Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટUCC, 1 ટ્રિલિયન ડોલર ઈકોનોમી, દેવભૂમિ દ્વારકા કોરિડોર: ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર,...

    UCC, 1 ટ્રિલિયન ડોલર ઈકોનોમી, દેવભૂમિ દ્વારકા કોરિડોર: ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, મંદિરોના જીર્ણોદ્ધાર માટે 1000 કરોડ ફાળવવાનું વચન

    ભાજપે ગુજરાતમાં ‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટૂ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ’ પણ લાગુ કરવા માટેનું વચન આપ્યું છે. જે મુજબ, આંદોલનોના નામ થતાં તોફાનોમાં ખાનગી અને જાહેર સંપત્તિને થતા નુકસાનનું વળતર તોફાનીઓ પાસેથી જ કરવા માટેની જોગવાઈ કરવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગાંધીનગર સ્થિત પાર્ટીના મુખ્યમથક ‘કમલમ્’ ખાતે શનિવારે (26 નવેમ્બર 2022) રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સહિતના નેતાઓએ આ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. 

    ઘોષણાપત્રમાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડથી લઈને રમખાણો-તોફાનોમાં થતા નુકસાનની વસૂલાત તોફાનીઓ પાસેથી કરવા માટે કાયદો લાગુ કરવા તથા મંદિરોના જીર્ણોદ્ધાર કરવા માટે 1000 કરોડ ફાળવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, રોજગાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પણ ભાજપે મોટાં વચનો આપ્યાં છે. 

    ભારતીય જનતા પાર્ટીએ સરકાર બન્યા બાદ યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવવામાં આવેલ સમિતિની ભલામણોનો સંપૂર્ણ અમલ કરવા માટેનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અંતિમ કેબિનેટ બેઠકમાં ભુપેન્દ્ર પટેલ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિ બનાવવાની ઘોષણા કરી હતી. આ સમિતિ ભલામણો કરશે ત્યારબાદ સરકાર કાયદો બનાવવા અંગે આગળ કામગીરી કરશે. 

    - Advertisement -

    આ ઉપરાંત, ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ગુજરાતમાં ‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટૂ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ’ પણ લાગુ કરવા માટેનું વચન આપ્યું છે. જે મુજબ, આંદોલનોના નામ થતાં તોફાનોમાં ખાનગી અને જાહેર સંપત્તિને થતા નુકસાનનું વળતર તોફાનીઓ પાસેથી જ કરવા માટેની જોગવાઈ કરવામાં આવશે. અગાઉ પણ આ કાયદાની ચર્ચા ચાલી હતી, હવે સરકાર બન્યા બાદ આ કાયદો બનાવવાનું ભાજપે વચન આપ્યું છે. 

    દ્વારકાને પશ્ચિમ ભારતનું મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. ઉપરાંત, મંદિરોના જીર્ણોદ્રાર અને વિસ્તરણ માટે એક હજાર કરોડ ફાળવવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે 2,500 કરોડનું રોકાણ કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. 

    આ ઉપરાંત, ભાજપે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાનો પણ વાયદો કર્યો છે. ઉપરાંત, મેડિકલ સીટની ક્ષમતામાં 30 ટકાનો વધારો કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. 

    ખેડૂતો માટે 25 હજાર કરોડના ખેંચે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, 10 હજાર કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ કરવાનું પણ વચન ભાજપે આપ્યું છે. 

    ઉપરાંત, સમગ્ર ગુજરાતને આવરી લેતા 4-6 લેનના 3 હજાર કિલોમીટર લાંબા પરિક્રમા પથનું નિર્માણ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આગામી 5 વર્ષમાં 5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીને ગુજરાતને 1 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા માટે પણ ભાજપે વચન આપ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં