
પશ્ચિમ બંગાળનું નામ બદલીને ‘પશ્ચિમ બંગ’ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ નામ બદલવાની જાહેરાત કરી છે. પ્રસ્તાવિત ફેરફાર અંગ્રેજી નામમાં પણ કરવામાં આવશે, એટલે ‘West Bengal’ને બદલીને ‘Paschim Banga’ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર 9 ડિસેમ્બરે વિધાનસભામાં નામ બદલવાનો ઠરાવ રજૂ કરશે. આ માટે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું સત્ર 4 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી યોજાવાનું છે. વિધાનસભામાં ઠરાવ પસાર થયા બાદ તેને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
Breaking || CM Suvendu Adhikari announces name change move. ➤ West Bengal to be renamed ‘Paschim Banga’ ➤ Name to be changed in English as well. ➤ Resolution to be moved in the assembly on Dec 9 ➤ Resolution to be sent to the Centre. ➤ Assembly session scheduled from Dec 4-14
— TIMES NOW (@TimesNow) November 23, 2026
નામ બદલવાની આ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ઠરાવ પસાર કરવાથી શરૂ થશે, પરંતુ માત્ર રાજ્ય વિધાનસભાની મંજૂરીથી રાજ્યનું સત્તાવાર નામ બદલાઈ જશે નહીં. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ નામમાં સત્તાવાર ફેરફાર થઈ શકશે.
આ અગાઉ પણ પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે. 2018માં તત્કાલીન મમતા બેનર્જી સરકારે રાજ્યનું નામ ‘બંગલા’ કરવાની દરખાસ્ત કરી હતી. જોકે, કેન્દ્ર સરકારની મંજૂરી ન મળતાં તે પ્રક્રિયા આગળ વધી શકી નહોતી. હવે ‘પશ્ચિમ બંગ’ નામ સાથે નવી દરખાસ્ત રજૂ થવા જઈ રહી છે.

