
એક મહિના સુધી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યા બાદ 20 જુલાઈએ ગેરકાયદેસર સંસદ માર્ચનું આયોજન કરીને રાજધાનીમાં ઘિંગાણું મચાવનાર કોકરોચ જનતા પાર્ટીએ ફરીથી એક માર્ચની ઘોષણા કરી છે. જે અનુસાર 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કૂચ કરવામાં આવશે.
કોકરોચ જનતા પાર્ટીની તથાકથિત સમિતિની સોમવારે (24 ઑગસ્ટ) એક બેઠક મળી હતી અને આ બેઠક બાદ માર્ચની ઘોષણા કરવામાં આવી છે.
The Cockroach Janta Party (CJP) has announced a nationwide call for a peaceful protest march in New Delhi on 5 September 2026, accusing the Government of India of failing to honour the commitments made to young people on 25 July, following which nationwide youth protests were… pic.twitter.com/73DuVpnOWG
— ANI (@ANI) August 24, 2026
કોકરોચોએ કહ્યું કે 25 જુલાઈના રોજ કેન્દ્ર સરકારે દેશના યુવાનોને જે વાયદા કર્યા હતા તેના આધારે જ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. પરંતુ સરકાર એ વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ રહી છે.
CJPએ કહ્યું કે તેઓ 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર એક શાંતિપૂર્ણ માર્ચનું આયોજન કરશે અને તેના માટે દેશભરના લોકોને જોડાવા માટે કહેવામાં આવ્યું છે. ઈન્ડિયા ગેટ પરથી માર્ચ નવી દિલ્હી પોલીસ મુખ્યમથક તરફ જશે એમ કહેવામાં આવ્યું છે.
માર્ચની આગેવાની આત્મહત્યા કરનારા NEET વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના આંદોલન દરમ્યાન પોલીસના કથિત બળપ્રયોગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ કરશે એમ જણાવવામાં આવ્યું છે. સાથે અન્ય સંગઠનો અને દેશભરમાંથી યુવાનો જોડાશે તેમ પણ જણાવાયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બર દરમ્યાન BRICS સમિટ યોજાનાર છે, જેમાં વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને તેમની સાથે પ્રતિનિધિમંડળો પણ આવશે. આ આંતરરાષ્ટ્રીય સમિટ માટે પોલીસ અને સુરક્ષાબળો, એજન્સીઓ વગેરે પહેલેથી એલર્ટ પર છે.

