હોમપેજદેશપૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો: દિલ્હી-હરિયાણાએ મોકલી કરોડોની નાણાકીય સહાય અને...

પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો: દિલ્હી-હરિયાણાએ મોકલી કરોડોની નાણાકીય સહાય અને 67 ટ્રક રાહતસામગ્રી

સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું કે, “આ માત્ર સામગ્રી નથી, પરંતુ દિલ્હીના લોકોનો પંજાબના ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ અને સમર્થન છે.” તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી અને પંજાબ વચ્ચે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ છે અને આ મુશ્કેલ સમયમાં દિલ્હી પંજાબની સાથે ઊભું છે.

- Advertisement -

પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અને હરિયાણા પંજાબની મદદે આવી પહોંચ્યા છે. દિલ્હીએ ₹5 કરોડની નાણાકીય સહાય સાથે 52 ટ્રક રાહત સામગ્રી મોકલી છે, જ્યારે હરિયાણાએ પણ ₹5 કરોડ અને 15 ટ્રક રાહતસામગ્રી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી છે. જોકે, કેજરીવાલ હજુ સુધી પંજાબ તરફ દેખાયા નથી. 

પંજાબમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં આવેલા ઉભરાના કારણે 23 જિલ્લાઓના 1,900થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં 43થી વધુ લોકોના મોત થયા છે અને 1.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને મુખ્ય રાજમાર્ગો બંધ થયા છે, જેનાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

ભાજપશાસિત દિલ્હીએ કરી મદદ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પંજાબના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ₹5 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે દિલ્હી ભાજપના કાર્યાલયથી 52 ટ્રક રાહતસામગ્રી રવાના કરી છે. જેમાં રસોઈનાં વાસણો, ધાબળા, મચ્છરદાની, દવાઓ, જૂતા, ચપ્પલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રીનું વિતરણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવશે.

- Advertisement -

સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું કે, “આ માત્ર સામગ્રી નથી, પરંતુ દિલ્હીના લોકોનો પંજાબના ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ અને સમર્થન છે.” તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી અને પંજાબ વચ્ચે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ છે અને આ મુશ્કેલ સમયમાં દિલ્હી પંજાબની સાથે ઊભું છે.

હરિયાણા પણ ઊભું રહ્યું પડખે

હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંઘ સૈનીએ પણ પંજાબની મદદ માટે ₹5 કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે. આ સાથે, હરિયાણાએ પંચકુલાથી 15 ટ્રક રાહતસામગ્રી મોકલી છે, જેમાં ખાદ્ય પદાર્થો, તાડપત્રી, દવાઓ અને જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રી અમૃતસર (ગ્રામીણ), તરનતારન, ફિરોઝપુર, ફાઝિલ્કા, કપૂરથલા, લુધિયાણા, જગરાઓ, મોગા, ખન્ના, ફતેહગઢ સાહિબ, મોહાલી, પટિયાલા, રોપડ, બટાલા, ગુરદાસપુર, હોશિયારપુર, પઠાણકોટ, બરનાલા, મલેરકોટલા અને સંગરુર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવામાં આવશે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આપદાના આ સમયમાં પંજાબના લોકોનું દુઃખ અમે અનુભવીએ છીએ. મદદ કરવી એ આપણી ફરજ છે  અને હરિયાણા આ મુશ્કેલીમાં પંજાબની સાથે ઊભું છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, વડા પ્રધાન મોદીના માર્ગદર્શનમાં સેવા જ તેમની સરકારના સંસ્કાર છે અને ધર્મ છે.

પંજાબમાં રાહત કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. દિલ્હી અને હરિયાણાથી મોકલવામાં આવેલી રાહત સામગ્રીથી પીડિતોને ખોરાક, આશ્રય અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી રહી છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે, પંજાબની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેથી લોકોને તાત્કાલિક રાહત મળી શકે. ઉપરાંત, હરિયાણાના અન્ય જિલ્લાઓમાંથી પણ રાહત સામગ્રી મોકલવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં હિસારથી 10 ટ્રક અમૃતસર અને તરનતારન માટે રવાના કરવામાં આવ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં