બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર 2025ના રોજ પૂર્ણ થયું છે, જેમાં રેકોર્ડબ્રેક 64.66% મતદાન નોંધાયું છે. આ રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું હોવાનું કહેવાય છે. ચૂંટણી પંચે (ECI) તેને મતદાતાઓના લોકતંત્ર પરના વિશ્વાસ અને આ વખતે અમલમાં મૂકાયેલી નવી મતદાતા-મૈત્રીપૂર્ણ પહેલોની સફળતાના પ્રતીક તરીકે ગણાવ્યું છે.
આ ચૂંટણીના જંગ વચ્ચે ઘણા લોકોએ પોતાની ફેક ન્યુઝની પરંપરા પણ જાળવી રાખી છે અને તેમાં સૌથી મોટું નામ છે મોહમ્મદ ઝુબૈરનું. Alt ન્યુઝના મોહમ્મદ ઝુબૈરે DD News અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ X પર ભ્રામક માહિતી પોસ્ટ કરી, જેનો હેતુ ચૂંટણી પ્રક્રિયા પર શંકા ઊભી કરવાનો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કાના મતદાન પછી કરી પોસ્ટ
6 નવેમ્બર 2025ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનાં મતદાન અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, “બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનાં મતદાનમાં NDAએ ભારે લીડ મેળવી લીધી છે. તેની સાથે જ બીજા તબક્કામાં પણ દરેક તરફ તેની લહેર દેખાઈ રહી છે.”
बिहार विधानसभा चुनावों में पहले चरण की वोटिंग में एनडीए ने भारी बढ़त हासिल कर ली है। इसके साथ ही दूसरे चरण में भी हर तरफ उसकी लहर नजर आ रही है। जनता-जनार्दन के इसी जोश के बीच कल दोपहर करीब 1:45 बजे औरंगाबाद और लगभग 3:30 बजे भभुआ में अपने परिवारजनों से संवाद का सौभाग्य प्राप्त…
— Narendra Modi (@narendramodi) November 6, 2025
વડા પ્રધાને આગળ લખ્યું, “જનતા-જનાર્દનના આ જોશ વચ્ચે કાલે બપોરે આશરે 1:45 વાગ્યે ઔરંગાબાદ અને લગભગ 3:30 વાગ્યે ભભુઆમાં \પરિવારજનો સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય મળશે.” પીએમ મોદીની આ પોસ્ટ નેતાઓની સામાન્ય પ્રતિક્રિયા જેવી હતી, જેમાં તેઓ પોતાની પાર્ટીની લીડનો દાવો કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે.
DD ન્યૂઝે પીએમ મોદીની પોસ્ટ રિપોસ્ટ કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટનો હવાલો આપતા DD ન્યુઝે પણ પોસ્ટ કરતા લખ્યું કે, “પ્રથમ તબક્કામાં પણ લહેર જારી બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં NDAએ શાનદાર લીડ મેળવી છે, જનતા-જનાર્દનના જોશ વચ્ચે કાલે બપોરે 1:45 વાગ્યે અને 3:30 વાગ્યે ભભુઆમાં પીએમ મોદી પોતાના પરિવારજનો સાથે સંવાદ કરશે.”

DD ન્યુઝે મૂળરૂપે વડા પ્રધાન મોદીની પોસ્ટના શબ્દોને જ પોસ્ટ કર્યા, જેમાં માત્ર તેમની જીતની આશાને જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ મહત્વની વાત એ કે ભભુઆમાં તેમની વ્યસ્તતા વિશે પણ લખ્યું છે.
Alt Newsના મોહમ્મદ ઝુબૈરે કરી પોસ્ટ
DD Newsની પોસ્ટ બાદ તરત જ અવારનવાર હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો અને ફેક ન્યુઝ ફેલાવવાના આક્ષેપોમાં ઘેરાયેલા ઑલ્ટ ન્યુઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે X પર તેનો સ્ક્રીનશૉટ શેર કરીને એક ભ્રામક પોસ્ટ કરી દીધી.
ઝુબૈરે લખ્યું કે, “રાષ્ટ્રીય પ્રસારક @DDNewsHindiને કેવી રીતે ખબર પડી કે બિહારના પ્રથમ તબક્કામાં NDA આગળ ચાલી રહ્યું છે?” તેની આ પોસ્ટથી એવું દર્શાવવામાં આવ્યું કે DD Newsને અગાઉથી જ ખબર છે કે વોટ NDAની તરફેણમાં પડ્યા છે, એટલે કે ચૂંટણીમાં અગાઉથી જ ધાંધલી અથવા ‘વૉટ ચોરી’ થઈ ગઈ છે. આ તે જ ખોટો નેરેટિવ હતો, જેને રાહુલ ગાંધી, કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો ફેલાવી રહ્યા હતા.

ઝુબૈર આ પોસ્ટથી એવું કહેવા માંગતો હતો કે ચૂંટણી અગાઉથી જ NDAની તરફેણમાં ‘સેટ’ કરી દેવામાં આવી છે અને DD Newsને (જે સરકારી પ્રસારક છે) મોદી સરકાર અથવા વડા પ્રધાન મોદી તરફથી NDAની જીતનો સંદેશ આપવાના નિર્દેશ મળ્યા છે.
ફેક્ટચેક: મોહમ્મદ ઝુબૈર કેવી રીતે ફેલાવી રહ્યો ફેક ન્યુઝ?
DD Newsની પોસ્ટ વાસ્તવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટનું અનુવાદ જ હતું. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં માત્ર રાજકીય ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં NDAને લીડ મળી છે અને જનતામાં જબરદસ્ત જોશ દેખાઈ રહ્યો છે. આ એક સામાન્ય રાજકીય નિવેદન હતું, ન કે કોઈ ચૂંટણી પરિણામ કે આગાહી.
પરંતુ ઑલ્ટ ન્યુઝના મોહમ્મદ ઝુબૈરે DD Newsની આ જ પોસ્ટનો અંગ્રેજી અનુવાદ મૂકીને તેને એ રીતે રજૂ કર્યું કે જાણે દૂરદર્શને પોતે NDAની લીડની જાહેરાત કરી દીધી હોય. ઝુબૈરે અંગ્રેજી ટ્રાન્સલેશનવાળી પોસ્ટનો સ્ક્રીનશોટ મૂક્યો, જેને કારણે તરત એ ધ્યાનમાં ન આવે કે DD Newsએ માત્ર વડા પ્રધાનની પોસ્ટ શેર કરી છે, પોતાનો કોઈ સ્વતંત્ર મત નથી રજૂ કર્યો.
ઝુબૈરની પોસ્ટથી આ ખોટો સંકેત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે વડા પ્રધાન મોદીને અગાઉથી ચૂંટણી પરિણામોની માહિતી હતી, જે સંપૂર્ણપણે ખોટું છે. વાસ્તવમાં, તમામ રાજકીય પક્ષો અને નેતાઓ મતદાન સમાપ્ત થયા પછી પોતાની તરફેણમાં લીડ હોવાનો દાવો કરે છે, આ ચૂંટણી રાજનીતિનો સામાન્ય ભાગ છે, ન કે કોઈ પરિણામની પૂર્વ માહિતી.
ઉદાહરણ તરીકે પીએમ મોદીની જેમ જ RJDના તેજસ્વી યાદવે પણ Xનો સહારો લઈને દાવો કર્યો કે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયા પછી આરજેડી આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવે એક લાંબી પોસ્ટમાં દાવો કર્યો કે પ્રથમ તબક્કા પછી મહાગઠબંધનને સમર્થન મળવા લાગ્યું છે.
आज बिहार ने प्रथम चरण में बदलाव के लिए मतदान किया है। हर बिहारवासी ने 20 साल के अंधकार को मिटाने के लिए, घर से निकल कर परिवर्तन की ऐसी रोशनी जलाई कि पूरे बिहार में सुख, समृद्धि, सुरक्षा, सम्मान, सौहार्द, शांति और खुशहाली की दस्तक सुनाई देने लगी है।
— Tejashwi Yadav (@yadavtejashwi) November 6, 2025
20 साल में पहली बार इस तरह की… pic.twitter.com/keAttt0I5P
તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “20 વર્ષમાં પહેલી વાર મહાગઠબંધનની તરફેણમાં અભૂતપૂર્વ બદલાવની લહેર દેખાઈ રહી છે. દરેક ઘરથી નહીં, પરંતુ દરેક દિલથી એક જ અવાજ ગુંજી રહ્યો છે: આ વખતે અમે નવી યુવા સરકાર લાવીશું, દરેક ઘરથી સરકાર ચલાવીશું અને દરેક બિહારીને ચિંતામુક્ત અને પરિવર્તનકારી, એટલે કે મુખ્યમંત્રી બનાવીશું.”
જો કોઈ ન્યુઝ ચેનલ તેજસ્વી યાદવનું આ જ નિવેદન શબ્દશઃ શેર કરે, તો શું તેનો અર્થ એ થશે કે ચેનલ અથવા યાદવે ચૂંટણી પરિણામ અગાઉથી જાણી લીધા? બિલકુલ નહીં.આવા કિસ્સામાં મોહમ્મદ ઝુબૈરની આ ભ્રામક પોસ્ટ ન માત્ર ખોટી માહિતી ફેલાવે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા કરે છે. ચૂંટણી દરમિયાન આવા ફેક ન્યુઝ લોકતંત્રની પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
કાયમ ફેક ન્યુઝ ફેલાવતો રહ્યો છે ઝુબૈર
મોહમ્મદ ઝુબૈર અવારનવાર ઇસ્લામ અથવા આતંકવાદની ટીકા કરનારાઓને ચૂપ કરાવવા માટે ફેક ન્યુઝ અને વ્યક્તિગત હુમલાઓનો (ad hominem attacks) સહારો લેતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇસ્લામ સાથે જોડાયેલી કોઈ વાત પર તથ્ય આધારિત ટીકા કરે છે તો ઝુબૈર તે વ્યક્તિને નિશાન બનાવે છે, તેના પર ‘ઇસ્લામોફોબિયા’નો આરોપ લગાવીને ટ્રોલ્સની ભીડ તેની પાછળ છોડી દે છે. આ તેની જૂની અને અજમાયશી રીત બની ચૂકી છે.
ઝુબૈર વાસ્તવિક તથ્યોની તપાસ કરવાને બદલે ચર્ચા કરનાર વ્યક્તિની છબી ખરાબ કરતો હોય છે. ઉદાહરણ તરીકે તેણે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભીડને ઉશ્કેરી હતી.
નૂપુર શર્માએ ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ અને આયેશાના સંબંધ પર જે વાતો કહી હતી, તે અનેક પ્રસિદ્ધ ઇસ્લામી વિદ્વાનો દ્વારા અગાઉ પણ કહેવામાં આવી ચૂકી છે. પરંતુ ઝુબૈરે તેના પર કોઈ ફેક્ટચેક કર્યા વિના વ્યક્તિગત હુમલા કર્યા અને તેમને નિશાન બનાવ્યા.
આ જ પ્રમાણે તાજેતરમાં તેણે ધર્મસ્થળ અંગે ખોટી ખબર ફેલાવવાનો પ્રયાસ કર્યો, જેથી હિંદુઓને બદનામ કરી શકાય. આ ઉપરાંત તેણે મહુમાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી હિંસા માટે હિંદુઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહારને ઢાંકવાનો પ્રયાસ કર્યો અને કાવડ યાત્રીઓ દ્વારા પોલીસ પર હુમલાની ખોટી ખબર ફેલાવી હતી.
આવા અનેક કિસ્સાઓમાં મોહમ્મદ ઝુબૈરે ખોટી ખબરો ફેલાવીને સમાજમાં ભ્રમ અને નફરત પેદા કરવાનું કામ કર્યું છે. તેના આ કારનામાઓ પર વિગતવાર OpIndiaએ અનેક વખત અહેવાલો પ્રકાશિત કર્યા છે, જેને અહીં વાંચી શકાય છે.


