
પશ્ચિમ દિલ્હીના તિલક નગર વિસ્તારના ઓલ્ડ મહાવીર નગરમાં 21 વર્ષીય હિંદુ યુવતી મુસ્કાન શર્માની જિમ ટ્રેનર ઇમરાને ગળું દબાવીને તથા છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ઘટના બાદ દિલ્હી પોલીસે 28 વર્ષીય આરોપી ઇમરાનની 28 ઑગસ્ટે વહેલી સવારે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરતાં પહેલા પોલીસ એન્કાઉન્ટર દરમિયાન બંને પગમાં ગોળી વાગી છે, હાલ તે સારવાર હેઠળ છે.
અહેવાલ મુજબ બુધવારે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ જ્યારે મુસ્કાન ઘરમાં એકલી હતી ત્યારે આરોપી ઇમરાન તેને મળવા આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ઇમરાને પહેલાં મુસ્કાનનું ગળું દબાવ્યું અને ત્યારબાદ છરી વડે તેના પર હુમલો કર્યો હતો. ઘટનાના એક કલાક બાદ જ્યારે કામવાળી ઘરમાં આવી ત્યારે મુસ્કાન લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
मुस्कान मर्डर केस के आरोपी इमरान का एनकाउंटर, दोनों पैरों में लगी गोली
— AajTak (@aajtak) August 28, 2026
दिल्ली के तिलक नगर में 21 साल की छात्रा और पार्ट-टाइम मॉडल मुस्कान की घर में हत्या कर दी गई थी. वारदात के बाद से ही आरोपी इमरान फरार चल रहा था. अब पश्चिमी दिल्ली पुलिस और आरोपी इमरान के बीच एनकाउंटर की… pic.twitter.com/2TJn1DxHLP
પોલીસ તપાસ અને CCTV પુરાવા
મુસ્કાનના ભાઈની શંકાના આધારે પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ઇમરાન સાંજે 5:40 વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશતો અને 6:05 વાગ્યે બહાર નીકળતો સ્પષ્ટ દેખાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પૂર્વઆયોજિત કાવતરું હોઈ શકે છે, કારણ કે ઇમરાન ઘરમાં પ્રવેશતા પહેલાં જ પોતાની સાથે ધારદાર છરી લઈને આવ્યો હતો.
પોલીસ અને જિમ સ્ટાફના જણાવ્યા મુજબ, બંને છેલ્લા દોઢ-બે વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. મુસ્કાન જે જિમમાં જતી હતી ત્યાં ઇમરાન અગાઉ ટ્રેનર તરીકે કામ કરતો હતો. જોકે, મુસ્કાનના ફોનમાંથી મળેલા ચેટ્સ અને કૌટુંબિક નિવેદનોથી જાણવા મળ્યું છે કે બંને વચ્ચેનો સંબંધ અત્યંત ‘ટોક્સિક’ બની ગયો હતો. ઇમરાન તેના પર અવારનવાર શંકા કરતો અને તેને સતત માનસિક અને ઈમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. છેલ્લા બે મહિનાથી મુસ્કાન તેનાથી અલગ થવા માંગતી હતી, પરંતુ ઇમરાન તેને હેરાન કરતો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને નશાની લત
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 28 વર્ષીય ઇમરાન હાલ બેરોજગાર છે અને ગંભીર નશાની લત પણ છે. તેને નશા મુક્તિ કેન્દ્રમાં પણ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સામે વર્ષ 2021માં આત્મઘાતી હુમલા (IPC કલમ 308) હેઠળ પણ કેસ નોંધાયેલો છે, જે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉ મુસ્કાનના પરિવારે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તે સમયે મામલો થાળે પડી ગયો હતો.
મૃતક મુસ્કાન શર્મા દિલ્હી યુનિવર્સિટીના સોલમાંથી (SOL) ગ્રેજ્યુએશન કરી રહી હતી અને સાથે ફેશન મોડેલિંગ તેમજ કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરતી હતી. તેણે બ્રાઇડલ વેર બ્રાન્ડ્સ અને મેકઅપ આર્ટિસ્ટ સાથે કામ કરીને નાની ઉંમરે પોતાની સારી ઓળખ બનાવી હતી. તેના મિત્રો અને પરિજનોના જણાવ્યા મુજબ, તે ખૂબ જ મહેનતુ અને મહત્વકાંક્ષી છોકરી હતી અને ભવિષ્યમાં યુરોપ જઈને કારકિર્દી બનાવવાનું સપનું ધરાવતી હતી.

