તાજેતરમાં ખેડાથી એક હિંદુ સગીરા પર મુસ્લિમ શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસે આ મામલે 9 મુસ્લિમ આરોપીઓ સામે નામજોગ FIR નોંધી હતી અને 8ની ધરપકડ પણ થઈ ચૂકી છે. હાલ એક આરોપીને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે. ખેડાની તે ઘટના કેવી રીતે બની? કઈ રીતે એક 17 વર્ષીય હિંદુ સગીરાને પરવેઝ પઠાણ નામના શખ્સે ફસાવી અને ત્યારબાદ તેના મુસ્લિમ મિત્રો પાસે તેનો રેપ કરાવ્યો, તે તમામ માહિતી ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ રિપોર્ટમાં પ્રકાશિત થઈ ચૂકી છે, તે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
આ ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે અમારી ટીમ પીડિતાના પરિવાર સુધી પહોંચી હતી. પીડિત સગીરાનાં માતા અને આ કેસના ફરિયાદી ભાવનાબેને (નામ બદલેલું છે) ઑપઇન્ડિયાને આ કેસ વિશે ઘણી સ્ફોટક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી પરવેઝ અને તેમના પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ હતો અને ઘણી વખત એકબીજાનાં ઘરે અવરજવર પણ રહેતી હતી. આ ભરોસાનો ફાયદો ઉઠાવીને પરવેઝે તેમની દીકરીને ફસાવી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે પરવેઝે પહેલાં તેમની દીકરીને ફસાવી અને ત્યારબાદ પીડિતાનો મોબાઈલ નંબર પોતાના મુસ્લિમ મિત્રોના એક ગ્રુપમાં સાર્વજનિક કરી દીધો હતો. જેના કારણે તમામ મુસ્લિમ શખ્સો વારંવાર દીકરીને ફોન અને મેસેજ કરીને હેરાન કરી રહ્યા હતા. આ બાબતના પુરાવા પણ પીડિત પરિવાર પાસે છે. તેમણે કહ્યું છે કે પીડિતાના અશ્લીલ વિડીયો પણ આરોપીએ તેના મિત્રોના ગ્રુપમાં શેર કર્યા હતા જેના કારણે તેમની દીકરીને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહી હતી અને શારીરિક સંબંધ માટે મજબૂર કરવામાં આવી રહી હતી.
‘આરોપીના પરિવાર સાથે ઘર જેવો સંબંધ હતો, પણ ભરોસો ન કરી શકાય’- ફરિયાદી
આ ઘટના પર વાત કરતા પીડિતાનાં માતાએ જણાવ્યું હતું કે એક સમયે પરવેઝ પઠાણના પરિવાર સાથે તેમનો ઘર જેવો સંબંધ હતો. પરવેઝના દાદાનું ટ્રેક્ટર પીડિતાના પિતા ચલાવતા હતા અને ઘરે પણ આવવા-જવાનું થતું રહેતું હતું. તેમ છતાં પરવેઝે તે હિંદુ પરિવારની દીકરી પર દાનત બગાડી હતી. ફરિયાદીએ કહ્યું કે, “આ લોકોમાં (મુસ્લિમ આરોપીઓ) સંબંધોની કોઈ મર્યાદા હોતી નથી. તેઓ તેમની જ બહેનો-દીકરીઓ સાથે સંબંધો બનાવે છે તો તે આપણી બહેન કે દીકરીઓ પર ખરાબ નજર ન કરે એવી અપેક્ષા ન રાખી શકાય.”
તેમણે સમગ્ર હિંદુ સમાજને સંદેશ આપ્યો છે કે, “આ લોકો પર ભરોસો ન કરી શકાય. આ લોકો સાથે ઘર જેવો સંબંધ હોવા છતાં તે આપણાં જ પરિવારની દીકરી પર ખરાબ દ્રષ્ટિ નાખે છે. શરૂઆતમાં તો અમે સમાજના ડરના કારણે પોલીસ ફરિયાદ કરવા પણ તૈયાર નહોતા, પરંતુ હિંદુ સંગઠનોએ સમજાવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.”
ફરિયાદીના જણાવ્યા અનુસાર હિંદુ સંગઠનોએ પીડિત પરિવારને સમજાવ્યો હતો કે જો તેઓ આજે ફરિયાદ નહીં કરે તો આવનારા સમયમાં બીજી 10 હિંદુ દીકરીઓ આવી રીતે ફસાશે અને તેને હિંદુ સમાજ બચાવી નહીં શકે. ત્યારબાદ પીડિત પરિવાર ફરિયાદ માટે તૈયાર થયો હતો. પીડિતાનાં માતાએ જણાવ્યું છે કે તેમની દીકરી સાથે જે થયું એ અન્ય કોઈ હિંદુની દીકરી સાથે ન થાય એ હેતુથી તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
‘શરૂઆતમાં પોલીસે નહોતી લીધી ફરિયાદ’- સગીરાનાં માતા
પોલીસના શરૂઆતી વલણને લઈને પણ પીડિતાનાં માતાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે શરૂઆતમાં જ્યારે આ કેસની ફરિયાદ કરવા પીડિતાના પિતા અને અન્ય એક સ્થાનિક આગેવાન ગયા તો તેમને કોઈપણ રીતે પોલીસ સ્ટેશનમાંથી ભગાવી દેવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ લેવામાં આવી ન હતી. બાદમાં હિંદુ સંગઠનો અને પીડિતાનાં માતાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરતા આખરે પોલીસે કાર્યવાહી કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું છે કે પોલીસે બીજી વખત ફરિયાદ કર્યા બાદ કાર્યવાહી કરી હતી, પણ હજુ સુધી સાહિલ નામના એક શખ્સની ધરપકડ થઈ શકી નથી. પોલીસ કહી રહી છે કે તેને પકડવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે. પીડિતાનાં માતાએ સરકાર પાસે માંગણી કરી છે કે તમામ આરોપીઓને દાખલો બેસે એવી સજા મળવી જોઈએ, જેથી બીજી કોઈ હિંદુ દીકરીનું જીવન ખરાબ ન થઈ શકે.
આ ઉપરાંત તેમણે એવી પણ માંગણી કરી છે કે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવવી જોઈએ અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. હાલ તો આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
આરોપીઓની ઓળખ પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (મુખ્ય આરોપી), માહિર યાકુબ પઠાણ, ફૈઝાન ઝહીરખાન પઠાણ, તૌફિક ઉર્ફે તૌસીક હુસૈનખાન પઠાણ, સાહિલ લિયાકતખાન ઉર્ફે દાઉદ પઠાણ (હાલ ફરાર), અયાન લિયાકતખાન પઠાણ, મોઈન ફિરોજખાન પઠાણ, મારુફ ઉર્ફે નુરાની મુબારક પઠાણ અને સલમાન આરીફખાન પઠાણ તરીકે થઈ છે.


