Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલઘુમતીઓની સંભાળ રાખવામાં અને તેમને આગળ લાવવામાં મોદી સરકારને પૂરાં માર્કસ આપતું...

    લઘુમતીઓની સંભાળ રાખવામાં અને તેમને આગળ લાવવામાં મોદી સરકારને પૂરાં માર્કસ આપતું લઘુમતીઓનું સંમેલન

    અહમદીયા મુસ્લિમ સમાજનાં વિદેશી મામલાઓના ડિરેક્ટર એહસાન ઘોરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે અને ખાસ કરીને લઘુમતી સમાજ માટે અનેક પગલાંઓ લીધા છે અને તેની પ્રશંસા થવી જોઈએ.

    - Advertisement -

    કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં ઓલ ઇન્ડિયા માઈનોરીટી કોન્કલેવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં દેશની વિવિધ લઘુમતીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, અને પારસીઓનાં પ્રતિનિધિઓએ આ સંમેલનમાં એક સૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને પૂરાં માર્કસ આપ્યાં હતાં.

    આ સંમેલનમાં ભારતમાં લઘુમતીઓની સલામતી તેમજ તેમનાં સાર્વત્રિક વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ આ બાબતે લઘુમતીઓના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તેમનાં અમલીકરણ તેમજ પરિણામો બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

    આઝાદીનાં અમૃતકાળમાં લઘુમતીઓની ભૂમિકા આ વિષય પર અનેક લઘુમતી ધર્મોના વિદ્વાનો તેમજ ધર્મગુરુઓએ પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતાં. ભારતમાં તમામ લઘુમતી ધર્મોના ઉત્થાન માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઉપાડવામાં આવેલાં પગલાંઓથી તેમને સંતોષ હોવાનું પણ અહીં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    NID ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કોન્કલેવમાં ખ્રિસ્તી ધર્મગુરુઓએ પણ ભાગ લીધો હતો. બીશપ રેવરેન્ડ ડેન્ઝેલ પીપલ્સે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેટિકનની મુલાકાત લીધી હતી અને તેઓ પોપને પણ મળ્યાં હતાં. તેમનો આ પ્રયાસ અભિનંદનને પાત્ર છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં યુવાનોને આગળ વધવા માટે અપાતાં પ્રોત્સાહનની પ્રશંસા કરું છું જેથી તેઓ પણ દેશની આગેવાનીની બીજી હરોળ તૈયાર કરી શકે.

    અહમદીયા મુસ્લિમ સમાજનાં વિદેશી મામલાઓના ડિરેક્ટર એહસાન ઘોરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે અને ખાસ કરીને લઘુમતી સમાજ માટે અનેક પગલાંઓ લીધા છે અને તેની પ્રશંસા થવી જોઈએ. સારી બાબત એ છે કે આ પગલાંઓની પ્રશંસા થઇ છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.”

    તો અહમદીયા મુસ્લિમ યુથ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તારીક અહમદે કહ્યું હતું કે ટ્રિપલ તલાકની નાબૂદી એ મહિલા સશક્તિકરણ તરફનું એક મજબૂત પગલું છે. ઇસ્લામ ત્રણ તલાકને મંજુરી આપતો નથી. અહમદીયા મુસ્લિમ સમાજ પણ શરૂઆતથી જ આ પ્રથાનો વિરોધી રહ્યો છે. આથી મોદી સરકારનું આ પગલું ઘણું સારું પગલું છે. આ પગલું મહિલાઓને વધુ સશક્ત બનાવશે. આ પગલું વંચિત મહિલાઓને હવે એક અલગ જ સ્થાન આપશે. અમે આ પગલાંનું સ્વાગત કરીએ છીએ.

    પસમંદા મુસ્લિમ સમાજનાં કાર્યકર્તા તેમજ લેખક, કોલમિસ્ટ અને મીડિયાકર્મી ડૉ. ફૈયાઝ અહમદ ફયઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતનાં પ્રથમ સેક્યુલર વડાપ્રધાન ગણાવ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં