Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી, મૌલાનાની ધરપકડ:...

    પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી, મૌલાનાની ધરપકડ: વિશ્વ હિન્દુ મહાસંઘે ડીએમ પાસે કરી તપાસની માંગ

    ફંડ કલેકશન માટે તે અવારનવાર પાકિસ્તાન, નેપાળ, સાઉદી અરેબિયા, દુબઈ, મલેશિયા, ઈન્ડોનેશિયા જાય છે. તેના દ્વારા ઉશ્કેરણીજનક સાહિત્ય છાપવામાં આવે છે અને મદરેસાઓ અને મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં વહેંચવામાં આવે છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં પોલીસે મદરેસામાં ભણાવતા મૌલાનાની ધરપકડ કરી છે. આરોપ છે કે તે બાળકોને ખોટું શિક્ષણ આપે છે. આ સાથે મૌલાના અખ્તર હુસૈનનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યો છે. પોલીસ દ્વારા આ વિષયમાં કેસ નોંધવામાં આવ્યો છે.

    ઉત્તર પ્રદેશના બસ્તીમાં મદરેસામાં મોટા પાયે બાળકોને ખોટું શિક્ષણ આપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરીને આરોપી મૌલાનાની ધરપકડ કરી હતી. મૌલાના અખ્તર હુસૈનની હકિકત સામે આવ્યા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલો વોલ્ટરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના દારુલ ઉલૂમ અલીમિયા મદરેસાને લગતો છે.

    અહીં સહાયક શિક્ષક તરીકે તૈનાત મૌલવી અખ્તર હુસૈન પર મદરેસામાં ભણતા બાળકોનું બ્રેઈનવોશ કરવાનો અને તેમને ખોટું શિક્ષણ આપવાનો આરોપ છે. આ સાથે અખ્તર હુસૈનનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મૌલાનાએ પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન એપીજે અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને ભાજપ સરકાર પર અપમાનજનક ટિપ્પણી કરી છે.

    - Advertisement -

    જયારે જમદશાહી ગામના લોકોએ આ વાઇરલ ઓડિયો સાંભળ્યો તો તેઓ મદરેસામાં મૌલવી સાથે વાત કરવા ગયા કે તે બાળકોને આવી ખોટી શિક્ષા આપીને કેમ ભડકાવે છે. પરંતુ મૌલવીએ ઉલ્ટાનું મદરેસાના બાળકો દ્વારા ગામલોકો પર હુમલો કરાવી દીધો હતો.

    આ પછી, જમદશાહી ગામના રહેવાસી ગ્રામીણ ફઝલુર રહેમાન એસપીને મળ્યા અને ફરિયાદ કરી અને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પછી વોલ્ટર ગંજના થાનેદાર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી અને આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. વાયરલ થઈ રહેલા ઓડિયોના આધારે મૌલવી વિરુદ્ધ કલમ 323, 504, 505, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    વિશ્વ હિન્દુ મહાસંઘે ડીએમ પાસે તપાસની માંગ કરી

    વિશ્વ હિન્દુ મહાસંઘના પદાધિકારીઓના એક પ્રતિનિધિમંડળે ડીએમને એક મેમોરેન્ડમ સુપરત કરીને મૌલવીની ગતિવિધિઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

    વિશ્વ હિંદુ મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અખિલેશ સિંહે કહ્યું કે તેમના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે મૌલવી અખ્તર હુસૈન પાકિસ્તાન સહિત ઘણા ઈસ્લામિક દેશો સાથે સંબંધ ધરાવે છે. તે ગઝવા-એ-હિંદને વાસ્તવિકતા બનાવવા પૂર્વાંચલમાં મુસ્લિમ યુવાનોનું બ્રેઈનવોશ કરી રહ્યો છે અને દેશ વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર રચી રહ્યો છે. તેમના આશ્રય હેઠળ, બસ્તી, સંત કબીર નગર, આઝમગઢ, આંબેડકર નગર સહિત પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં વિદેશી દાનથી મદરેસાઓ ચલાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં