Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલ વાજતે ગાજતે 12:39ના વિજય મુહુર્તમાં ભાજપામાં...

    કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલ વાજતે ગાજતે 12:39ના વિજય મુહુર્તમાં ભાજપામાં જોડાયા.

    ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જેમનું મોટું નામ છે એવા અશ્વિન કોતવાલ આજે કોંગ્રેસ છોડીને ભાજપામાં પ્રવેશ કરી ગયા છે.

    - Advertisement -

    છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપાનું શાસન છે. કોંગ્રેસના આ સત્તા વનવાસ 2022 વિધાનસભા ચૂંટણી પણ પૂરો થાય તેવા અણસાર ઓછા દેખાય છે. 2017 વિધાનસભા વખતે થોડા માટે કોંગ્રેસ સત્તા પર આવતાં રહી ગઈ હતી. 2017 વિધાનસભાના પરિણામો બાદ પણ કોંગ્રેસ પાઠ શીખી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક દિવસથી પાર્ટી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે પડતાં પર પાટુ જેવા સમાચાર છે કે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અને ખેડબ્રહ્માથી ત્રણ વાર ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે વિધિવત રીતે વિજય મુહુર્ત એટલેકે 12:39 એ ભાજપામાં જોડાયા છે.

    તેઓ પોતાના ઘરથી આદિવાસીઓના પરંપરાગત વાજિંત્રો ઢોલ નગારા સાથે ગાંધીનગર પહોચ્યા હતા. તેઓને આવકારવા માટે ભાજપાના દિગ્ગજ નેતાઓ હજાર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે ભાજપાનો ખેસ પહેરાવી ભાજપાની ટોપી પહેરાવી અશ્વિન કોટવાલને વિધિવત રીતે ભાજપા પ્રવેશ કરાવ્યો હતો. સામે અશ્વિન કોટવાલે પણ સી.આર.પાટિલને આદિવાસીની પાઘડી પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે તેમના 2000થી વધુ સમર્થકોએ પણ આજે કેસરિયો ધારણ કર્યો છે. ભાજપામાં જોડાવા પહેલા તેમણે સવારે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને મળીને પોતાના ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

    ફોટો સાભાર – બીજેપી ગુજરાત

    ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારો પર પ્રભુત્વ ધરાવે છે અશ્વિન કોતવાલ

    - Advertisement -

    અશ્વિન કોટવાલ યુવા વયથી જ રાજકારણમાં છે અને કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા રહ્યા છે. તેઓ કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છે. જ્યારે ખેડબ્રહ્માથી સતત ત્રણવાર ધારાસભ્ય રહ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. તેઓના ભાજપામાં આવવાથી કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. એવું પણ મનાઈ રહ્યું છે કે તેઓ એ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે વિપક્ષ નેતાનું પદ માંગ્યું હતું તે ન મળતા તેઓ ઘણા સમયથી નારાજ ચાલતા હતા.

    ભાજપામાં જોડાવા પહેલા તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. કોંગ્રેસ બાબતે તેમણે કહ્યું હતું કે “પાર્ટીમાં હવે કોણ જીતી શકે તેને નહીં પરંતુ કોણ નેતાને વહાલું છે તેને ટિકિટ અને હોદ્દાઓ અપાય છે.” સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે “નરેન્દ્ર ભાઈ હમેશા આદિવાસીઓની ચિંતા કરે છે, તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલમાં વડા પ્રધાન છે ત્યારે પણ સતત આદિવાસીઓના હિતની જ વાત કરી છે.” તેમની પ્રધાનમંત્રી સાથે ઍક બેઠક પણ થઈ ત્યાર બાદ તેમણે આ નિર્ણય લીધો છે.

    આ સિવાય તેમણે ગુજરાત ભાજપા અને સરકારો બાબતે પણ કહ્યું હતું કે ” કોઈ પણ મુખ્યમંત્રી હોય હું જેટલી પણ વાર તેઓ પાસે આદિવાસીઓની સમસ્યા લઈ ને ગયો છું તેટલી વાર મને પૂરતો સહયોગ મળ્યો છે.” વધુમાં પોતાની વાતો ઉમેરતા કહ્યું હતું કે “મે આખી જિંદગી આદિવાસીની ચિંતા જ કરી છે અગાઉ મારાથી જેટલું પણ થયું છે તેટલું કર્યું છે અને ભાજપામાં જોડાઇને પણ આદિવાસીઓ માટેના વધુને વધુ કામો કરીશ.”

    ભાજપાનો ખેસ પહેર્યા બાદ તેમણે કહ્યું હતું કે “હું ભલે ત્રણ વખતથી કોંગ્રેસ માથી ધારાસભ્ય છું પરંતુ મારા મનમાં તો મોદીજી જ હતા, મોદીજી જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે દરેક આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે ફર્યા છે. ગુજરાતના આદિવાસીઓ માટે સૌથી વધુ કામ મોદીજી એ કર્યું છે. હું તેમના આ કાર્યમાં સહયોગી બનીશ.”

    તેમણે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે “તેઓ હવે એક એનજીઓના માલિક જેવા છે તેમનું કોઈ જ રાજકીય વજૂદ નથી.એનજીઓ મારફતે તેઓ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે.” એક સમયે કોંગ્રેસ આદિવાસી સમાજમાં સંપૂર્ણ પ્રભાવ ધરાવતો હતો પરંતુ છેલ્લા 10 વર્ષમાં ભાજપાએ પણ આદિવાસી સમાજમાં પોતાની પકડ બનાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં