Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દરરોજ બપોરે માતા સીતા સાથે બેસીને શરાબ પીતા હતા ભગવાન રામ’: કર્ણાટકના...

    ‘દરરોજ બપોરે માતા સીતા સાથે બેસીને શરાબ પીતા હતા ભગવાન રામ’: કર્ણાટકના લેખક કે. એસ ભગવાનની વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- વાલ્મિકી રામાયણમાં લખ્યું છે

    કે. એસ ભગવાન શુક્રવારે કર્ણાટકના માંડ્યામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, અહીં તેમણે આ વિવાદિત ટિપ્પણી કરી હતી.

    - Advertisement -

    કર્ણાટકના તથાકથિત ‘રેશનલિસ્ટ’ અને લેખક કે. એસ ભગવાને ભગવાન રામ અને માતા સીતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. જેને લઈને વિવાદ સર્જાયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ભગવાન રામ દરરોજ માતા સીતા સાથે બેસીને શરાબ પીતા હતા. સાથે તેમણે આ બાબતોનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. 

    કે. એસ ભગવાન શુક્રવારે (20 જાન્યુઆરી 2023) કર્ણાટકના માંડ્યામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, બપોરે રામની મુખ્ય પ્રવૃત્તિ સીતા સાથે બેસીને શરાબ પીવાની હતી. આ હું નથી કહી રહ્યો દસ્તાવેજો કહી રહ્યા છે.

    - Advertisement -

    જોકે, આ પહેલી વખત નથી જ્યારે લેખક કે. એસ ભગવાને ભગવાન રામ વિશે અપમાનજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય. વર્ષ 2019માં બહાર પાડવામાં આવેલા તેમના એક પુસ્તકમાં તેમણે દાવો કર્યો હતો કે વાલ્મિકી રામાયણ અનુસાર, ભગવાન રામ નશાયુક્ત પદાર્થોનું સેવન કરતા હતા અને સીતાને પણ તેનું સેવન કરાવતા હતા.

    તેમની આ ટિપ્પણી બાદ હિંદુ સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો અને તેમના નિવાસસ્થાનની બહાર પૂજા પણ કરી હતી. બીજી તરફ, ફેબ્રુઆરી 2021માં બેંગ્લોરની એક કોર્ટના પરિસરમાં એક મહિલા વકીલે ભગવાન રામ વિશે અવારનવાર ટિપ્પણીઓ કરતા અને તેમના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા કે. એસ ભગવાનના ચહેરા પર શાહી પણ ફેંકી હતી. 

    અહીં ઉલ્લેખનીય છે કે ભગવાન રામ માંસ-મદિરાનું સેવન કરતા હોવાના દાવા માટે ઘણીવાર વાલ્મિકી રામાયણના સુંદરકાંડના આ શ્લોકનો આધાર લેવામાં આવે છે.

    न मासं राघवों भुङ्क्ते न चैव मधु सेवते।

    वन्यं सुविहितं नित्यं भक्तमश्राती पञ्चमम्।। 5-36-41

    ભગવાન રામ માંસ-મદિરાનું સેવન કરતા હોવાના દાવા કરનારા લોકો આ શ્લોકનું ભાષાંતર એ રીતે કરે છે કે, “તેઓ હવે માંસ ખાતા ન હતા કે મદિરાનું સેવન પણ કરતા ન હતા અને માત્ર જંગલમાં ઉપલબ્ધ ફળો જ ખાતા હતા.”

    પરંતુ ગીતા પ્રેસ પબ્લિકેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ શ્લોકનો સાચો અર્થ એ થાય છે કે, “કોઈ પણ રઘુવંશી (ભગવાન રામ સહિત) માટે માંસ કે મદિરાનું સેવન એ પાપ છે તો પછી શા માટે ભગવાન રામ આ બધાંનું સેવન કરે? તેઓ હંમેશા જંગલમાં ઉપલબ્ધ ફળ-ફૂલનું જ ભોજન કરતા હતા.”  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં