
તાજેતરમાં જ મલયાલમ ન્યુઝ ચેનલ BIGTV24*7એ જાહેરમાં માફી માંગી છે. આ માફી કેરલમના ‘ગ્રાન્ડ મુફ્તી’નું ટાઇટલ ધરાવતા સુન્ની મુસ્લિમ નેતા મુફ્તી કન્થાપુરમ A.P. શેખ અબુબકર અહમદે આપેલી મહિલાવિરોધી ટિપ્પણીની ટીકા કરવા બદલ માંગવામાં આવી છે. ટીવી એન્કર અપર્ણા કુરુપે ચાલુ કાર્યક્રમમાં ઓન એર મુફતીની ટિપ્પણીઓની ટીકા કરી હતી.
અહેવાલ અનુસાર મુફ્તીએ કોચિનમાં આયોજિત ‘હબ્બુલ રસૂલ’ પરિષદ દરમિયાન એવું કહ્યું હતું કે ઇસ્લામમાં મહિલાઓને જાહેર જીવનથી દૂર રાખીને ઘરમાં જ સીમિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓની તુલના તિજોરીમાં બંધ સોનાના દાગીના સાથે કરી હતી અને કહ્યું હતું કે જે રીતે કિંમતી ઘરેણાંને બહાર ખુલ્લામાં રાખવાથી તેનું મૂલ્ય ઘટે છે, તેવી જ રીતે મહિલાઓને જાહેર જીવનમાં લાવવાથી ‘મોટો વિનાશ’ સર્જાઈ શકે છે. ઘણા મુસ્લિમ નેતાઓએ પણ આ ટિપ્પણીનું સમર્થન કર્યું હતું.
Outdated man trying to impose outdated ideas on a secular nation.
— SK Chakraborty (@sanjoychakra) August 31, 2026
Kerala’s Grand Mufti, 95 yr old, Kanthapuram A.P. Aboobacker Musliyar said women should remain confined to their homes.
He was speaking at the Hubbul Rasool conference in Kochi.
No respect for women!! pic.twitter.com/m1HNjaJRb0
નિવેદન બાદ વિવાદ સર્જાતાં ઑલ ઇન્ડિયા સુન્ની જમિય્યાતુલ ઉલેમાના જનરલ સેક્રેટરી કન્થાપુરમે બચાવ પણ કર્યો હતો. દરમિયાન મલયાલમ ન્યુઝ ચેનલ BIG TVના ‘BIG DIALOGUE’ કાર્યક્રમમાં એન્કર અપર્ણા કુરુપે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કટ્ટરપંથી વિચારસરણી સામે અવાજ ઉઠાવીને સ્ત્રીઓ પ્રત્યેના આ પ્રકારના નિવેદનની ટીકા કરી હતી.
અપર્ણા કુરુપે ટીકા કર્યા બાદ પણ ચેનલ વિરુદ્ધ વિવાદ સર્જાયો હતો. પરિણામે BIG TV ચેનલે તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ડિબેટનો વિડીયો હટાવી લીધો હતો અને જાહેરમાં માફી માંગી હતી.
സ്ത്രീകളോടുള്ള ലിംഗ വിവേചനത്തിനെതിരെ നടന്ന ബിഗ് ഡയലോഗ് ചർച്ചയിലെ ചില പരാമർശങ്ങള് ഒഴിവാക്കപ്പെടേണ്ടതായിരുന്നു. അത് ആരുടെയെങ്കിലും മതവികാരത്തെയോ വിശ്വാസത്തെയോ വ്രണപ്പെടുത്തിയിട്ടുണ്ടെങ്കിൽ നിരുപാധികം ഖേദം പ്രകടിപ്പിക്കുന്നു | BIG TV | BIG DIALOGUE#BIGTV #Bigdialogue pic.twitter.com/nYRNkyn2tl
— BigTv24x7 (@bigtv24x7live) September 1, 2026
ચેનલની માફીમાં અપર્ણા કુરુપના નામે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “જો આ ચર્ચાથી કોઈની મજહબી ભાવનાઓ કે વિશ્વાસને ઠેસ પહોંચી હોય તો ખેદ વ્યક્ત કરવામાં આવે છે.” ચેનલે ઉમેર્યું કે સ્ત્રીઓ માટે સમાન દરજ્જો અને સામાજિક ન્યાયની માંગ કરતી વખતે અન્ય ગેરસમજો ન ફેલાય તે માટે વિડીયો હટાવવામાં આવ્યો છે.

