ભારતમાં આંતરધાર્મિક સંબંધો અને લગ્નોને લઈને ચર્ચા નવી નથી. સમય-સમય પર એવા કિસ્સા સામે આવતા રહ્યા છે જેમણે સમાજ, કાયદો અને પ્રશાસન ત્રણેય સમક્ષ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કેટલાંક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં સામે આવેલા એક મોટા ઇસ્લામી ધર્માંતરણ નેટવર્કે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તે નેટવર્કનું કેન્દ્ર માનવામાં આવેલ શખ્સ હતો છાંગુર પીર, જેના પર આરોપ હતો કે તે સંગઠિત રીતે ધર્માંતરણ અને નિકાહનું એક મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે.
હવે ગુજરાતના અમદાવાદથી સામે આવેલો એક વિવાદ ઘણા લોકોને તે જ પેટર્નની યાદ અપાવી રહ્યો છે. અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં આવેલા મેરેજ રજિસ્ટ્રેશન કાર્યાલયને લઈને જે આરોપો સામે આવ્યા છે, તેમણે એ સવાલ ઉભો કર્યો છે કે શું અહીં પણ કોઈ સુનિયોજિત નેટવર્કની સંભાવનાની તપાસ થવી જોઈએ. આ કેસમાં આરોપોનું કેન્દ્ર છે એક સરકારી અધિકારી રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ અને આ જ કારણે આ શખ્સને ‘સફેદપોશ છાંગુર’ ગણાવાઈ રહ્યો છે. પહેલાં સમજીએ કે આ છાંગુરવાળો વિવાદ શું છે.
યુપીથી સામે આવ્યું હતું છાંગુર પીરનું નેટવર્ક
ઉત્તર પ્રદેશમાં સામે આવેલા કિસ્સામાં છાંગુર બાબાનું નામ અચાનક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયું હતું. આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે એવા નેટવર્ક સાથે જોડાયેલો હતો જે ખાસ કરીને હિંદુ યુવતીઓને નિશાન બનાવીને તેમને ધર્માંતરણ અને નિકાહ તરફ લઈ જતું હતું. એજન્સીઓ અનુસાર આ કોઈ એક-બે ઘટનાઓનો મામલો નહોતો, પરંતુ એક વ્યવસ્થિત તંત્રની જેમ કામ કરતું નેટવર્ક હતું. આ નેટવર્ક પર આરોપ હતો કે તેમાં અનેક સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ અને યુવાનો સામેલ હતા, કેટલાક મુસ્લિમ યુવાનો સંપર્ક સ્થાપિત કરતા, કેટલાક હિંદુ યુવતીઓને પ્રભાવિત કરવા કે દબાણમાં લાવવાની ભૂમિકા ભજવતા અને અંતે નિકાહ તથા ધર્માંતરણની પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવતી.
આ મામલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશની એજન્સીઓએ વિસ્તૃત તપાસ શરૂ કરી હતી. અનેક રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે આ નેટવર્ક માત્ર સ્થાનિક સ્તર સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેના તાર અનેક જિલ્લાઓ અને રાજ્યો સુધી ફેલાયેલા હતા. તપાસ દરમિયાન વિદેશી ફંડિંગ, નેટવર્કિંગ અને સંગઠિત પ્રવૃત્તિઓ જેવા આરોપો પણ ચર્ચામાં આવ્યા હતા. છાંગુર મુસ્લિમ યુવાનોને તૈયાર કરતો હતો અને તેના દ્વારા હિંદુ યુવતીઓને ફસાવી ધર્માંતરણનું આખું રેકેટ ચલાવી રહ્યો હતો. આ માટે તે મુસ્લિમ યુવાનોને પૈસા પણ આપતો હતો અને અન્ય સહાયતા પણ આપતો હતો. આ રેકેટમાં ઘણા કટ્ટરપંથીઓ સામેલ હતા.
આ જ પૃષ્ઠભૂમિમાં અમદાવાદની ઘી કાંટા કોર્ટ સાથે જોડાયેલા આરોપો સામે આવ્યા છે, સ્વાભાવિક રીતે બંને કેસો વચ્ચે સંભવિત સમાનતાઓ પર ચર્ચા શરૂ થઈ છે, જેના કારણે રજિસ્ટ્રાર સૈયદને પણ ‘સફેદપોશ છાંગુર’ કહેવામાં આવી રહ્યો છે.
અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં શું બન્યું હતું?
હાલમાં અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં આવેલા મેરેજ રજિસ્ટ્રેશન કાર્યાલયમાંથી એક ઘટના સામે આવી છે જેણે આખા વિવાદને જાહેર ચર્ચામાં લાવી દીધો છે. એક મુસ્લિમ યુવક અને એક હિંદુ યુવતી મેરેજ રજિસ્ટ્રેશન માટે ત્યાં પહોંચ્યાં હતાં. બંને વકીલના વેશમાં આવ્યાં હતાં જેથી તેને સરળતાથી ઓળખી ન શકાય. આ ઘટનાએ કોર્ટ પરિસરમાં હાજર વકીલો અને અન્ય લોકોનું ધ્યાન ખેંચ્યું, જે પછી મામલો ધીમે-ધીમે ખુલતો ગયો.
કેટલાક વકીલોએ આરોપ લગાવ્યો કે બંનેને રજિસ્ટ્રાર કાર્યાલયમાં ત્યારે પ્રવેશ આપવામાં આવ્યો જ્યારે કાર્યાલયનો અધિકૃત સમય પણ શરૂ થયો નહોતો. એ પણ દાવો કરવામાં આવ્યો કે તેમને કાર્યાલયના પાછળના દરવાજેથી અંદર લાવવામાં આવ્યાં હતાં. આ આરોપો પછી સમગ્ર ઘટનાને લઈને સવાલો ઉભા થવા લાગ્યા કે શું આ એક સામાન્ય મેરેજ રજિસ્ટ્રેશનનો કિસ્સો હતો કે તેની પાછળ કંઈક બીજું પણ હતું.
ઑપઇન્ડિયાએ જ્યારે આ આખા મામલાની તપાસ કરી તો કેટલાક એવા તથ્યો સામે આવ્યા જેણે વિવાદને વધુ ગંભીર બનાવી દીધો. રિપોર્ટિંગ દરમિયાન મળેલા દસ્તાવેજોથી જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તે જ કાર્યાલયમાં અનેક એવા લગ્ન નોંધાયા છે જેમાં યુવક મુસ્લિમ અને યુવતી હિંદુ હતી. માત્ર લગભગ એક મહિનાની અવધિમાં જ આવા અનેક કિસ્સા સામે આવ્યા. તેનાથી વધુ, આ લગ્નોમાં સામેલ લોકો માત્ર અમદાવાદ કે તેની આસપાસના વિસ્તારોમાંથી જ નહોતા, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને બીજા રાજ્યોમાંથી પણ લોકો આ કાર્યાલય સુધી પહોંચ્યા હતા.
આ તથ્ય ઘણા લોકો માટે આશ્ચર્યનો વિષય બન્યો. સવાલ ઉઠવા લાગ્યા કે જો દેશ અને રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી લોકો એક જ કાર્યાલયમાં આવીને મેરેજ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે તો તેની પાછળ શું કારણ હોય શકે. શું આ માત્ર સંયોગ હતો કે પછી કોઈ એવું કારણ હતું જેના કારણે આ કાર્યાલયને ખાસ રીતે પસંદ કરવામાં આવી રહ્યું હતું?
આ સમગ્ર ઘટનાને લઈને વકીલોએ સીધી આંગળી રજિસ્ટ્રાર સૈયદ તરફ કરી છે. ઑફિસના સમય પહેલાં આવી જવું, હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકને પાછલા દરવાજેથી અંદર લાવવાં, વકીલોને જેલભેગા કરવાની ધમકી આપવી અને આવેલા કપલને વકીલનાં કપડાં પહેરી આવવા કહેવું- આ બધા જ આરોપો સૈયદ પર લાગ્યા છે. તેની સાથે અન્ય એક મુસ્લિમ શખ્સ હાજર હતો, જેનું નામ વસીમ હોવાનું સામે આવ્યું છે, તેને પણ કૌભાંડનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે.
કેમ ‘અમદાવાદના છાંગુર’ની તપાસ જરૂરી?
યુપીના જલાલુદ્દીન છાંગુરે તો મદરેસામાં બેસીને હિંદુ યુવતીઓને ફસાવવાનું રેકેટ ચલાવ્યું હતું. પણ અહીં અમદાવાદમાં એક ડગલું આગળ વધીને સરકારી ખુરશી પર બેઠેલો એક ‘સફેદપોશ છાંગુર’ પણ એ જ ધંધો કરી રહ્યો છે અને કાયદાની આડશ પાથરીને ખુલ્લેઆમ મુસ્લિમ કટ્ટરપંથીઓને હિંદુ યુવતીઓ સાથે નિકાહ કરવા માટે કાયદાકીય સહાય આપી રહ્યો છે. સતત મુસ્લિમ યુવાનો અને હિંદુ યુવતીઓના લગ્ન એ જ ઑફિસમાં નોંધાઈ રહ્યા હતા, આ જોતાં જ આખા નેટવર્ક પર સવાલ ઉઠે છે અને સવાલ વ્યાજબી પણ છે.
ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ દસ્તાવેજો અને ગ્રાઉન્ડ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30 દિવસમાં 10 કેસ! એક જ ઑફિસમાં! લુધિયાણાથી, પ્રતાપગઢથી, બોરીવલીથી, પાટણથી… દેશના ખૂણે-ખૂણેથી મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને લઈને સીધા સૈયદની ઑફિસે પહોંચી જાય છે. નોટિસ પિરિયડ? ગાયબ! ઓફિસનો સમય? પહેલાં જ! પાછલા દરવાજેથી વકીલના વેશમાં અંદર! અને પછી… ફટાફટ નિકાહ અને સિક્કા! આ કોઈ વહીવટી ભૂલ નથી, આ સુનિયોજિત ધર્માંતરણનું સરકારી સપોર્ટેડ રેકેટ છે!
છાંગુર પીરે મુસ્લિમ યુવાનોને પૈસા આપીને હિંદુ યુવતીઓને ફસાવી હતી. અને અહીં સૈયદ સરકારી પગાર લઈને પણ એ જ કામ કરી રહ્યો છે – નિયમોને તાક પર મૂકીને, વિરોધ કરનાર વકીલોને જેલની ધમકી આપીને, હિંદુ સમાજના વિરોધને દબાવીને! આ સફેદપોશ છાંગુરની કાર્યશૈલી વધુ ખતરનાક છે કારણ કે આની પાછળ કાયદાની આડમાં સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે.
હવે સવાલ એક જ છે ગુજરાત સરકાર આ ‘અમદાવાદના છાંગુર’ વિરુદ્ધ કેવી અસરકારક કાર્યવાહી કરશે? ઘી કાંટા કોર્ટનો આ વિવાદ માત્ર એક લગ્ન નોંધણી કે કોર્ટ પરિસરની એક ઘટના સુધી મર્યાદિત નથી રહેતો. આ એક મોટા પ્રશ્ન તરફ ઇશારો કરે છે—શું ક્યાંક એવું તો નથી ને કે હિંદુ યુવતીઓ અને મુસ્લિમ યુવાનોના કિસ્સાઓમાં એક ખાસ પેટર્ન બની રહી છે અને શું આ આખા મામલામાં કોઈ ‘સફેદપોશ નેટવર્ક’ની સંભાવનાની તપાસ થવી જોઈએ?
આ પ્રશ્નોના જવાબ માત્ર નિષ્પક્ષ અને ઊંડી તપાસથી જ સામે આવી શકે છે, પરંતુ એટલું તો નક્કી છે કે જ્યારે આવા સંકેતો દેખાય છે, ત્યારે તેમને અવગણવા હિતાવહ નથી. અને જે લોકો ‘શિક્ષિત મુસ્લિમ આવા નથી હોતા’ની બૂમો પાડે છે તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આવું જ થયું હતું દિલ્હી બ્લાસ્ટ વખતે પણ, તે સમયે પણ જેટલા આતંકી પકડાયા હતા એ તમામ ‘ડૉક્ટર’ હતા. અહીં ખાસ સમજવું જરૂરી છે કે શિક્ષણ મેળવવાથી કે વ્હાઇટ-કોલર જોબ મેળવી લેવાથી માણસની ભીતર રહેલી કટ્ટરતા અને દ્વેષ ઓછાં થઈ શકતાં નથી. સૈયદ પણ તેનું જ એક ઉદાહરણ છે.


