Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાલુ ટ્રેનમાં 4 મુસ્લિમ વ્યક્તિઓને નમાઝ અદા કરી, આવતા-જતા યાત્રીઓને પણ રોક્યા:...

    ચાલુ ટ્રેનમાં 4 મુસ્લિમ વ્યક્તિઓને નમાઝ અદા કરી, આવતા-જતા યાત્રીઓને પણ રોક્યા: વિડીયો વાયરલ થયા બાદ પોલીસતંત્ર એક્શનમાં

    ઘટના અંગે ગોરખપુરના એસપી અવધેશ સિંહે આ વિડીયોનું સંજ્ઞાન લીધું હોવાનું કહીને જણાવ્યું હતું કે, “આ મામલે તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે."

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે ટ્રેનમાં કેટલાક લોકો સામૂહિક નમાઝ અદા કરી રહ્યા છે. આ વિડીયો ઉત્તરપ્રદેશના કુશીનગરનો હોવાનું કહેવાય રહ્યું છે. વિડીયો ભાજપના પૂર્વ ધારાસભ્યે બનાવ્યો હોવાનું અનુમાન છે. બીજી તરફ, આ મામલે પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. 

    આ વિડીયો સત્યાગ્રહ એક્સપ્રેસનો (15273) હોવાનું કહેવાય છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે ટ્રેનમાં સ્લીપર કોચની વચ્ચેની જગ્યામાં ચાદર પાથરીને માથે ગોળ ટોપી પહેરેલા કેટલાક વ્યક્તિઓ નમાઝ અદા કરી રહ્યા છે. દરમ્યાન, એક વ્યક્તિ ત્યાંથી જતા-આવતા લોકોને રોકતો પણ સંભળાય છે. તે ‘રુકો’ અને ‘રૂક જા, રૂક જા’ કહેતો સંભળાય છે. આ દરમિયાન, આસપાસના સ્લીપર કોચ પર યાત્રીઓ બેઠેલા જોવા મળે છે. જેઓ પરેશાન જણાય છે. 

    આ વિડીયો વાયરલ થયા બાદ મામલામાં આરપીએફના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સમરસિંહના નેતૃત્વમાં એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જોકે, આ નમાઝ પઢનારા લોકો કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રેલવે સુરક્ષા બળ વિડીયોની તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    પૂર્વ ધારાસભ્ય દીપલાલ ભારતીએ આ અંગે કહ્યું હતું કે, “વિડીયો ગુરુવારે બપોરે ખડ્ડા રેલવે સ્ટેસશન પર ઉભેલી સત્યાગ્રહ એક્સપ્રેસનો છે. જે મેં જાતે ઉતારીને જીઆરપીને મોકલ્યો હતો. હું આ જ ટ્રેનથી કપ્તાનગંજ જઈ રહ્યો હતો. કોચમાં ચડ્યો તો આ દ્રશ્ય જોવા મળ્યું. પછી ઉતરીને બીજા કોચમાં જવું પડ્યું.” તેમણે ઉમેર્યું કે, કોચની ગેલેરીમાં આ પ્રકારે નમાઝ અદા કરવી સંપૂર્ણ રીતે અયોગ્ય છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. 

    ઘટના અંગે ગોરખપુરના એસપી અવધેશ સિંહે આ વિડીયોનું સંજ્ઞાન લીધું હોવાનું કહીને જણાવ્યું હતું કે, “આ મામલે તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

    બીજી તરફ, આ મામલે લખનૌ જીઆરપીએ પણ સંજ્ઞાન લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. 

    સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ લોકો આ મામલે ટિપ્પણી કરી રહ્યા છે. લોકોએ આ કૃત્યને ખોટું ગણાવીને કહ્યું કે, તેના કારણે યાત્રીઓએ પરેશાની ભોગવવી પડી હતી અને આ વ્યક્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં