હોમપેજરાજકારણપીએમ મોદી અને તેમનાં માતાને રાહુલ ગાંધીના મંચ પરથી ગાળો, વિડીયો હોવા...

પીએમ મોદી અને તેમનાં માતાને રાહુલ ગાંધીના મંચ પરથી ગાળો, વિડીયો હોવા છતાં નકાર્યા આરોપ: હવે કોંગ્રેસી આયોજક નૌશાદે માંગી માફી

એમ મોદી અને તેમના માતા માટે અપમાનજનક શબ્દો સાથેનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે પહેલાં તો આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે, આ બધા આરોપો ખોટા છે અને કોંગ્રેસનો તેમાં કોઈ હાથ નથી. જોકે, ત્યારબાદ તરત જ આયોજક કોંગ્રેસે નેતા નૌશાદે આ ઘટનાની માફી માંગી લીધી.

- Advertisement -

બિહારના દરભંગામાં યોજાયેલી રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ PM મોદી અને તેમના દિવંગત માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. વિડીયોમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના સ્વાગતમાં કોંગ્રેસના અને અન્ય સહયોગી પાર્ટીઓના કાર્યકર્તાઓ PM નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાને ગાળો આપી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે. આ ઘટના બાદ ભાજપે કડક પ્રતિક્રિયા આપીને રાહુલ ગાંધીને માફી માંગવાની માંગ કરી છે, જ્યારે આયોજક નૌશાદે સ્વયં માફી માંગીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

નોંધનીય છે કે, દરભંગાની જાલે વિધાનસભા બેઠકમાંથી યુથ કોંગ્રેસના નેતા મોહમ્મદ નૌશાદે રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં કાર્યકર્તાઓ અને સમર્થકોએ PM મોદીના માતા હીરાબેનને અપમાનજનક શબ્દોમાં ગાળો આપ્યો હોવાનો આક્ષેપ છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગ્રેસની અને રાહુલ ગાંધીની ભારે ટીકા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પણ જનસભાને સંબોધિત કરતા PM મોદી અંગે તું..તડાકવાળી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

જોકે, પીએમ મોદી અને તેમના માતા માટે અપમાનજનક શબ્દો સાથેનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે પહેલાં તો આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે, આ બધા આરોપો ખોટા છે અને કોંગ્રેસનો તેમાં કોઈ હાથ નથી. જોકે, ત્યારબાદ તરત જ આયોજક કોંગ્રેસે નેતા નૌશાદે આ ઘટનાની માફી માંગી લીધી, જેથી સાબિત થઈ ગયું કે, વાસ્તવમાં આરોપી કોણ હતું.

- Advertisement -

આ ઘટનાનો ભારે વિરોધ થયા બાદ કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે એક વિડીયો રિલીઝ કરીને માફી માંગી છે. તેમણે કહ્યું કે, “ગઈકાલે રાહુલ ગાંધીની મતદાતા અધિકાર યાત્રાના ભાગરૂપે બિથૌલીમાં મારો એક કાર્યક્રમ હતો… અમે 20 વર્ષથી પાર્ટીના કાર્યકરો છીએ અને અમે ક્યારેય આવા સસ્તા અને અપમાનજનક વર્તન તરફ નહીં ઝૂકીએ. તેઓ આપણા દેશના વડાપ્રધાન છે, સમગ્ર રાષ્ટ્રના વડાપ્રધાન છે… જેણે પણ આવી અભદ્ર ટિપ્પણી કરી છે અથવા આ રીતે વર્તન કર્યું છે, હું તેની સખત નિંદા કરું છું અને તેના માટે માફી માંગુ છું. હું ક્ષમા-યાચના કરું છું. આ વિપક્ષના કોઈ વ્યક્તિ અથવા સ્વાર્થી લોકો દ્વારા પણ કરવામાં આવ્યું હોય શકે છે, કારણ કે હંમેશા એવા લોકો હોય છે જે ટિકિટ ઇચ્છતા હોય છે.”

નૌશાદે ગાળાગાળી કરનારને ‘માનસિક બીમાર’ અને ‘સગીર’ વ્યક્તિ ગણાવી દીધી છે. તેનું કહેવું છે કે, “જે છોકરાએ પ્રધાનમંત્રી અંગે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને સ્ટેજ પર હાજર લોકોએ તે જ સમયે માર માર્યો હતો.”

આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાની ટિપ્પણી સામે આવી છે. તેમણે નૌશાદના વિડીયો અંગે કહ્યું હતું કે, “પહેલાં કોંગ્રેસે સ્વીકાર કર્યું નહીં કે PM મોદીના માતાને તેમના મંચથી ગાળો આપવામાં આવી. પરંતુ હવે દરભંગાની રેલીના આયોજક કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું છે કે PM મોદીના માતાનું અપમાન કરવામાં આવ્યું છે.” તેમણે આગળ લખ્યું કે, “રાહુલ ગાંધીએ નૌશાદથી શીખવું જોઈએ અને તેમની અભદ્ર ભાષા માટે દેશની જનતાથી માફી માંગવી જોઈએ.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં