અમદાવાદના એક ગરબાના આયોજનમાં સ્ટેજ પરથી એન્કરે ‘વિશ્વ હિંદુ પરિષદ’નું નામ લઈને મુસ્લિમોને બહાર નીકળી જવા માટેની ચેતવણી આપી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા પછી આવી કોઈ પણ ઘટનામાં મુસ્લિમોનું ઉપરાણું લઈને હિંદુઓને ઝૂડ્યા કરતા સેક્યુલારિસ્ટો, વામપંથી પત્રકારો, હિંદુદ્વેષી બદમાશોને સનેપાત ઊપડ્યો છે અને ફરીથી તહેવાર વચ્ચે બહુમતી સમુદાયને અપરાધભાવ હેઠળ ધકેલવા માટે પૂરેપૂરું જોર લગાવવામાં આવી રહ્યું છે.
‘આપણે એક સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છીએ’, ‘જે તિરાડો પડી છે તેને આપણે પહોળી કરવાનું કામ કરી રહ્યા છીએ’ અને ‘તહેવાર તો સર્વસમાવેશી’ હોય જેવી દોઢડહાપણ કરતી વાતો ફેરવવાની શરૂ કરી દેવામાં આવી છે. ‘સર્વધર્મસમભાવ’ અને ‘પંથનિરપેક્ષતા’નું ચૂરણ લઈને આખી એક ગેંગ ગઈકાલે રાત્રેથી હિંદુઓની પાછળ-પાછળ ફરી રહી છે.
રંગ મોરલા નવરાત્રિમાં મુસ્લિમો માટે ફરમાન… #navratri #hindumuslimcontroversy #Svaman #rangmorla https://t.co/fUCXtCrSng
— Svaman (@svamanmedia) October 15, 2026
આવા સમયે દરેક હિંદુએ, વિશ્વ હિંદુ પરિષદ જેવાં દરેક હિંદુ સંગઠને અને ગરબાના આયોજકોએ બહાર આવીને ગળું ખોંખારીને કહેવું જોઈએ કે આમાં કશું જ ખોટું નથી. ઇન ફેક્ટ, દરેક ઠેકાણે, દરેક ગરબા મંડપોમાં, દરેક આયોજનોમાં આવી ઘોષણાઓ થવી જોઈએ. પરંતુ એક ઇકોસિસ્ટમના વહાલા થવા માટે અને વોક, કૂલ દેખાવા માટે તલપાપડ રહેતા તથાકથિત ઈન્ફ્લુએન્સરો પહેલેથી પાણીમાં બેસી ગયા છે.
આદિત્ય ગઢવી નામના ગાયકે– જે આયોજક પણ હોવાનું કહેવાય છે– જરા સરખો વિરોધ થયો એટલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને ડાહ્યા બનવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું કે જે કંઈ થયું એમાં તેનો હાથ ન હતો અને અમુક લોકોએ બેકસ્ટેજ પર આવીને તેના પ્લેટફોર્મનો આવી ઘોષણા કરવા માટે ઉપયોગ કર્યો જે પોતે ક્યારેય ન કર્યું હોત. આટલી વાત કહીને તેણે ગરબા પર જ્ઞાન આપવાનું ચાલુ કર્યું અને કહ્યું કે ગરબા કોઈની અટક પૂછતા નથી અને પેઢીઓથી દરેક પંથ-આસ્થાના લોકો ગુજરાત અને ભારતમાં ગરબા રમતા રહે છે. વળી જે કોઈ સ્નેહ સાથે, માતાજી પ્રત્યે સન્માન સાથે આવે તેનું સ્વાગત કરવાની વાત કહી.
આવી જ ડાહીડાહી વાતો જે એન્કર ‘આરજે આકાશ’ આ એનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો તેણે પણ કરી છે. ગાયક પ્રફુલ દવેનો પુત્ર હાર્દિક દવે પણ કૂદી પડ્યો અને હિટલરના નાઝી જર્મનીની વાતો લઈ આવ્યો છે. કોણ કેટલો મોટો સેક્યુલર બને તેની હોડ આ બધા તથાકથિત ઇન્ફ્લુએન્સરોમાં જામી છે. તેમને તેમના હાલ પર છોડી દઈએ અને આપણે આપણી ચર્ચા આગળ વધારીએ.
હિંદુઓનો તહેવાર કઈ રીતે ઉજવવો એ હિંદુઓ નક્કી કરશે
નવરાત્રિ હિંદુઓનો તહેવાર છે. હિંદુઓ માટેનો તહેવાર છે. હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. ગરબા નૃત્ય નથી. નવરાત્રિમાં નૃત્ય માત્ર થતું નથી. માતાજીની આરાધના થાય છે. તહેવાર હિંદુઓનો છે તો ગરબાના મંડપમાં કોને પ્રવેશ આપવો, કોને બાકાત રાખવા એ હિંદુઓનો વિશેષાધિકાર છે. વાત ત્યાં પૂરી થઈ જાય છે.
આપણે ત્યાં ધાર્મિક સ્વતંત્રતા છે. દરેક માણસને તેના ધર્મ, પંથ, સંપ્રદાય કે મત-મજહબનો પ્રચાર-પ્રસાર કરવાની, તહેવારો ઉજવવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. પણ આ વાત બાકીના તમામ મજહબો-પંથો માટે લાગુ પડે છે, હિંદુઓની વાત આવે એટલે સેક્યુલર સમીકરણો બદલાઈ જાય છે. બીજા પંથોના તહેવારોમાં કાયદાનું કે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોય તોપણ આ જ સેક્યુલારિસ્ટો ‘તેમને તેમની પરંપરા પ્રમાણે તહેવાર ઉજવવા દેવો જોઈએ’ એવું કહીને ચૂપ કરાવી દે છે, પણ હિંદુઓના તહેવારોને ધરાર સર્વસમાવેશી બનાવવાનો ધખારો રહે છે. ત્યારે કહેવામાં આવતું નથી કે હિંદુઓને તેમની રીતે તહેવારો ઉજવવા દેવા જોઈએ. ત્યારે સલાહો અને સૂચનોનો મારો ચલાવવામાં આવે છે.
તહેવાર, ધર્મસ્થળ એ પોતાનામાં ધાર્મિક બાબતો છે. ત્યાં સેક્યુલરિઝમ ન હોય. ત્યાં સર્વસમાવેશિતા ન હોય. ધાર્મિક અને સેક્યુલર બંને બાબતો સાથે ન હોય શકે. હિંદુ તહેવાર છે તો ત્યાં હિંદુઓ જ હશે.
સર્વસમાવેશી બનવાનું ભારણ માત્ર એક જ સમુદાય પર નથી હોતું
સર્વસમાવેશી બનવાનું ભારણ માત્ર બહુમતી સમુદાય પર નથી હોતું. એ સૌની સહિયારી જવાબદારી છે. પણ હિંદુઓ પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ શોભાયાત્રાઓ પર પથ્થરો પણ ખાય, હિંદુ દેવી-દેવતાઓનું ખુલ્લેઆમ અપમાન પણ સહન કરે, લવજેહાદ અને ધર્માંતરણ જેવાં દૂષણો સાથે પણ લડે અને સાથેસાથે સર્વધર્મસમભાવ અને સર્વસમાવેશિતાનો ભાર ખભે લઈને ચાલતા રહે કારણ કે સાંપ્રદાયિક એકતા જાળવવાની છે.
બીજી તરફ શોભાયાત્રા પર મુસ્લિમોનું ટોળું પથ્થરો ફેંકે છે ત્યારે કે રેલવે સ્ટેશન પર ગાડીના બે ડબ્બા બહારથી બંધ કરીને આગ લગાડીને હિંદુઓને જીવતા સળગાવી દેવામાં આવે છે ત્યારે કેટલા મુસ્લિમો બહાર આવીને તેનો ખુલીને વિરોધ કરે છે? લવ જેહાદની ઘટનાઓ બને છે ત્યારે સમુદાયમાંથી કેટલા તેને વખોડે છે? જે ટોળકી હિંદુઓને જ્ઞાન આપતી રહે છે તેમાંથી કેટલા હિંદુઓને ન્યાય મળે એ માટે અવાજ ઉઠાવે છે? સમાજ આ બધું જુએ છે.
સીધી અને સ્પષ્ટ વાત એટલી છે કે ગરબામાં મુસ્લિમોને પ્રવેશ આપવામાં નહીં આવે. જો મુસ્લિમ યુવાનોએ ગરબામાં પ્રવેશ કરવો હોય તો તેઓ પહેલાં ઘરવાપસી કરે, માતાજીની આરાધના કરે, હિંદુ ધર્મ સ્વીકારે અને ગરબામાં ભાગ લે. માત્ર યુવાનો જ શું કામ આવે? કેમ ‘સર્વસમાવેશિતા’ની વકાલત કરનારાઓ મુસ્લિમ યુવતીઓને ગરબામાં સામેલ કરવાની વાત નથી કહેતી? માત્ર યુવાનોને જ પ્રવેશ અપાવવાની ઉતાવળ કેમ રહે છે? સર્વસમાવેશિતામાં દરેક વર્ગ, જાતિ આવે છે. એ દિશામાં આગળ વધવું જોઈએ.
ટૂંકસાર એટલો છે કે હિંદુઓએ કૂલ અને બોક બનવા જતા ઈન્ફ્લુએન્સરોની કે વામપંથી બદમાશોની વાતમાં આવીને આમાં અપરાધભાવ અનુભવવા જેવું કે એપોલોજેટિક બની જવા જેવું કશું જ નથી. તહેવારો હિંદુઓના છે, હિંદુઓ જ તેની ઉજવણી કઈ રીતે કરવી એ નક્કી કરશે.


