Sunday, May 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકથાળી વગાડતા મતદાન મથક પહોંચ્યા આઈ. કે જાડેજા, પોર્ટલે વિડીયો મૂકીને લખ્યું-...

    થાળી વગાડતા મતદાન મથક પહોંચ્યા આઈ. કે જાડેજા, પોર્ટલે વિડીયો મૂકીને લખ્યું- ઓછા મતદાનના ભયથી આમ કર્યું: ભાજપ નેતાની પોસ્ટથી જ થઈ ગયું ‘ફેક્ટચેક’

    વિડીયોમાં આઈ. કે જાડેજા, તેમની પત્ની અને પરિવાર ચાલતા જતા જોવા મળે છે. તેઓ સંભવતઃ મતદાન મથકે મતદાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આઈ. કે જાડેજા હાથમાં થાળી લઈને તે વગાડતા જોવા મળે છે

    - Advertisement -

    કોઇ પણ ઘટના સમયે પોતાની રીતે જ અર્થઘટન કરીને જ્ઞાન વહેંચવાની ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયાને જૂની આદત છે. આવી આદત પોતાને ન્યૂઝ ચેનલ માનતી અમુક યુ-ટ્યુબ ચેનલોને પણ છે. તાજેતરમાં જ ‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુ-ટ્યુબ ચેનલે x પર ભાજપ નેતા આઈ. કે જાડેજાનો વિડીયો મૂકીને દાવો કર્યો કે ઓછા મતદાનના ડરના લીધે તેઓ થાળી વગાડીને મતદાન મથકે જઈ રહ્યા છે. 

    7 મેં, 2024ના રોજ 12:49 વાગ્યે X પર ભાજપ નેતા આઈ. કે જાડેજાનો 10 સેકન્ડનો એક વિડીયો પોસ્ટ કરીને નિર્ભય ન્યૂઝના હેન્ડલ પરથી લખવામાં આવ્યું- ‘લોકસભા ચૂંટણી: ઓછા મતદાનના ભયથી આઈ. કે જાડેજાએ થાળી વગાડી.’ 

    વિડીયોમાં આઈ. કે જાડેજા, તેમની પત્ની અને પરિવાર ચાલતા જતા જોવા મળે છે. તેઓ સંભવતઃ મતદાન મથકે મતદાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આઈ. કે જાડેજા હાથમાં થાળી લઈને તે વગાડતા જોવા મળે છે. તેમણે ક્યાંય એવું કહ્યું નથી કે મતદાન ઓછું થવાના ડરથી તેઓ આમ કરી રહ્યા છે કે ન કોઇ ખુલાસા આપ્યા છે. 10 સેકન્ડના વિડીયો પરથી ધારી લેવામાં આવ્યું કે તેમણે આમ ઓછા મતદાનના ડરે કર્યું છે. 

    - Advertisement -

    પીએમ મોદીએ કરી હતી અપીલ

    અહીં મૂળ વાત એ છે કે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં તેમણે મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાનના અવસરને એક ઉત્સવની જેમ ઉજવવાની અપીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓ થાળી કે ઢોલક વગાડીને કે પછી રામધૂન બોલાવતા મતદાન મથક સુધી પહોંચી શકે છે. 

    પીએમ મોદીની ચેનલ પર પણ આ વાતચીતનો વિડીયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમની આસપાસ પાર્ટીના કાર્યકરો ઊભેલા જોવા મળે છે. જેમને પીએમ કહે છે કે, “ચૂંટણીના દિવસે એક તહેવાર જેવું વાતાવરણ હોવું જોઈએ. ઘરે-ઘરે ઉત્સાહ હોવો જોઈએ. જે દિવસે મતદાન હોય તે દિવસે આપણો એક કાર્યકર્તા અને તેની સાથે 30 વોટ, પોતાના મહોલ્લાથી થાળી વગાડતાં કે ઢોલક વગાડતાં મતદાન કરવા જવું જોઈએ.”

    ટૂંકમાં અહીં આઈ. કે જાડેજા માત્ર પીએમ મોદીએ સૂચવેલી પદ્ધતિથી અલગ રીતે મતદાન અંગે જાગૃતિ લાવવા માટે થાળી વગાડતા જઈ રહ્યા હતા. મતદાન ઓછું થવાનો ભય હોય તેવું ક્યાંય નથી અને અમુક ‘પત્રકારો’ની મગજની ઉપજ છે. 

    ભાજપ નેતાની પોસ્ટથી થઈ ગયું સ્પષ્ટ

    પછીથી આઈ. કે જાડેજાએ X પર એક પોસ્ટ કરીને જાણકારી આપી, જેમાં પણ થાળી વગાડીને મતદાન મથકે પહોંચવાનું કારણ સ્પષ્ટ થયું. તેમણે લખ્યું કે, “લોકશાહીના મહાપર્વમાં આજે યોગદાન આપીને સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં ધ્રાંગધ્રા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. સમગ્ર દેશના સૌ મતદાતાઓને દેશમાં સ્થિર અને મજબૂત સરકાર બનાવવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા થાળી વગાડી મતદાનને ઉત્સવ તરીકે ઉજવી વધુ મતદાન કરવા અપીલ કરી.”

    અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે એક ઈકોસિસ્ટમ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ભાજપવિરોધી માહોલ બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન અને અન્ય અમુક મુદ્દાઓના જોરે એવું સાબિત કરવાનાં પ્રયાસ કરવામાં આવે છે કે હવે ગુજરાતમાં ભાજપનો ગઢ તૂટી રહ્યો છે. પરંતુ જમીન પરની વાસ્તવિકતા તદ્દન જુદી છે અને જે સ્થિતિ 2022માં હતી, તે હજુ પણ બદલાઈ નથી. આવા સમયે ‘ભાજપ નેતાઓમાં મતદાન ઓછું થવાનો ડર’વાળો નેરેટિવ અસર કરી શકે તેમ છે. જોકે, સત્ય એ પણ છે કે મોટાભાગના વાચકો અને દર્શકો હવે સરળતાથી એજન્ડામાં ફસાઈ જતા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં