‘લહેરા દો તિરંગા’ની આડમાં બીજું શાહીનબાગ કરવાની તૈયારીમાં CJP, હાઇએલર્ટ પર એજન્સીઓ: ઇન્ટેલ ઇનપુટ્સને ટાંકીને રિપોર્ટમાં દાવો

દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં કોકરોચો ‘લેહરા દો તિરંગા’ના નામે ફરીથી ભેગા થઈને હોબાળો મચાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે આ કાર્યક્રમ માત્ર ઝંડો ફરકાવવા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેનો અસલી હેતુ અલગ જ હોય શકે છે. એવી આશંકા છે કે ફરીથી શાહીનબાગ જેવી પેર્ટનથી રમખાણો થઈ શકે છે.

ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર આ કાર્યક્રમની આડમાં પ્રદર્શનકારીઓ જેલમાં બંધ CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કરવાની માંગ સાથે અનિશ્ચિત સમય માટે ધરણાં પર બેસી શકે છે. નોંધનીય છે કે NDMCએ સેન્ટ્રલ પાર્કને જનતા માટે બંધ કરી દીધો છે. જોકે એવું અનુમાન છે કે સાંજે 5 વાગ્યે પ્રોગ્રામ પૂરો થયા પછી પણ લોકો ત્યાંથી હટવાનો ઇનકાર કરીને લાંબા સમય સુધી આંદોલન રાખશે.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે લોકો સીધા સેન્ટ્રલ પાર્ક પહોંચવાને બદલે નાના ગ્રુપ બનાવીને અલગ-અલગ જગ્યાએ ભેગા થશે. આ સિવાય સોશિયલ મીડિયા પર લાઇવસ્ટ્રીમિંગ અને છેલ્લી ઘડીએ રૂટ બદલીને પોલીસની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપવાનો પણ પ્લાન હોય શકે છે.

જો સેન્ટ્રલ પાર્ક પર પ્રતિબંધો કડક કરવામાં આવે તો ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓ સંસદ ભવન, ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, PMO અને સુપ્રીમ કોર્ટ તરફ પણ જઈ શકે છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ હાઇ-એલર્ટ પર છે.

નોંધનીય છે કે CJPના અગાઉનાં પ્રદર્શનો અત્યંત ભડકાઉ રહ્યાં છે. ગત 10 ઑક્ટોબરના રોજ આકાશવાણી ભવન પાસે થયેલા પથ્થરમારા અને હુમલામાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા, જે દર્શાવે છે કે આ લોકો વ્યવસ્થા ખરાબ કરતાં અચકાતા નથી. આ પહેલાં 20 જુલાઈના રોજ થયેલા પ્રદર્શન દરમિયાન પણ ભારે હોબાળો મચ્યો હતો, આ દરમિયાન પણ બેરિકેડ તોડવા જેવી ઘટનાઓ બની હતી.

દિલ્હી ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને એનસીઆરના અન્ય વિસ્તારોમાંથી અન્ય જૂથોને બોલાવવામાં આવ્યાં છે. અગાઉનાં વિરોધ પ્રદર્શનોની જેમ આ વખતે પણ અપેક્ષા કરતાં વધુ ભીડ ઉમટી શકે છે અને પોલીસ બેરિકેડ તોડવાના પ્રયાસો થઈ શકે છે.

આ તમામ સંભવિત ઉપદ્રવને ડામવા માટે રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બસ ટર્મિનલ પર પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નજર રાખીને સ્થિતિ સંપૂર્ણ શાંત ન થાય ત્યાં સુધી પોલીસ જવાનોને તહેનાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2020માં જ્યારે CAA લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ આ જ પેટર્ન અપનાવવામાં આવી હતી. તે સમયે પણ દિલ્હી જામ કરવામાં આવ્યું હતું, પથ્થરમારો અને રમખાણો થયા હતા. આ વખતે પણ એવી જ ઘટનાઓ બને એવી શક્યતાઓ છે. તેથી પોલીસ બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે.