મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના (TCS) BPO યુનિટમાં હિંદુઓના ઉત્પીડન અને ધર્માંતરણનું ષડ્યંત્ર ઉજાગર થયા બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આઈવર રિટેલ બ્રાન્ડ ‘લેન્સકાર્ટ’ પણ યુઝરોના રડાર પર આવી ગઈ. અહીં કંપનીના અમુક હિંદુવિરોધી નિયમો મામલે વિવાદ સર્જાયો છે. પછીથી લેન્સ્કાર્ટના સહસ્થાપક પિયુષ બંસલે માફી માગીને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો. જોકે તેમ છતાં વિવાદ શમ્યો નથી અને લોકો હજુ સવાલો ઉઠાવી રહ્યા છે.
આ સમગ્ર મામલો શું છે એ વિગતે જોઈએ.
આ વિવાદ લેન્સકાર્ટના કર્મચારીઓને ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવતા ‘ઇન્ટ્રોડક્ટરી ડોક્યુમેન્ટ’ (પરિચયાત્મક દસ્તાવેજ) સાથે જોડાયેલો છે. આ 23 પાનાંના દસ્તાવેજમાં કંપનીએ કર્મચારીઓ માટે બનાવેલા ‘ગ્રૂમિંગ અને યુનિફોર્મ’ સંબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે આ નિયમો તમામ કર્મચારીઓએ ફરજિયાતપણે પાળવાના રહેશે જેથી ઑફિસમાં એકસમાનતા જળવાઈ રહે.

સોશિયલ મીડિયા પર આ દસ્તાવેજના અમુક પાનાં વાયરલ થયાં છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દસ્તાવેજના 7 નંબરના પાના પર લખવામાં આવ્યું છે કે કર્મચારીઓ માટે હાથમાં ‘કલાવા’ (ધાર્મિક દોરો) બાંધવો અને ‘બિંદી’ લગાવવી મનાઈ છે. આ પ્રતીકો હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હિંદુઓની ઓળખ સમાન છે.
આશ્ચર્યની વાત એ છે કે આ દસ્તાવેજમાં એક તરફ હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો બીજી તરફ હિજાબ અને પાઘડી પહેરવાની છૂટ આપવામાં આવી છે. જોકે તેમાં એવી શરત છે કે હિજાબ કાળા રંગનો અને યોગ્ય રીતે ઢંકાયેલો હોવો જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓને રંગબેરંગી પથ્થરોવાળી વીંટીઓ કે ક્લચર પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

દસ્તાવેજના 10માં પાના પર પરિણીત હિંદુ મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા ‘સિંદૂર’ અંગે પણ સૂચના આપવામાં આવી છે. તેમાં લખ્યું છે કે જો કોઈ કર્મચારી સિંદૂર લગાવે તો તે ખૂબ જ ઓછું હોવું જોઈએ અને તે કપાળ પર ફેલાયેલું ન હોવું જોઈએ. સોશિયલ મીડિયા પર લોકો આને પક્ષપાતી વલણ ગણાવી રહ્યા છે અને કંપની પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
So I confirmed, this is genuine. This is what @peyushbansal tells his employees, hijab is okay, but bindi/tilak/Kalawa is not, for @Lenskart_com, a company that exists in Hindu majority Bharat, where most of the employees and consumers are Hindu! What do you say to this? This is… https://t.co/jQ2EPdWPJM pic.twitter.com/SWfOajOjpo
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) April 15, 2026
ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જાણવા મળ્યું?
આ વિવાદ અંગે લેન્સકાર્ટનો પક્ષ જાણવા માટે ઑપઇન્ડિયાએ કંપનીના HR વિભાગના વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જોકે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે કંપનીને સત્તાવાર ઈ-મેઈલ પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.
સત્ય જાણવા માટે જ્યારે દિલ્હીમાં લેન્સકાર્ટના એક સ્ટોરની મુલાકાત લેવામાં આવી ત્યારે ત્યાં કામ કરતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે પુષ્ટિ કરી કે વાયરલ થઈ રહેલું આ ડોક્યુમેન્ટ એકદમ સાચું છે. કર્મચારીએ જણાવ્યું કે દરેક નવા સ્ટાફને ટ્રેનિંગ દરમિયાન આ શરતો માનવી પડે છે અને તેમાં આપેલા તમામ નિયમોનું પાલન કરવું દરેક કર્મચારી માટે ફરજિયાત છે.
કર્મચારીએ એમ પણ જણાવ્યું કે જો કોઈ ભૂલથી નાડાછડી કે અન્ય પ્રતિબંધિત વસ્તુ પહેરીને આવે તો તેને તે દિવસે કામ પરથી પરત મોકલી દેવામાં આવે છે. જો કોઈને ધાર્મિક શ્રદ્ધાને કારણે કલાવા પહેરવો જ હોય તો તેને શર્ટની બાંય (Sleeves) નીચે છુપાવીને રાખવો પડે છે. ટૂંકમાં, સ્ટોરમાં કામ કરતી વખતે ગ્રાહક કે અન્ય કોઈ વ્યક્તિને આ ધાર્મિક દોરો દેખાવો જોઈએ નહીં એવું કંપનીનું કહેવું છે.
સામાન્ય રીતે લેબ જેવા ટેકનિકલ ક્ષેત્રોમાં સુરક્ષાના કારણોસર અમુક વસ્તુઓ પર પ્રતિબંધ હોઈ શકે છે, પરંતુ લેન્સકાર્ટમાં આ નિયમો સ્ટોર પર કામ કરતા તમામ લોકો માટે પણ એટલા જ કડક છે. લેબ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર તો આ નિયમોનું પાલન વધુ ચુસ્તપણે કરાવવામાં આવે છે, જે દર્શાવે છે કે આ માત્ર સુરક્ષાનો નહીં પણ કંપનીની ડ્રેસ કોડ પોલિસીનો ભાગ છે.
જ્યારે કર્મચારીને પૂછવામાં આવ્યું કે ‘શું આવા નિયમોથી કામ કરવામાં મુશ્કેલી નથી પડતી?’, ત્યારે તેણે જણાવ્યું કે કંપની આ બધા દ્વારા પ્રોફેશનલ દેખાવ કેળવવાનો પ્રયાસ કરે છે. જોકે જ્યારે તેને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ‘કલાવા કે બિંદી પહેરવાથી કોઈ વ્યક્તિ અનપ્રોફેશનલ કેવી રીતે થઈ જાય?’, ત્યારે તે કર્મચારી પાસે કોઈ જવાબ નહોતો અને તેણે મૌન સેવી લીધું હતું.
સોશિયલ મીડિયા પર ભડક્યો રોષ
સોશિયલ મીડિયા પર આ નિયમો સામે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યુઝરે પિયુષ બંસલને ટેગ કરીને સવાલ પૂછ્યો કે બિંદી, કલાવા કે સિંદૂરથી કામનું વાતાવરણ કેવી રીતે બગડી શકે? આ પ્રકારના પ્રતિબંધો અતાર્કિક છે અને લોકોએ આને ભેદભાવપૂર્ણ ગણાવીને લેન્સકાર્ટના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, હવે માત્ર હિજાબ પહેરતી મહિલાઓ જ ત્યાંથી ચશ્મા ખરીદશે અને કંપનીએ હવે કર્મચારીઓને નમાજ કે રોજા રાખવાની તાલીમ પણ આપી દેવી જોઈએ.
,પિયુષ બંસલની માફી પણ હજુ અમુક પ્રશ્નો યથાવત
આ સમગ્ર વિવાદ બાદ 15 એપ્રિલની સાંજે કંપનીના સહસ્થાપક પિયુષ બંસલે એક પોસ્ટ કરીને કહ્યું કે આ ડોક્યમેન્ટ અને તેમની વર્તમાન ગાઈડલાઈન અલગ છે અને તેમની નીતિ રહી છે કે કોઈ પણ પ્રકારના રિલિજિયસ એક્સપ્રેશન પર રોક લગાવવામાં નહીં આવે, જેમાં તિલક અને બિંદીનો પણ સમાવેશ થાય છે.
Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.
— Peyush Bansal (@peyushbansal) April 15, 2026
I want to speak directly that this document does not reflect our present guidelines.
Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…
પિયુષે કહ્યું કે તેમની ગ્રૂમિંગ પોલિસીમાં સમયાંતરે બદલાવ આવતો રહ્યો છે અને પહેલાંનાં ડોક્યુમેન્ટ અને વર્તમાન સ્થિતિ અલગ છે. જે કોઈ મૂંઝવણ થઈ એ બદલ અમે માફી માગીએ છીએ.
ત્યારબાદ અન્ય એક સ્પષ્ટતામાં બંસલે કહ્યું કે ડોક્યુમેન્ટ ફરી રહ્યું છે એ અગાઉનું ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમેન્ટ છે અને HR પોલિસી નહીં. તેમણે સ્વીકાર્યું કે તેમાં બિંદી અને તિલક વિશે ખોટી લાઇન લખાઈ ગઈ હતી. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ ખબર પડી તો તે હટાવી દેવામાં આવી હતી. તેમણે સ્વીકાર્યું કે આ કામ પહેલાં જ થઈ જવું જોઈતું હતું અને સહસ્થાપક તરીકે પોતાની ભૂલ સ્વીકારે છે.
જોકે હજુ પણ એક સવાલ એ છે કે જો 17 ફેબ્રુઆરીના રોજ આ લાઇન હટાવી દેવામાં આવી હતી તો ફેબ્રુઆરી 2026ની જ તારીખવાળું ડૉક્યુમેન્ટ હજુ કેમ ફરી રહ્યું છે? સૌથી મોટો પ્રશ્ન પારદર્શિતા પર છે કે લેન્સ્કાર્ટે હજુ સુધી પોતાની અપડેટેડ પોલિસી સાર્વજનિક કેમ નથી કરી? વિવાદ બાદ એક સ્પષ્ટ ડોક્યુમેન્ટ સાર્વજનિક કરી દેવું સૌથી સરળ ઉપાય હતો, પણ એવું હજુ સુધી કરવામાં આવ્યું નથી.
બીજું, જ્યારે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પર જઈને તપાસ કરી તો વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ જ નિયમો કર્મચારીઓ પર હજુ લાગુ છે. આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી નથી. લેબ વગેરે ટેકનિકલ એરિયામાં કલાવા વગેરે પર રોક હોય એ સમજી શકાય પણ રિટેલ સ્ટોર પર જો હિજાબ વગેરેને પરવાનગી આપવામાં આવતી હોય તો કલાવા અને તિલકમાં શું વાંધો છે? કથિત પોલિસીમાં હિજાબની સ્પષ્ટ ગાઈડલાઈન હતી પણ મોટો ગ્રાહકવર્ગ જે પરંપરા પાળે છે તેને અવગણી દેવામાં આવી. હવે સ્પષ્ટતા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પણ અમુક પ્રશ્નો યથાવત છે.


