Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતહિંમતનગરમાં હિંદુ મહિલાને ફસાવવા બૈરી-છોકરાવાળા સાહીદે પોતાને વિધુર ગણાવ્યો: લગ્નની લાલચ આપીને...

    હિંમતનગરમાં હિંદુ મહિલાને ફસાવવા બૈરી-છોકરાવાળા સાહીદે પોતાને વિધુર ગણાવ્યો: લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવા ઉપરાંત 15 લાખની છેતરપિંડી પણ કરી

    મહિલાને વિશ્વાસમાં લઈ તેના નામે મકાન ખરીદવાનું કહી 15 લાખ રૂપિયા મેળવી અને પોતાના નામે મકાન ખરીદી લીધું હોવાનું પણ સામે આવ્યું હતું.

    - Advertisement -

    સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી 45 વર્ષીય હિંદુ મહિલા સાથે ઘટેલો એક ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ આડેધે પોતાની પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવી અને એકલો હોવાનું જણાવી પહેલા તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પરબડાના આરોપી સાહીદ વલીભાઈ દાંતરોલીયા સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

    અહેવાલો મુજબ હિંમતનગરમાં પોસ્ટઓફિસના પાછળના વિસ્તારમાં રહેતી 45 વર્ષીય હિંદુ મહિલા એકાદ વર્ષ પહેલા સાહીદ નામના મુસ્લિમ યુવકના પરિચયમાં આવી હતી. સાહીદના પત્ની, બાળકો હોવા છતાં પત્નીનું મોત થયું હોવાની અને એકલો રહેતો હોવાની વાત કરી તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. સાહીદે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સબંધો પણ બનાવ્યા હતા. આ માટે તેણે ઈન્દ્રનગર અને રાજેશ્વરી સોસાયટીમાં બ્રહ્માણીનગરમાં મકાન પણ ભાડે રાખ્યું હતું.

    આ સાથે જ મહિલાને વિશ્વાસમાં લઈ તેના નામે મકાન ખરીદવાનું કહી 15 લાખ રૂપિયા મેળવી અને પોતાના નામે મકાન ખરીદી લીધું હોવાનું પણ સામે આવ્યું હતું. આ બાબતની મહિલાને જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલાએ પૈસા પાછા આપવા અથવા મકાન આપવાની માંગણી કરી હતી. આ ઘટના બાદ પણ મુસ્લિમ યુવક સાહીદ હિંમતનગરમાં આવેલા તે મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલા સાથે ઝઘડો કરી ફરીથી બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. મહિલા દ્વારા કરાયેલી ફરિયાદના આધારે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સાહીદ વલીભાઈ દાંતરોલીયા વિરુદ્ધ આઇપીસી કલમ 376(2) અને 406, 420 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    આ પહેલા પણ બની ચૂકી છે આવી ઘટના

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવી ઘટના સામે આવી હતી જેમાં મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપી અને હિંદુ યુવતી સાથે વારંવાર દુષ્કૃત્ય કર્યું હતું. પીડિત યુવતીએ તે ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા દાણીલીમડા ખાતેના જ બેરલ માર્કેટ તરીકે ઓળખાતા એક વિસ્તારમાં રહેતા અશરફ આલમ અન્સારી નામના મુસ્લિમ યુવાન સાથે તેનો સંપર્ક થયો હતો. પહેલા બંનેમાં સામાન્ય મિત્રતા થઇ. બાદમાં ફોન પર અવારનવાર વાતચીત કરીને અશરફ અન્સારીએ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

    જે બાદ અશરફે તે યુવતીને લગ્નની લાલચ આપીને કેટલીયવાર અમદાવાદની અલગ અલગ હોટેલમાં લઇ જઈને અવારનવાર બળાત્કાર ગુજાર્યા હતા. ત્યારબાદ યુવતી ગર્ભવતી થતાં અશરફ આલમ અન્સારીએ તેને તરછોડી મૂકી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં