Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતહિંમતનગર: નવજીવન ગેસ્ટ હાઉસમાં હિંદુ યુવતી લઈને પહોચ્યો મુસ્લિમ યુવક, હિંદુ સંગઠનોએ...

    હિંમતનગર: નવજીવન ગેસ્ટ હાઉસમાં હિંદુ યુવતી લઈને પહોચ્યો મુસ્લિમ યુવક, હિંદુ સંગઠનોએ ઝડપી પાડ્યો; પોલીસે કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ થતાં તે ગેસ્ટ હાઉસ પર દોડી આવ્યા હતા અને રૂમમાંથી બંનેને બહાર કાઢતા ભારે હોબાળો મચી ગયો હતો. હોટેલની બહાર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થતિ નિયંત્રણ બહાર નીકળે તે પહેલા જ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંનેની કસ્ટડી મેળવી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા હતા.

    - Advertisement -

    ગુજરાતમાં લવ જેહાદ અને તેના જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને લલચાવી, ફોસલાવી, પોતાની ઓળખ છુપાવી સંબંધો બનાવે છે. આવા કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બન્યો છે. જેમાં એક મુસ્લિમ યુવક હિંદુ યુવતીને લઈને હિંમતનગર સ્થિત નવજીવન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને આ બાબતે માહિતી મળતા તેઓ ગેસ્ટ હાઉસ પર દોડી ગયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકરોએ મુસ્લિમ યુવકને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.

    અહેવાલોના જણાવ્યા અનુસાર 21 ઓગસ્ટ ને સોમવારના રોજ બપોરના અરસામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં આવેલા નવજીવન ગેસ્ટ હાઉસમાં મુસ્લિમ યુવક હિંદુ યુવતીને લઈને ગયો હોવાની માહિતી મળી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ થતાં તે ગેસ્ટ હાઉસ પર દોડી આવ્યા હતા અને રૂમમાંથી બંનેને બહાર કાઢતા ભારે હોબાળો મચી ગયો હતો. હોટેલની બહાર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થતિ નિયંત્રણ બહાર નીકળે તે પહેલા જ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંનેની કસ્ટડી મેળવી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા હતા. એ-ડિવિઝન પોલીસ દ્વારા મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીની પ્રાથમિક પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આ ઘટનાની જાણ યુવતીના પરિવારને પણ કરી હતી.

    મુસ્લિમ યુવક હિંમતનગરમાં આવેલા છાપરીયા વિસ્તારનો રહીશ હોવાનું સામે આવ્યું હતું. બંને સાથે અભ્યાસ કરતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાંજ સુધી આ ઘટનાનું કોઈ નિરાકરણ થયું નહોતું. નવજીવન ગેસ્ટ હાઉસમાંથી મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી ઝડપાવા મામલે ગેસ્ટ હાઉસ બંધ કરી દેવાયું હતું. પરંતુ સાંજે ફરી ગેસ્ટ હાઉસ શરૂ કરી દેવાયું હતું. ગેસ્ટ હાઉસમાં આવતા લોકોની ઓળખ અને રજીસ્ટરમાં નોંધના મામલે અનેક શંકાઓ સેવાઈ રહી છે.

    - Advertisement -

    આ પહેલા પણ બની હતી આવી ઘટના

    આ પહેલા પણ સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી 45 વર્ષીય હિંદુ મહિલા સાથે ઘટેલો એક ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક મુસ્લિમ આધેડે પોતાની પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવી અને એકલો હોવાનું જણાવી પહેલા તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પરબડાના આરોપી સાહીદ વલીભાઈ દાંતરોલીયા સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

    વડોદરાના કિસ્સા બાદ હોટલોમાં તપાસના અપાય હતા આદેશ

    આ અગાઉ પણ ગુજરાતમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો. વડોદરામાં ઈરફાન નામનો મુસ્લિમ યુવક ઓળખ છુપાવીને હિંદુ યુવતીનેઓને પ્રેમજાળમાં ફસાવી ખોટા ઓળખપત્રના આધારે હોટેલોમાં રોકાવા લઈ જતો હતો. એક પછી એક 2 હિંદુ યુવતીઓએ ઈરફાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તેના મોબાઈલમાંથી અન્ય યુવતીઓ સાથે વાત કરતો હોવાના પુરાવાઓ પણ મળી આવ્યા હતા.

    આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો ખૂબ રોષે ભરાયા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત પોલીસને દરેક હોટેલોમાં ચેકિંગ કરવાના આદેશ અપાયા હતા. સાથે જ રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ જાતે જ હોટેલોમાં ચેકિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં