અત્યારના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અચાનક ઉપસી આવતાં તથાકથિત ‘જનઆંદોલનો’ અને ‘જેન-Z મૂવમેન્ટ્સ’ મોટાભાગે એટલાં નિષ્પક્ષ અને તટસ્થ નથી હોતાં જેટલાં દેખાતાં હોય છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરીને, સંસદ કૂચના નામે ઉત્પાત મચાવીને ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને તેના સ્થાપક અભિજીત દીપકેનો કિસ્સો આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે.
જ્યારે પણ કોઈ નવો રાજકીય ચહેરો કે સંસ્થા અચાનક લોકો સમક્ષ આવે છે ત્યારે તેની પાછળ કોણ છે તે જાણવું જરૂરી બને છે. કોકરોચ જનતા પાર્ટીને એક સ્વતંત્ર અને યુવાનો દ્વારા સંચાલિત આંદોલન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની પાછળ એક જૂની અને સુનિયોજિત રાજકીય પૃષ્ઠભૂમિ છુપાયેલી હતી.
આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકવાનું કામ સૌથી પહેલાં ઑપઇન્ડિયાએ કર્યું હતું. અમે જ સૌથી પહેલાં વિશ્વસનીય પુરાવાઓ સાથે ઉજાગર કર્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીનો મુખ્ય ચહેરો અભિજીત દીપકે વાસ્તવમાં આમ આદમી પાર્ટીનો (AAP) જ જૂનો ખેલાડી છે અને આ સંસ્થા AAPની જ એક આડપેદાશ કે સ્ટંટ સમાન છે.
જોકે હંમેશાંની જેમ મેઇનસ્ટ્રીમ મીડિયાના એક વર્ગે અને લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમે આ સત્યને જાણીજોઈને અવગણ્યું. મીડિયામાં દીપકેને માત્ર ‘કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક’ કે એક અપક્ષ યુવા નેતા તરીકે જ રજૂ કરવામાં આવ્યો, જેથી સામાન્ય જનતા સમક્ષ તેનો AAP સાથેનો જૂનો સંબંધ છુપાયેલો રહે અને તેની ઓળખ જેન-ઝી નેતા તરીકેની જ રહે.
જ્યારે તેના AAP કનેક્શન અંગે સવાલો ઊઠવા લાગ્યા ત્યારે અભિજીત દીપકેએ સફાઈ આપવાનું શરૂ કર્યું. તેણે દાવો કર્યો કે તે માત્ર 2020થી 2023ની વચ્ચે ત્રણ વર્ષ માટે જ આમ આદમી પાર્ટી સાથે પ્રોફેશનલ ધોરણે જોડાયેલો હતો અને તે સિવાય તેનો AAP સાથે કોઈ રાજકીય કે સક્રિય સંબંધ નથી. ‘ઇન્ડિયા ટુડે’ જેવા રાષ્ટ્રીય મીડિયા હાઉસ સાથેના ઇન્ટરવ્યુમાં પણ તે આવો દાવો કરી ચૂક્યો છે.
દીપકેનો દાવો કેટલો સાચો?
પરંતુ શું આ દાવો સાચો છે? શું અભિજીત દીપકે ખરેખર 2020માં જ પહેલીવાર AAP સાથે જોડાયો હતો? અને શું તે માત્ર પ્રોફેશનલ ધોરણે જ AAP સાથે જોડાયેલો હતો? ના, સોશિયલ મીડિયાની જૂની ડિજિટલ ફૂટપ્રિન્ટ આ દાવાથી સાવ વિપરીત દૃશ્ય દેખાડે છે. સત્ય એ છે કે દીપકે 2017થી એટલે કે છેક નવ-દસ વર્ષ પહેલાંથી આમ આદમી પાર્ટી સાથે અત્યંત સક્રિય રીતે જોડાયેલો હતો.
દીપકેએ CJPની કમાન સંભાળી ત્યારથી જ સોશિયલ મીડિયા પર ઘણા નેટિઝન્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે એ ત્યારે આ વાસ્તવિક્તાને યોગ્ય કવરેજ ન મળતાં મુદ્દો બહાર આવી શક્યો નહીં. પરંતુ હવે સોશિયલ મીડિયા પર સામે આવેલી જૂની પોસ્ટ અને સ્ક્રીનશોટ્સ આ વાતની સ્પષ્ટ સાબિતી આપે છે. વર્ષ 2017 અને 2018ના ગાળામાં જ અભિજીત દીપકે મહારાષ્ટ્ર આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય હતો અને તેમની ડિજિટલ વિંગ સંભાળી રહ્યો હતો.
તે સમયે અભિજીત દીપકેનું X હેન્ડલ @aaptimist તરીકે જાણીતું હતું. આ હેન્ડલનું નામ જ દર્શાવે છે કે તે આમ આદમી પાર્ટીની વિચારધારા અને સંગઠન સાથે કેટલો ઊંડાણપૂર્વક જોડાયેલો હતો. જોકે, પોતાનો ભૂતકાળ છુપાવવા માટે તેણે પાછળથી આ એકાઉન્ટને લોક કરી દીધું, જેથી તેનાં જૂનાં ટ્વિટ્સ સાર્વજનિક રૂપે જોઈ ન શકાય. હવે આ હૅન્ડલનું નામ છે ગ્રૉક.

પરંતુ ઇન્ટરનેટ પર કશું છૂપું રહેતું નથી. 2017 અને 2018માં AAPના વિવિધ નેતાઓ અને સોશિયલ મીડિયા પદાધિકારીઓએ કરેલાં ટ્વિટ આજે પણ દીપકે AAPમાં હતો એ વાતની સાક્ષી પૂરે છે.
આમ આદમી પાર્ટી સમર્થક અંકિત લાલે 15 જૂન 2017ના રોજ ટ્વિટ કરીને લોકોને AAP મહારાષ્ટ્ર અને દીપકેનું @aaptimist આઈડી ફોલો કરવા અપીલ કરી હતી. આ ટ્વિટમાં દીપકેને મહારાષ્ટ્રના આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગનો સંચાલક ગણાવવામાં આવ્યો છે.
Do follow Social Media Lead for @AAPMaharashtra
— Ankit Lal (@AnkitLal) June 15, 2017
Abhijeet Dipke @aaptimist_
Look forward to a reenergised team and out-of-box ideas. 👍🏼
આ સિવાય નિખિલ ખલેની પણ ઑગસ્ટ 2017 અને સપ્ટેમ્બર 2017ની 2 પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં પણ ‘આપ્ટિમિસ્ટ’ નામનું હેન્ડલ ટેગ કરવામાં આવ્યું છે અને સાથે કૌંસમાં અભિજિત દીપકેનું નામ છે.

અન્ય એક પોસ્ટમાં તેણે દીપકેનો ફોટો મૂકીને AAPના સોશિયલ મીડિયા માટે કામ કરવા બદલ દીપકેની વાહવાહી કરી છે.

આ સિવાય પણ અમુક AAP સમર્થકો અને સોશિયલ મીડિયા સાંભળનારાઓએ દીપકેને ‘AAP પરિવાર’નો ભાગ ગણાવીને તેના જન્મદિવસે શુભકામનાઓ પાઠવતાં ટ્વિટ કર્યાં હતાં જે હવે સામે આવી રહ્યાં છે.

આ જૂનાં ટ્વિટ્સમાં તેને મહારાષ્ટ્ર AAPની સોશિયલ મીડિયા વિંગનો મુખ્ય સભ્યો ગણાવવામાં આવ્યો હતો. AAPના રાષ્ટ્રીય કક્ષાના સોશિયલ મીડિયા હેન્ડલર્સ તેને ટેગ કરીને તેની કામગીરીના વખાણ કરતા હતા. આ પુરાવા સ્પષ્ટ કરે છે કે 2017માં જ તે AAPનો પ્રોફેશનલ કર્મચારી નહીં પરંતુ સંગઠનનો સક્રિય ભાગ હતો.
જ્યારે કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો ગરમ થયો ત્યારે ન્યૂઝ18 જેવા મીડિયા માધ્યમોના અહેવાલોમાં પણ એ સવાલો ઊઠ્યા કે શું CJP આંદોલનને આમ આદમી પાર્ટી દ્વારા ફન્ડિંગ અને બેકગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો હતો? શું મનીષ સિસોદિયા કે વિજય નાયર જેવા AAPના વ્યૂહરચનાકારો સાથે પણ આ તાર જોડાયેલા છે?
I found screenshots from Abhijit Dipke’s old account showing that he had been associated with the Aam Aadmi Party much earlier. This proves that he has lied to thousands of young people in the country. https://t.co/xmp5Ngv42q pic.twitter.com/E6nylbBWwn
— Vishal Maheshwari (@vishalPosts) August 12, 2026
ત્યારબાદ નેટિઝન્સ પણ દીપકેની જૂની પોસ્ટ અને ટ્વિટ્સનો ડેટા લઈ આવ્યા. ગુજરાતના ફેક્ટચેકર, રિસર્ચર વિજય ગજેરાએ એક વિસ્તૃત X થ્રેડમાં પુરાવાઓ સાથે દીપકેનું સત્ય ઉજાગર કર્યું છે, જે દર્શાવે છે કે આ આંદોલન પાછળ એક મોટું રાજકીય કપટ છુપાયેલું હતું.
થ્રેડ અનુસાર દીપકે છેલ્લાં 10 વર્ષથી AAPનાં ટોચનાં પદો પર કાર્યરત હતો. જેમ-જેમ પોલ ખુલતી ગઈ એમ દીપકેએ જૂનો બધો ડેટા ડિલીટ કરી દીધો અને હૅન્ડલનું નામ પણ બદલી નાખ્યું અને આખરે હૅન્ડલ લૉક કરી દીધું.
Let me EXPOSE one of Abhijit Dipke's biggest lies: that he was associated with AAP only between 2020 and 2023.
— Office Of Vijay Patel (@VijayGajeraO) August 12, 2026
He has deleted all his old data and changed his X username.
Let's expose this liar who played with the emotions of our Kids for his politics. pic.twitter.com/6X7sFvhLeo
પરંતુ ડિજિટલ પુરાવાઓ ક્યારેય ભૂંસાતા નથી. વિજય પટેલના ખુલાસા મુજબ દીપકે 2016થી જ મહારાષ્ટ્ર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા હેડ તરીકે સક્રિયપણે જવાબદારી સંભાળી રહ્યો હતો. એટલું જ નહીં, તેણે પોતાના જૂના સાથી અજિંક્ય શિંદે સાથે મળીને 2016થી AAP માટે ખૂબ નજીકથી કામ કર્યું હતું.
2. Abhijit Dipke’s previous X username was @aaptimist, and here is his old body, Ajinkya Sinde, whom he just included in CJP and fooled people. pic.twitter.com/wBB12iqTWU
— Office Of Vijay Patel (@VijayGajeraO) August 12, 2026
બાદમાં આ જ અજિંક્ય શિંદેને તેણે ‘કોકરોચ જનતા પાર્ટી’નો નેશનલ કમિટી મેમ્બર પણ બનાવ્યો હતો. આ ગેંગ AAPમાં હતી તે સમયના ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે.
4. Abhijit Dipke was the Maharashtra SM head since 2016.
— Office Of Vijay Patel (@VijayGajeraO) August 12, 2026
And my previous threads have exposed how he worked very closely with AAP till 2026. pic.twitter.com/ZTSZkv6db7
જૂના થ્રેડ્સ અને રેકોર્ડ્સ સ્પષ્ટ કરે છે કે દીપકે 2016થી લઈને 2026 સુધી એટલે કે છેલ્લાં 10 વર્ષથી AAP માટે ટોચના સ્તરે કામ કરી રહ્યો હતો.
6. The mainstream Media has to show this reality to the people.
— Office Of Vijay Patel (@VijayGajeraO) August 12, 2026
I request you all to tag mainstream media handles and ask them to show the truth.
પોતાની જૂની ઓળખ છુપાવવા માટે તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ડેટા ભૂંસી નાખ્યો અને નવી ‘CJP’ની રચના કરી, NEETના નામે ખેલ કર્યો અને દિલ્હીમાં ચક્કાજામ કર્યા. આ બધા ઘટનાક્રમ પરથી એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ એ કોઈ અચાનક ઊભું થયેલું બિનરાજકીય આંદોલન નહોતું, પરંતુ આમ આદમી પાર્ટીના જૂના ખેલાડીઓનું નાટક જ હતું.
અભિજીત દીપકે પોતાને માત્ર ત્રણ વર્ષ માટે પ્રોફેશનલી જોડાયેલો બતાવીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જાણીજોઈને પોતાના 9-10 વર્ષ જૂના AAP કનેક્શન અંગે મૌન સેવી રહ્યો છે, કારણ કે જો આ કનેક્શન સપાટી પર આવે તો તેના ‘સ્વતંત્ર નેતા’ હોવાના ખેલનો પર્દાફાશ થઈ જાય તેમ છે.
મીડિયા અને લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમ પણ આ મુદ્દે મૌન સેવીને અથવા તો બાબતને હળવાશથી લઈને AAP કનેક્શન પર પડદો પાડવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં કશું છૂપું રહેતું નથી.
ઑપઇન્ડિયાએ જે વાસ્તવિકતા શરૂઆતમાં જ બહાર પાડી હતી તેને આ પુરાવાઓનું બળ મળતા સાબિત થયું છે કે કોકરોચ જનતા પાર્ટીના નામે જે ‘જનઆંદોલન’ રજૂ કરવામાં આવી રહ્યું હતું, તે બીજું કશું નહીં પરંતુ AAPની જ જૂની સોશિયલ મીડિયા ફેક્ટરીની નીપજ હતી. જનતાએ આવી કથિત ‘તટસ્થ’ મૂવમેન્ટ્સ પાછળ રહેલા રાજકીય ચહેરાઓને ઓળખવાની જરૂર છે.


