હોમપેજરાજકારણપશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓ સાથે જે થયું, એ ગુજરાત કે અન્ય...

પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓ સાથે જે થયું, એ ગુજરાત કે અન્ય ભાજપશાસિત રાજ્યમાં થયું હોત તો?

આ જ સિલેક્ટિવ વર્તણૂક, આ જ બેવડા માપદંડ આ આખા નેરેટિવની સૌથી મોટી સત્યતા છે. અને કદાચ આ જ કારણ છે કે હવે સવાલ માત્ર માલદાનો નથી રહ્યો, સવાલ એ છે કે 'આક્રોશ' પણ આખરે આ કોંગ્રેસી ઇકોસિસ્ટમ, લેફ્ટ-લિબરલ ટોળકીના ઇશારે ચાલી રહ્યો છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળના મુસ્લિમ બાહુલ્ય માલદામાં જે બન્યું, તે કોઈ સામાન્ય કાયદો-વ્યવસ્થા ખોરવાયાની ઘટના નહોતી. TMC અને AIMIMના નેતાઓના ઇશારે ટોળાએ માત્ર સામાન્ય અધિકારીઓને જ નહીં, પરંતુ ન્યાયતંત્રને પણ બંધક બનાવી લીધું હતું. જજોને (જેમાં મહિલા અધિકારીઓ પણ સામેલ હતાં) કલાકો સુધી ઘેરીને રાખવામાં આવ્યા, રાજ્ય વ્યવસ્થાએ ન તો કશું કાર્યવાહી કરી અને ન તો પોલીસ પ્રશાસને ગંભીરતા દાખવી. બાદમાં સુપ્રીમ કોર્ટે પોતે સંજ્ઞાન લઈને બંગાળ સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી અને આ ઘટનાને આપણી ભાષામાં કહીએ તો ‘વાહિયાત’ ગણાવી.

આ એવી ઘટના છે જેના પર કોઈપણ લોકતાંત્રિક સમાજમાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ. ટીવી સ્ટુડિયો ગરમ થવા જોઈએ, ‘લોકતંત્ર ખતરામાં છે’ની ચીસો ખરેખર તો હવે સંભળાવી જોઈએ અને બુદ્ધિજીવીઓની આખી ફોજ રસ્તા પર ઉતરી આવવી જોઈએ. પરંતુ કંઈ ન થયું. કેમ? કારણ કે આ ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. કારણ કે ત્યાં મમતા બેનર્જીની સરકાર છે. કારણ કે આ દેશમાં આક્રોશ હવે સિદ્ધાંતો પર નહીં, પરંતુ રાજકીય સુવિધા પર આધારિત થઈ ગયો છે.

જો આવું ગુજરાતમાં બન્યું હોત તો?

હવે એક ક્ષણ માટે કલ્પના કરો કે જો આ જ ઘટના ગુજરાતમાં બની હોત તો? જો કોઈ ભાજપશાસિત રાજ્યમાં જજોને ભીડે કલાકો સુધી બંધક બનાવી લીધા હોત તો શું ત્યારે પણ આટલી ખામોશી જોવા મળી હોત? કે પછી દેશના દરેક ખૂણેથી ઇકોસિસ્ટમનો એક જ અવાજ ઉઠ્યો હોત કે, ‘લોકતંત્ર ખતરામાં છે’, ‘સંવિધાનની હત્યા થઈ રહી છે’, ‘આ તાનાશાહી છે’

- Advertisement -

ટીવી ડિબેટ્સનું પૂર આવી ગયું હોત, આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ મુદ્દો ઉછાળી દેવાયો હોત અને એ લિબરલ ઇકોસિસ્ટમ જે આજે ચુપચાપ બેઠી છે, ત્યારે પોતાની આખી તાકાત સાથે રસ્તા પર ઉતરી આવી હોત. ગુજરાત તો વાસ્તવમાં તેમના માટે હંમેશા ‘ટાર્ગેટ સ્ટેટ’ રહ્યું છે, કારણ કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ત્યાં નાનીમોટી ઘટનાને પણ એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે લોકતંત્રની હત્યા ગુજરાતમાં જ થઈ રહી છે. પરંતુ માલદા? અહીં જજો બંધક બન્યા અને દેશની કથિત બુદ્ધિજીવીઓની ટોળકી મૌન રહી ગઈ.

સિલેક્ટિવ આક્રોશ: આ જ છે ‘નેરેટિવ’

આ પહેલી વખત નથી જ્યારે દેશમાં ‘સિલેક્ટિવ આક્રોશ’ની રમત રમવામાં આવી હોય. આ એક સ્થાપિત પેટર્ન છે. જ્યારે ઘટના ભાજપશાસિત રાજ્યમાં બને છે ત્યારે તેને ‘સિસ્ટમની નિષ્ફળતા’ કહેવામાં આવે છે અને તેને રાષ્ટ્રીય સંકટ બનાવી દેવામાં આવે છે. પરંતુ જ્યારે એ જ અથવા તેનાથી પણ વધુ ગંભીર ઘટના કોઈ વિરોધ પક્ષ-શાસિત રાજ્યમાં બને છે, ત્યારે અચાનક શબ્દો બદલાઈ જાય છે અને ભયાનક મૌન ભાસી જાય છે.

માલદા કાંડે એક વખત ફરી સ્પષ્ટ કરી દીધું છે કે ઇકોસિસ્ટમ માટે દેશમાં સમસ્યા ઘટનાઓ નથી, સમસ્યા એ છે કે કઈ ઘટના ક્યાં બને છે. જો જગ્યા બદલાઈ જાય તો નેરેટિવ પણ બદલાઈ જાય છે. જો સત્તા બદલાઈ જાય તો સંવેદનશીલતા પણ બદલાઈ જાય છે.

આ આખા ઘટનાક્રમમાં સૌથી વધુ રસપ્રદ વાત છે મીડિયા અને તથાકથિત બુદ્ધિજીવીઓની ખામોશી. જે દરેક મુદ્દા પર નૈતિકતાનો ઝંડો ઉઠાવતા જોવા મળે છે, તે આ બંગાળની ઘટના પર મૌન છે. એકદમ શાંતિ છે. પરંતુ જો આવું ગુજરાત કે યુપી કે અન્ય કોઈ ભાજપશાસિત રાજ્યમાં થયું હોત તો હમણાં સુધીમાં દેશ આખો માથે લેવાઈ ગયો હોત.

શું આ ઘટનાને એક સંયોગ ગણવી જોઈએ? જવાબ છે- ના. કારણ કે આ સંયોગ નથી, આ સિલેક્ટિવ ખામોશી છે, જે દર વખતે જોવા મળે છે જ્યારે ઘટના ‘ખોટા રાજ્ય’માં બને છે? જે રાજ્ય એજન્ડાના ટાર્ગેટ પર ન હોય ત્યાં આવી ઘટના બને તો ‘મૌનમ્ સર્વાધિ સાધકમ્’ અને જો ભાજપશાસિત રાજ્યમાં નાનું તણખલું પણ હલી જાય તો તૂટી પડવાનું ઝંડા લઈને.

માલદા કાંડે એક વખત ફરી સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સૌથી મોટી સમસ્યા ઘટનાઓ નથી, સમસ્યા તે ઇકોસિસ્ટમ છે જે નક્કી કરે છે કે કઈ ઘટના પર કેટલો શોર મચાવવો અને કોને ચૂપચાપ દબાવી દેવી. જો આ જ ઘટના ગુજરાત અથવા કોઈ અન્ય ભાજપશાસિત રાજ્યમાં બની હોત તો આજે દેશનો માહોલ બિલકુલ અલગ હોત. પરંતુ આ બંગાળમાં બન્યું, તેથી તેને ‘નોર્મલ’ બનાવી દેવામાં આવ્યું.

આ જ સિલેક્ટિવ વર્તણૂક, આ જ બેવડા માપદંડ આ આખા નેરેટિવની સૌથી મોટી સત્યતા છે. અને કદાચ આ જ કારણ છે કે હવે સવાલ માત્ર માલદાનો નથી રહ્યો, સવાલ એ છે કે ‘આક્રોશ’ પણ આખરે આ કોંગ્રેસી ઇકોસિસ્ટમ, લેફ્ટ-લિબરલ ટોળકીના ઇશારે ચાલી રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં