Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહન પર અસલમે લોખંડના સળિયાથી કર્યો હુમલો.. બે સમુદાય વચ્ચે ભડકી હિંસા,...

    મોહન પર અસલમે લોખંડના સળિયાથી કર્યો હુમલો.. બે સમુદાય વચ્ચે ભડકી હિંસા, રાજગઢમાં પથ્થરમારો, રમખઆગ ચાંપવાની ઘટનાઓ નોંધાઈ

    મધ્યપ્રદેશના રાજગઢમાં એક સામાન્ય બાબતે શરુ થયેલો ઝઘડો હુલ્લડમાં પરિવર્તિત થઇ ગયો હતો અને મોહન નામના વ્યક્તિ પર અસ્લમે જીવલેણ હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના રાજગઢમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, મળતી માહિતી મુજબ એક જમીન વિવાદે હિંસાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રમખાણ થયું હતું. ત્યારબાદ વિસ્તારમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટનાઓ ઘટી, આ ઉપરાંત પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો, રાજગઢમાં ઘટનાસ્થળ પર ભારે માત્રામાં પોલીસ દળ ઉતારી દેવામાં આવ્યું છે. આ સાથેજ બે લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે, આ ઘટના બુધવાર 11 મે 2022 ની છે જ્યારે રાજગઢ મુસ્લિમો દ્વારા રમખાણ કરાયું હતું.

    રાજગઢ માં હિંસા પર પોલીસ ઉચ્ચાધિકારી IPS પ્રદીપ શર્માના નિવેદન પ્રમાણે, “કરેણી ગામ માં બે સમૂહો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, આ દરમિયાન એક દુકાન અને લગભગ ત્રણ જેટલી મોટરસાયકલ માં આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સુધારા ઉપર છે. હુમલાખોરોને કાબુમાં કરવા પોલીસને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો, હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.”

    મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાની સાંજે મોહન ઘરેથી ક્યાંક જવા નીકળ્યા હતા, તે દરમિયાન રસ્તા પર અલ્લા વેલીના બે દીકરા ગોલુ અને અસલમે મોહન પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. મધ્યપ્રદેશના રાજગઢના મોહનના ભાઈ હુકુમચંદે તેને બચાવવાની કોશિશ કરતા તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, ત્યારબાદ મોહન વર્માના પરિવારે પ્રતિરોધ કરતા થોડી જ વારમાં બંને પક્ષેથી લોકોનો ટોળું એકઠું થઈ ગયું હતું, આ દરમિયાન આગ ચાંપવાની ઘટના પણ ઘટી હતી. ઘટનાસ્થળ પર પરિસ્થિતિને સંભાળવા પહોંચેલા પોલીસ દળ તેમજ અન્ય પ્રશાસનિક અધિકારીઓના વાહન ઉપર પણ પથ્થરો વરસાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આ દરમિયાન ઘર પાસે મુકેલા વાહનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, પોલીસે ઘણી જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્થિતિ ફરી ન વણસે તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઉતારવામાં આવ્યું છે, SP રાજગઢ પ્રમાણે બન્ને પક્ષોના નિવેદનો લેવામાં આવ્યા છે, પોલીસ તપાસમાં દોષિત સાબિત થનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં