ખેડા જિલ્લામાં એક 17 વર્ષીય હિંદુ સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં 9 મુસ્લિમ શખ્સો વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 8 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ફરાર થઈ ચૂકેલા એક આરોપીને પકડવા માટે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઘટનાને બાદ હિંદુ સંગઠનો પણ મેદાનમાં આવ્યાં છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસનું કહેવું છે કે આ સમગ્ર કેસ ગુનાહિત ષડ્યંત્રનો છે અને એ જ દિશામાં તપાસ હાલ ચાલી રહી છે.
કેસની વિગતો અનુસાર ઘટના ખેડાના એક ગામમાં બની હતી. પીડિતાએ આ સમગ્ર ઘટનાની વાત તેમનાં માતાને કરી હતી અને આપવીતી જણાવી હતી, જેના આધારે પીડિતાનાં માતાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી અને આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામનું પછીથી સરઘસ કાઢવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ પીડિતાએ તેની માતાને જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલાં તેનો પરિચય ગામના જ એક મુસ્લિમ શખ્સ પરવેઝ પઠાણ સાથે થયો હતો. પરવેઝના પરિવાર અને પીડિતાના પરિવાર વચ્ચે ઘરે આવવા-જવાના સંબંધો હતા.
સમય જતાં પરવેઝે કોઈપણ રીતે સગીરાને ફસાવવાના પ્રયાસો કરવાના શરૂ કરી દીધા હતા અને ક્યાંકથી નંબર શોધીને તેને વારંવાર હેરાન કરતો રહેતો હતો. દરમ્યાન તેણે એક દિવસ સગીરાને મોડી રાત્રે મળવા માટે બોલાવી હતી અને મળવા નહીં આવે તો બદનામ કરવાની ધમકી આપી હતી, જેના કારણે સગીરા ડરી ગઈ હતી અને તે એકલી ગામની જ એક શાળામાં આરોપીને મળવા માટે પહોંચી ગઈ હતી. આરોપ છે કે આ દરમિયાન પરવેઝે હિંદુ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના ફોટા-વિડીયો પણ લઈ લીધા હતા. અલગ-અલગ સમયે લગભગ 10થી 12 વખત આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
8 અન્ય મુસ્લિમ શખ્સોએ આચર્યો બળાત્કાર
આ ઘટનાના થોડા દિવસો બાદ ફરી પરવેઝે સગીરાને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું અને રાત્રે ગામની શાળામાં મળવા માટેનું કહ્યું હતું. જોકે સગીરાએ ના કહી દેતા આરોપીએ અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને સગીરાને ડરાવી-ધમકાવી અને બ્લેકમેલ કરીને શાળાએ બોલાવી હતી. ફરિયાદ અનુસાર આ વખતે પરવેઝની સાથે તેના અન્ય બે-ચાર મુસ્લિમ મિત્રો હતા અને આરોપ છે કે તમામે હિંદુ સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઉપરાંત પરવેઝ અવારનવાર ડરાવી-ધમકાવીને સગીરાને બોલાવતો હતો અને અલગ-અલગ મુસ્લિમ શખ્સો સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂત કરતો હતો. 2023થી 2025 સુધીમાં પરવેઝે લગભગ 8 મુસ્લિમ શખ્સો પાસે સગીરાનો રેપ કરાવ્યો હતો. સતત ત્રણ વર્ષ સુધી હિંદુ સગીરાને ડરાવી-ધમકાવીને આવું કામ કરાવવામાં આવી રહ્યું હતું.
‘તને તો અમારા મિત્રોના ગ્રુપમાં આનંદ માટે રાખવાની છે’- આરોપી
પરવેઝે સગીરાના અશ્લીલ ફોટા અને વિડીયો તેના મિત્રોના ગ્રુપમાં શેર કરી દીધા હતા, જેના કારણે અન્ય આરોપીઓ પણ સગીરાને ધાકધમકી આપવા લાગ્યા હતા અને બળાત્કાર ગુજારવા લાગ્યા હતા. દરમિયાન પરવેઝે સગીરાને કહ્યું હતું કે હવે તેણે તેના તમામ મિત્રો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા પડશે અને જો તે આવું નહીં કરે તો હત્યાની અને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.
આ સમયે આરોપીઓએ ધમકી આપતાં સગીરાને કહ્યું હતું કે, ‘અમે જ્યારે બોલાવીએ ત્યારે તારે આવવું પડશે, નહીં તો આ ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશું.’ ફરિયાદ અનુસાર સગીરા આ ધમકીથી દઘાઈ ગઈ હતી અને રડવા લાગી. જે બાદ પરવેઝે ગાળાગાળી કરી હતી અને ધમકી આપતાં કહ્યું હતું કે, ‘તને તો અમારા તમામ મિત્રોના ગ્રુપમાં આંદન કરવા માટે રાખવાની છે અને જો તું કોઈને શારીરિક સંબંધ માટે ના પાડીશ તો તારા ફોટા અને વિડીયો વાયરલ થઈ જશે.’
આ ઘટનાના બે-ત્રણ દિવસ બાદ ફરી ધમકાવીને આરોપીઓએ સગીરાને બોલાવી હતી અને ‘તારે ક્યારેય લગ્ન કે સગાઈ કરવાની નથી, તારે બધા મિત્રોને અવારનવાર ખુશ કરવા પડશે’ કહીને તેના પર ફરી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ પણ ફરી સગીરાને બોલાવવામાં આવી હતી અને ‘તારે ક્યાંય સગાઈ કે લગ્ન કરવાના નથી અને આવી રીતે જ સંબંધ ચાલુ રાખવાનો છે’ કહીને ફરી તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આવી રીતે પરવેઝ અને તેની સાથેના અન્ય 8 મુસ્લિમ શખ્સોએ એક હિંદુ સગીરાને 3 વર્ષ સુધી ડરાવી-ધમકાવીને તેનું શોષણ કર્યું હતું. ત્યારબાદ આખરે કંટાળીને સગીરાએ ઘરે જ રડતાં-રડતાં આત્મહત્યાની વાત કરી હતી, જેના કારણે તેની માતાએ પૂછતાં પીડિતાએ તમામ આપવીતી જણાવી દીધી હતી. જોકે સમાજના ડરના કારણે શરૂઆતમાં પીડિતાની માતાએ પણ પોલીસ ફરિયાદ કરાવી ન હતી, પણ સમાજે સમજાવ્યા બાદ આખરે 17 એપ્રિલ, 2026ના રોજ પીડિતાની માતાએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુનિયોજિત ગુનાહિત કાવતરું, તપાસ ચાલી રહી છે- પોલીસ
પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે તમામ 9 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 64(2)(m), 65(1), 70(2), 351(2), 352, 61(2), 3(5) અને પોક્સો (POCSO) એક્ટની કલમ 3(a), 4, 5(G), 5(L) અને 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓની ઓળખ પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (મુખ્ય આરોપી), માહિર યાકુબ પઠાણ, ફૈઝાન ઝહીરખાન પઠાણ, તૌફિક ઉર્ફે તૌસીક હુસૈનખાન પઠાણ, સાહિલ લિયાકતખાન ઉર્ફે દાઉદ પઠાણ, અયાન લિયાકતખાન પઠાણ, મોઈન ફિરોજખાન પઠાણ, મારુફ ઉર્ફે નુરાની મુબારક પઠાણ અને સલમાન આરીફખાન પઠાણ તરીકે થઈ છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI વીબી દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટના સુનિયોજિત ગુનાહિત કાવતરા હેઠળ પાર પાડવામાં આવી હતી. હાલ પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેના પર આગળની કાર્યવાહી ચાલી રહી છે. એક આરોપી ફરાર હોવાથી તેને શોધવા માટેની કામગીરી પણ ચાલી રહી છે.


