હોમપેજગુજરાત'મુસ્લિમોએ ગામની જમીન પચાવીને ઊભી કરી ગેરકાયદે દુકાનો, હિંદુ મહિલાઓ-યુવતીઓને કરે છે...

‘મુસ્લિમોએ ગામની જમીન પચાવીને ઊભી કરી ગેરકાયદે દુકાનો, હિંદુ મહિલાઓ-યુવતીઓને કરે છે હેરાન’: ખેડાના ચાંદણામાં સ્થાનિક હિંદુઓનું કલેકટરને આવેદન

હાલ પ્રશાસને કડક કાર્યવાહી માટેનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત જિલ્લા પ્રશાસને ગેરકાયદે દુકાનો પર નોટિસ લગાવી છે અને તાત્કાલિક પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે, જો પુરાવાનો અભાવ હશે તો જિલ્લા વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરશે.

- Advertisement -

ખેડાના ચાંદણા ગામમાં ગેરકાયદે રીતે જમીન પચાવી પાડી ઉત્પાત મચાવવામાં આવી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ગામની મધ્યમાં જ ખાલી પડેલી જમીન પર મુસ્લિમ સમુદાયના કેટલાક શખ્સોએ કબજો કરી નાખ્યો છે અને ગેરકાયદેસર રીતે દુકાનો વગેરે બનાવી નાખ્યું છે. હિંદુઓની ફરિયાદ છે કે આ દુકાનોમાં મુસ્લિમ ટોળાં એકઠાં થાય છે અને હિંદુ મહિલાઓ અને યુવતીઓને જોઈને અશ્લીલ ઇશારા અને વાતો કરવામાં આવી રહી છે. સ્થાનિક હિંદુઓએ કલેકટરને આવેદન સોંપીને આ દબાણ હટાવવા માટેની માંગણી કરી છે.

ગ્રામીણોએ આ દબાણો તાત્કાલિક દૂર કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. આવેદનપત્રની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગામની મધ્યમાં આવેલી ફાજલ જમીન પર મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે કબજો કરીને બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ જગ્યાએ ધંધા-વ્યવસાયના નામે અનેક દુકાનો પણ ઊભી કરી દેવામાં આવી છે. ગ્રામીણોનો આરોપ છે કે આ દુકાનોની બાજુમાંથી પસાર થતાં જાહેર રસ્તા પર સવાર-સાંજ હિંદુ સમાજની બહેન-દીકરીઓ અવરજવર કરતો હોય છે. 

આગળ કહેવાયું છે કે આ દરમિયાન ત્યાં કેટલાક અસામાજિક મુસ્લિમ તત્વો એકઠા થાય છે અને અશલીક ભાષાનો પ્રયોગ કરે છે અને અભદ્ર ટિપ્પણીઓ-ઇશારા પણ કરે છે. આ ઉપરાંત દુકાનની બાજુમાં હિંદુ સમાજના ઘણા મંદિરો અને ચબૂતરી ચોક પણ આવેલો છે, અહીં જ નવરાત્રિ ગરબા, ભાથીજી મહારાજના ગરબા, રામધૂન અને રામદેવજીના ભજનો જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે.



આરોપ છે કે આ બધા ઉત્સવો દરમિયાન મુસ્લિમ શખ્સો મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખે છે અને વ્યંગ અને કટાક્ષમાં અવરજવર કરતા લોકો સામે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. હિંદુ સમાજે અગાઉની ઘટનાઓને પણ યાદ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે નવરાત્રિ દરમિયાન ગરબા રમતી માતાઓ, બહેનો અને દીકરીઓના છૂપી રીતે વિડીયો અને ફોટો લેવામાં આવે છે અને તેના કારણે ઘર્ષણ પણ થાય છે. 

- Advertisement -

ગ્રામીણોના મતે હવે આ જગ્યા એક ‘હબ’ તરીકે જાણીતી બની ગઈ છે, જ્યાં ગામમાં આવતી-જતી હિંદુ બહેન-દીકરીઓ સામે ખરાબ નજરથી જોવું, અભદ્ર ટિપ્પણી કરવી અને અન્ય દુકાને વસ્તુ લેવા જાય ત્યારે તેમનો પીછો કરવા જેવી ઘટનાઓ દરરોજ થવા લાગી છે.

પ્રશાસને નોટિસ લગાવી માંગ્યા પુરાવા- સ્થાનિક હિંદુ

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક હિંદુ સંગઠનના પદાધિકારી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આરોપીઓ હિંદુ દીકરીઓ અને બહેનોને હેરાન કરી રહ્યા હતા. તેમણે ગામની વચ્ચોવચ જમીન પચાવી પાડી હતી અને ત્યાં ગેરકાયદે બાંધકામો ઊભાં કરી નાખ્યાં હતાં, ત્રણ વર્ષ પહેલાં નવરાત્રિ દરમિયાન આ મામલે ઘર્ષણ પણ થયું હતું. ચાલુ નવરાત્રિમાં મુસ્લિમો બાઇક લઈને વચ્ચેથી નીકળતા, જોર-જોરથી બાઇકો ચલાવતા અને અભદ્ર વ્યવહારો કરતા હતા.

તેમણે આગળ જણાવ્યું કે તાજેતરમાં જ એક હિંદુ સગીરા પર ઘણા મુસ્લિમ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ ગામના હિંદુ સમાજે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને દસ્તાવેજો પણ તપાસ્યા હતા. જેમાં આધિકારિક રીતે એ જાણવા મળ્યું હતું કે મુસ્લિમોએ ગામની ફાજલ જમીન પદ કબજો કરી લઈને ગેરકાયદે બાંધકામ ઊભાં કરી દીધાં છે. 

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે હાલ પ્રશાસને કડક કાર્યવાહી માટેનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત જિલ્લા પ્રશાસને ગેરકાયદે દુકાનો પર નોટિસ લગાવી છે અને તાત્કાલિક પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે, જો પુરાવાનો અભાવ હશે તો જિલ્લા વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરશે.

તાજેતરમાં જ એક હિંદુ સગીરા પર થયો હતો સામૂહિક બળાત્કાર

નોંધનીય છે કે તાજેતરમાં આ જ ગામમાં એક 17 વર્ષીય હિંદુ સગીરા સાથે ત્રણ વર્ષ સુધી સામૂહિક બળાત્કાર અને બ્લેકમેઇલિંગનો મામલો સામે આવ્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં 9 મુસ્લિમ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી પરવેઝ પઠાણે પહેલાં સગીરાને ફસાવી તેના અશ્લીલ ફોટા-વિડીયો બનાવી લીધા હતા અને ત્યારબાદ ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ મુજબ પરવેઝે સગીરાને પોતાના અન્ય મુસ્લિમ મિત્રોને પણ સોંપી દીધી હતી અને 2023થી 2025 દરમિયાન અલગ-અલગ આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

ફરિયાદમાં આરોપ છે કે આરોપીઓ સગીરાને વારંવાર ધમકી આપતા હતા કે જો તે તેમની વાત નહીં માને તો ફોટા-વિડીયો વાયરલ કરી દેશે અને તેને બદનામ કરી દેશે. પીડિતાએ આખરે કંટાળીને આત્મહત્યાની વાત કરતા સમગ્ર મામલો પરિવાર સામે આવ્યો હતો. ત્યારબાદ 17 એપ્રિલ 2026ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવી તપાસ શરૂ કરી હતી. ખેડા ટાઉન પોલીસના PI વીબી દેસાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે આ સમગ્ર ઘટના સુનિયોજિત ગુનાહિત કાવતરાનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ મામલે ઑપઇન્ડિયાએ એક્સક્લુઝિવ વિગતો સાથે એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે. તે સિવાય પીડિતાનાં માતા સાથે પણ ખાસ વાતચીત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, તે પણ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં