હોમપેજગુજરાતસુરત મહાનગરપાલિકાના મુખ્યમથકને નામ અપાયું ‘તાપી ભવન’: વાંચો 2021માં કઈ રીતે આખા...

સુરત મહાનગરપાલિકાના મુખ્યમથકને નામ અપાયું ‘તાપી ભવન’: વાંચો 2021માં કઈ રીતે આખા મકાનને ઘોષિત કરી દેવાયું હતું ‘વક્ફ સંપત્તિ’, ટ્રિબ્યુનલે રદ કર્યો હતો આદેશ

વક્ફ બોર્ડે પછીથી જારૂલ્લાહની અરજી માન્ય રાખીને SMC કાર્યાલયની મુખ્ય બિલ્ડીંગને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાના નિર્દેશ આપી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સુરત મહાનગર વક્ફ ટ્રિબ્યુનલમાં ગઈ હતી.

- Advertisement -

માર્ચ 2021માં શરૂ થયેલી સુરત મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થઈ છે. મંગળવારે (10 માર્ચ) પાલિકાની અંતિમ બેઠક મળી, જેમાં મેયર દક્ષેશ માવાણીએ કેટલાક અગત્યના પ્રસ્તાવ રજૂ કર્યા હતા, જેને પછીથી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. જેમાંથી એક પ્રસ્તાવ હતો સુરત મહાનગરપાલિકાના મુખ્યમથકનું નામ બદલવાનો. ‘મુગલસરાઈ’ નામે ઓળખાતું આ ભવન હવે ‘તાપી ભવન’ નામથી ઓળખાશે. ઉપરાંત જે ‘મુગલીસરા’ વિસ્તારમાં આ ભવન સ્થિત છે તેને ‘શ્રી તાપીપુરા’ કહેવાશે.

લગભગ સાતેક વર્ષથી નામકરણ માટે રજૂઆતો કરવામાં આવતી રહી છે. આખરે અંતિમ સામાન્ય સભામાં મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષસ્થાનેથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે સુરતની જાહોજલાલી મુઘલકાળમાં નહીં તે પહેલાંથી છે અને તે મા તાપીને આભારી છે. ઉદ્યોગોનો વિકાસ પણ નદીના કારણે જ થયો અને તાપી કાંઠે વસેલું શહેર આજે વિશ્વપ્રસિદ્ધ બન્યું છે. પછીથી ભાજપના સભ્યોએ આ દરખાસ્ત વધાવી લીધી હતી અને સર્વાનુમતે મંજૂરી આપી હતી. ગૃહમાં સનાતન ધર્મના જયઘોષના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

દરમ્યાન કોંગ્રેસ, જેનો સુરત મહાનગરપાલિકામાં એક પણ સભ્ય નથી, વિરોધ કરી રહી છે. સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણયને ‘સ્ટંટ’ ગણાવ્યો છે અને કહ્યું કે મુઘલકાળથી જે વિસ્તારને ‘મુગલીસરા’ કહેવાય છે તેના સ્થાનિક રહીશોના મંતવ્ય વગર નામકરણ કરવું એ ઉતાવળિયું પગલું છે.

- Advertisement -

વક્ફ સંપત્તિ’ ઘોષિત કરીને પચાવી પાડવાના થયા હતા પ્રયાસ

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સુરત મહાનગરપાલિકાના આ જ મુખ્યમથકને ‘વક્ફ સંપત્તિ’ ઘોષિત કરીને પડાવી લેવાના પ્રયાસો થયા હતા. જોકે પછીથી પાલિકાના શાસકો મામલો ટ્રિબ્યુનલમાં લઈ ગયા ત્યાં ટ્રિબ્યુનલે આદેશ પલટાવ્યો હતો.

બન્યું હતું એવું કે ‘મુઘલી સરાય’ના નામે ઓળખાતી SMCની મુખ્ય ઈમારતને ‘હુમાયુ સરાય’ નામ આપવાની માંગ સાથે વર્ષ 2016માં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં આંશિક રીતે અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધી દેવામાં આવી. આ સાથે જ હુકમમાં બિલ્ડીંગનો વહીવટ SMCને આધીન રાખવાને બદલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને વહીવટ કરવા હક આપવામાં આવ્યો હતો.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ઈમારત શાહજહાંના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. તે તેની દીકરી જહાંઆરા બેગમની જાગીરમાં આવતી હતી. તેના ભરોસાપાત્ર માણસ ઇશાક બેગ યઝદી ઉર્ફે હકીકત ખાને 1644માં ₹33,081ના ખર્ચે ઉભી કરી હતી. તે સમયે તેનું નામ ‘હુમાયુ સરાય’ રાખવામાં આવ્યું હતું અને આ ઈમારતને હજ યાત્રીઓ માટે દાન આપી દેવામાં આવી હતી. કારણ કે સુરત એક મુખ્ય બંદર હતું અને ત્યાં મોટી સંખ્યામાં યાત્રીઓની અવર-જવર થતી રહેતી હતી. અરજદારે 17 અલગ-અલગ અને કથિત દસ્તાવેજ પણ રજૂ કરીને તેવો પણ દાવો કર્યો હતો કે ચાર સદી જૂના આ બિલ્ડીંગનો ઉપયોગ 1867 સુધી હજયાત્રીઓના ઉતારા તરીકે કરવામાં આવતો હતો. ત્યારબાદ 1961માં અંગ્રેજોએ તેને નગરપાલિકાનું કાર્યાલય બનાવ્યું અને બાદમાં આ ઇમારત SMCની મુખ્ય કચેરી બની.

વક્ફ બોર્ડે પછીથી જારૂલ્લાહની અરજી માન્ય રાખીને SMC કાર્યાલયની મુખ્ય બિલ્ડીંગને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાના નિર્દેશ આપી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સુરત મહાનગર વક્ફ ટ્રિબ્યુનલમાં ગઈ હતી.

ટ્રિબ્યુનલે રદ કર્યો હતો આદેશ

ટ્રિબ્યુનલે એપ્રિલ 2024એમ આ આદેશને મનસ્વી, ભૂલભરેલો અને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધો હતો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે બોર્ડે મિલકતની નોંધણી ‘હુમાયુ સરાય વક્ફ મિલકત’ તરીકે કરવા માટે આપેલો આદેશ ગેરકાયદેસર છે, આ નામની કોઈ ઇમારત સુરત શહેરના વોર્ડ નંબર 11માં નથી અને સિટી સરવે નંબર 1504ની મિલકત ભૂતકાળમાં પણ ક્યારેય ‘હુમાયુ સરાય’ નામથી ઓળખાતી ન હતી. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે અરજીની ખરાઈ અને કાયદેસરતાની તપાસ કર્યા વગર જ મિલકતને ‘હુમાયુ સરાય’ નામે સંબોધીને સરકારી રેકર્ડ પર ચડાવવાનો અયોગ્ય, ગેરકાયદેસર અને એકપક્ષીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત આદેશમાં ઇતિહાસ ટાંકીને જણાવાયું હતું કે ઇમારતનું નિર્માણ બંદરગાહના કરવેરા અને રેવન્યુ નાણાંમાંથી કરવામાં આવ્યું હતું, શાહજહાં કે ઇશાક બેગની અંગત આવકમાંથી નહીં. એટલે એ મિલકત મુઘલ શાસકોની સ્વપાર્જિત વ્યાખ્યામાં પણ આવતી નથી અને તેને વક્ફ કરી શકાય નહીં. મુસ્લિમ વ્યક્તિ પોતાની સ્વપાર્જિત મિલકત વક્ફ કરી શકે છે, પરંતુ રાજ્યના બંદરગાહના કરવેરા અને રેવન્યુ નાણાંની આવકથી બાંધવામાં આવેલી મિલકત વક્ફ થઈ શકે નહીં. 

તમામ તથ્યો અને માહિતીને ધ્યાને લઈને ટ્રિબ્યુનલે ઠેરવ્યું કે, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 25 નવેમ્બર, 2021નો સુરત શહેરના વૉર્ડ નંબર, 11ની સિટી સરવે નંબર, 1504ની મિલકતને ‘હુમાયુ સરાય’ વક્ફ મિલકત તરીકે નોંધણી કરવાનો હુકમ ગેરકાયદેસર, કાયદાના પ્રથાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ, ભૂલ ભરેલો અને મનસ્વી હતો અને ન્યાયનાં હિતમાં તેને રદબાતલ ઠેરવવામાં આવે છે. 

આ સિવાય ટ્રિબ્યુનલે અમુક પ્રક્રિયામાં પણ ખામી દર્શાવી હતી. ઉદાહરણ તરીકે બોર્ડ સમક્ષ અરજી કરનાર અબ્દુલ્લાહે દસ્તાવેજોની ફોટો કૉપી જ રજૂ કરી હતી, પ્રમાણિત નકલો નહીં અને એવિડન્સ એક્ટ કહે છે કે ફોટો કૉપી ગ્રાહ્ય રાખી શકાય નહીં. તેમ છતાં આદેશમાં અરજદારે દસ્તાવેજોની પ્રમાણિત નકલો રજૂ કરી હોવાનું આદેશમાં લખી દેવાયું હતું.

આ સિવાય અરજીમાં જે શિલાલેખનો હવાલો આપવામાં આવ્યો હતો તેમાં ક્યાંય મુતવલ્લીનો ઉલ્લેખ નથી. અરજદારે પોતે જ ત્યાંના મુતવલ્લી તરીકે ઓળખ આપી દીધી હતી. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે વાસ્તવમાં અરજી કરનાર માણસ ઇમારતનો મુતવલ્લી ક્યારેય હતો જ નહીં.

આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આખરે બોર્ડનો આદેશ પલટાવી દેવાયો હતો. પછીથી મોદી સરકારે વક્ફ બિલ રજૂ કરીને સંસદમાં પાસ કરાવ્યું ત્યારે પણ આ કિસ્સાની સારી એવી ચર્ચા થઈ હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં