રેસ કૉન્ફરન્સના સવાલ પર બોલ્યા પીએમ મોદી, ‘ઈકોસિસ્ટમ’ને પણ લીધી આડેહાથે

    “પહેલાં કોમ્યુનિકેશનનો એક જ સોર્સ હતો, મીડિયા વગર આગળ વધી જ શકાતું ન હતું. આજે ઘણા માર્ગો છે. જનતા પણ મીડિયા વગર પોતાનો અવાજ રજૂ કરી શકે છે, જેણે જવાબ આપવાનો છે તે વ્યક્તિ પણ મીડિયા વગર પોતાની વાત કહી શકે છે.” 

    - Advertisement -

    એક ઈકોસિસ્ટમ કાયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રેસ કૉન્ફરન્સ ન કરવાનો અને પત્રકારોના સવાલોના જવાબો ન આપવાના આરોપ લગાવતી રહે છે. આખરે પીએમ મોદીએ સ્વયં આ પ્રશ્ન પર જવાબ આપ્યો છે. તાજેતરમાં તેમણે ‘આજતક’ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં આ વાતો કહી હતી. 

    પીએમ મોદીએ કહ્યું, “આ ચૂંટણીમાં તમે મને અનેક વખત આજતક પર જોયો હશે, મેં ક્યારેય ના પાડી નથી. બીજી વાત એ છે કે, આપણે ત્યાં મીડિયાનો ઉપયોગ એ થયો છે કે કશું કર્યા વગર તેમને સંભાળી લો એટલે કામ થઈ જશે. પરંતુ મારે એ રસ્તે જવું નથી. મારે મહેનત કરવાની છે. મારે ગરીબના ઘર સુધી જવાનું છે. હું પણ વિજ્ઞાન ભવનમાં રીબીન કાપીને ફોટો પડાવી શકું છું. પણ ક્યારેય એવું કર્યું નથી. હું એક નાની યોજના માટે ઝારખંડના એક નાનકડા જિલ્લામાં જઈને કામ કરું છું.” આગળ તેમણે કહ્યું કે, “હું એક નવું વર્ક કલ્ચર લાવ્યો છું. મીડિયાને તે યોગ્ય લાગે તો રજૂ કરે, ન લાગે તો ન કરે.” 

    વડાપ્રધાને ઉમેર્યું, “હું સંસદને જવાબદેહ છું. હું તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું. મીડિયા આજે એ નથી, જે પહેલાં હતું. હવે મીડિયા એક ‘સેપરેટ એન્ટિટી’ રહી નથી. તમે પણ અનેક લોકોની જેમ વિચારો રજૂ કરો છો અને લોકો જાણી ચૂક્યા છે. પહેલાં મીડિયા ફેસલેસ હતું, તેનો કોઇ ચહેરો ન હતો. મીડિયામાં કોણ લખે છે, લખનારનો વિચાર શું છે તે કોઇ જાણતું ન હતું. લોકો માનતા હતા કે આ માત્ર એક વિશ્લેષણ છે, પરંતુ આજે એ પરિસ્થિતિ નથી.” 

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “પહેલાં કોમ્યુનિકેશનનો એક જ સોર્સ હતો, મીડિયા વગર આગળ વધી જ શકાતું ન હતું. આજે ઘણા માર્ગો છે. જનતા પણ મીડિયા વગર પોતાનો અવાજ રજૂ કરી શકે છે, જેણે જવાબ આપવાનો છે તે વ્યક્તિ પણ મીડિયા વગર પોતાની વાત કહી શકે છે.” 

    ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે તમામ કઠિન સવાલોના પણ  બેબાક જવાબો આપ્યા, ત્યારે પીએમ મોદીએ કહ્યું, “આ જ મારી તમને ફરિયાદ છે. આ ‘મુશ્કેલ’ શબ્દ તમારો નથી, એક ઈકોસિસ્ટમે તમને ડરાવીને રાખ્યા છે અને તમે તેમના એજન્ડા પ્રમાણે સવાલો લઈને ફરી રહ્યા છો. તમે સૌ દબાણમાં જીવી રહ્યા છો. હું પત્રકારો સાથે ગંભીર પ્રશ્ન-જવાબ નથી કરતો, પણ જ્યારે પણ મળું છું ત્યારે હાલચાલ પૂછતો હોઉં છું. મને લાગે છે કે તેમના હ્રદયમાં કશુંક જુદું છે, તેમના અનુભવો જુદા છે, પરંતુ એક ઇકોસિસ્ટમે એવા પ્રશ્ન બનાવી દીધા છે કે જ્યાં સુધી તમે તે ન પૂછો ત્યાં સુધી તમે તટસ્થ નથી. આ મુસીબતમાંથી મારે તમને બહાર કાઢવા છે અને તે પણ હું જ કરીશ.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં